ચીનમાં મહિલા રિપોર્ટરની પાછળ ઉભેલા 2 યુવક કઈક એવું કરી રહ્યા હતા...Video વાયરલ થતા જ હડકંપ મચ્યો
બેઈજિંગમાં એક લાઈવ ટીવી પ્રસારણ દરમિયાન રિપોર્ટિંગ કરી રહેલી મહિલા પાછળ બે યુવકોએ એવું કઈક કર્યું જેને જોઈને બધાની આંખો પહોળી થઈ ગઈ. સિંગાપુરમાં તો જાણે સોપો પડી ગયો.
Trending Photos
Viral Video: બેઈજિંગમાં એક લાઈવ ટીવી પ્રસારણ દરમિયાન રિપોર્ટિંગ કરી રહેલી મહિલા પાછળ બે યુવકો એક બીજાને ચુંબન કરી રહ્યા હતા. ત્યારે આ બધુ લાઈવ રેકોર્ડ થઈ ગયું. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. કેમેરામાં કેદ કરાયેલી ક્ષણ કથિત રીતે સિંગાપુરમાં પ્રસારિત થનારું પહેલવહેલું સમલૈંગિક ચુંબન છે. આ ઘટના એ સમયે ઘટી જ્યારે ચેનલ ન્યૂઝ એશિયાના પત્રકાર લો મિનમિન બેઈજિંગના એક પબથી લાઈવ રિપોર્ટિંગ કરી રહ્યા હતા. જ્યાં વીન્ટર ઓલિમ્પિક માટે એક સ્થાનિક વોચ પાર્ટીનું આયોજન થઈ રહ્યું હતું.
અચાનક કિસ કરવા લાગ્યા યુવકો
વીડિયોમાં બે વ્યક્તિ કેમેરા સામે અને રિપોર્ટર પાછળ કિસ કરવાનું નાટક કરતા જોઈ શકાય છે. જો કે લાઈવ ટીવી દરમિયાન જેવું આ થયું કે બધુ રેકોર્ડ થઈ ગયું. જે હવે ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યું છે. એક ટ્વિટર યૂઝરે આ વીડિયો શેર કરતા લખ્યું કે બે કિંસિંગ મેને ચેનલ ન્યૂઝ એશિયા (સિંગાપુરની એક ચેનલ) પર ફોટોબોમ્બ કર્યો. જે 4 ફેબ્રુઆીના રોજ બેઈજિંગથી પ્રસારિત થઈ રહ્યું હતું. આ ક્લિપ સિંગાપુરમાં વાયરલ છે જ્યાં સમલૈંગિક સંબંધો દર્શાવવા બદલ કડક બ્રોડકાસ્ટિંગ કોડ છે. આ કિસને 'An Act Of Revolution' કહેવામાં આવી.
જુઓ વીડિયો
Two kissing men photobombed Channel News Asia (a Singapore channel) who was broadcasting from Beijing on Feb 4. The clip is viral in Singapore where there are strict broadcasting codes depicting same sex relationships. The kiss had been called “an act of revolution”. 🏳️🌈 pic.twitter.com/LMdjUgwvkC
— Megha Mohan (@meghamohan) February 13, 2022
આ રીતે જોવા મળ્યા રિએક્શન
ધ ગાર્જિયન મુજબ બ્રિટિશ ઓપનિવેશિક યુગના કાયદાના કારણે સિંગાપુરમાં સમલૈંગિક યૌન સંબંધ ગેરકાયદેસર છે અને દેશ ટીવી કન્ટેન્ટ પર પ્રતિબંધ લગાવે છે જે એલજીબીટી લાઈફસ્ટાઈલને પ્રોત્સાહન આપે છે. ગ્લાડ મીડિયા ઈન્સ્ટિટ્યૂટના વરિષ્ઠ દિગ્દર્શક રોસ મરેએ કહ્યું કે 'આ કિસ એક નાનકડી કાર્યવાહી છે પરંતુ સિંગાપુરના એલજીબીટીક્યુ સમુદાય માટે એક સફળતા છે. જે હજુ પણ સિંગાપુરમાં અપરાધ અને સેન્સર છે. આ ઓલિમ્પિયન ચુંબનને સિંગાપુરની દંડ સહિતની કલમ 377એ ને સમાપ્ત કરવા અને વૈશ્વિક સ્તર પર LGBTQ લોકોના અપરાધીકરણને સમાપ્ત કરવાનું આહ્વાન થવા દો.'
નાનયાંગ ટેક્નોલોજિકલ યુનિવર્સિટીથી એન્ટી-ડિસ્ક્રિમિનેશન સ્ટુડન્ટ ગ્રુપ Kaleidoscope NTU ના એક પ્રતિનિધિએ કહ્યું કે, 'અમે નથી જાણતા કે આ લોકો કોણ છે, આથી અમે નથી જાણતા કે શું તેઓ સીએનએ માટે કિસ કરી રહ્યા હતા કે સામાન્ય રીતે ફક્ત કેમેરા માટે.'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે