કોરોનાના આ મ્યુટેશન્સ ઘટાડે છે વેક્સીનની અસર, બે નવા વેરિએન્ટથી ફરી ફેલાયો ફફડાટ
કોરોનાના બે નવા વેરિએન્ટથી ફરી ફફડાટ ફેલાયો છે. WHO એ જાન્યુઆરીમાં કોલંબિયામાં મળેલા B.1.621 વેરિએન્ટને ગ્રીક આલ્ફાબેટના આધારે ‘મ્યૂ’ નામ આપ્યું છે. આ સાથે જ આ વેરિએન્ટને ‘વેરિએન્ટ ઓફ ઈન્ટરેસ્ટ’ની યાદીમાં સામેલ કરી લીધો છે
Trending Photos
નવી દિલ્હી: કોરોનાના બે નવા વેરિએન્ટથી ફરી ફફડાટ ફેલાયો છે. WHO એ જાન્યુઆરીમાં કોલંબિયામાં મળેલા B.1.621 વેરિએન્ટને ગ્રીક આલ્ફાબેટના આધારે ‘મ્યૂ’ નામ આપ્યું છે. આ સાથે જ આ વેરિએન્ટને ‘વેરિએન્ટ ઓફ ઈન્ટરેસ્ટ’ની યાદીમાં સામેલ કરી લીધો છે. WHO એ કહ્યું છે કે વેરિએન્ટમાં એવા મ્યુટેશન્સ છે જે વેક્સિનની અસરને ઘટાડે છે. આ મામલે વધુ અભ્યાસ કરવાની આવશ્યકતા છે.
મ્યૂ વેરિએન્ટમાં એવા મ્યુટેશન્સ થયા છે, જે ઈમ્યુન એસ્કેપની આશંકા જણાવા છે. ઈમ્યુન એસ્કેપનો અર્થ છે કે આ વેરિએન્ટ તમારા શરીરમાં વાયરસ વિરુદ્ધ બનેલી ઈમ્યુનિટીને થાપ આપી શકે છે. આ ઉપરાંત અન્ય એક વેરિએન્ટ C.1.2 દક્ષિણ આફ્રિકામાં મળ્યો છે. તેને હાલ WHOએ ગ્રીક નામ આપ્યું નથી પણ આ પણ ઈમ્યુનિટીને થાપ આપવાની ક્ષમતા ધરાવે છે. અત્યાર સુધીમાં ભારતમાં આલ્ફા અને ડેલ્ટા વેરિએન્ટ જ હાવિ રહ્યા છે.
બીજી લહેર માટે તો ડેલ્ટા વેરિએન્ટને જ જવાબદાર ગણાવવામાં આવ્યા છે. સારી અને રાહતની વાત એ છે કે દેશમાં અત્યાર સુધીમાં મ્યૂ અને C.1.2 વેરિએન્ટનો એક પણ કેસ મળ્યો નથી. C.1.2 વેરિએન્ટ કઈ હદ સુધી એન્ટીબોડીને થાપ આપવામાં કાબેલ છે, તેના પર WHO કહે છે કે આ બીટા વેરિએન્ટ જેવો છે, જે દક્ષિણ આફ્રિકામાં ડિસેમ્બર 2020માં મળ્યો હતો. તેને WHOએ વેરિએન્ટ્સ ઓફ કન્સર્નમાં સામેલ કર્યો હતો.
દક્ષિણ આફ્રિકાના નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ કમ્યુનિકેબલ ડિસિઝના રિસર્ચર્સનું કહેવું છે કે C.1.2માં કેટલાક મ્યુટેશન્સ બીટા અને ડેલ્ટા વેરિએન્ટ જેવા જ છે. તેની સાથે સાથે અન્ય અનેક મ્યુટેશન્સ પણ થયા છે. તો મ્યૂ વેરિએન્ટ સૌપ્રથમ જાન્યુઆરીમાં કોલંબિયામાં મળ્યો હતો પણ તેના પછી આ દક્ષિણ અમેરિકન અને યુરોપના કેટલાક દેશોમાં મળ્યા છે. કોલંબિયામાં 39% અને ઈક્વાડોરમાં 13% કેસોમાં મ્યૂ વેરિએન્ટ મળ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે