બોપલ હત્યા કેસ: આરોપીએ હત્યા કર્યા બાદ ખીચડી ખાઈને સૂઈ ગયો હતો...પુછપરછમાં મોટા ખુલાસા
બોપલ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી વીરેન્દ્ર પઢેરિયા દારૂનો નશો કરીને ખીચડી લઇને પોતાના ઘરે જઈ રહ્યો હતો. ત્યારે આ આખો ઝગડો અને હત્યા નો બનાવ બનવા પામ્યો હતો.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદના બોપલ વિસ્તારમાં બહુચર્ચિત માઇકા ના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈન હત્યા મામલે બોપલ પોલીસે આરોપી પોલીસ કોન્સ્ટેબલ ના 10 દિવસના રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરી છે.
બોપલ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી વીરેન્દ્ર પઢેરિયા દારૂનો નશો કરીને ખીચડી લઇને પોતાના ઘરે જઈ રહ્યો હતો. ત્યારે આ આખો ઝગડો અને હત્યા નો બનાવ બનવા પામ્યો હતો. હત્યા કર્યા બાદ આરોપી વીરેન્દ્ર પઢેરિયા પોતાના ઘરે ગયો હતો અને આરામથી ખીચડી ખાધી હતી. બાદમાં ફરી ઘટના સ્થળ પર જોવા માટે આવ્યો હતો. ઘટના સ્થળ પર કોઈ મળી ન આવતા ત્યાંથી બોપલ પોલીસ સ્ટેશન જોવા માટે ગયો હતો. ત્યાં પણ કોઈ દેખાયું ન હતું, તો ફરી પોતાના ઘરે જઈને ઊંઘી ગયો હતો.
સવારે બાવળા નજીકના અદ્રોડા પોતાના વતનમાં ગયો હતો. ત્યારે બપોર પછી તેણે ન્યુઝ ચેનલમાં હત્યાના સમાચાર જોતા મિત્ર સાથે પંજાબ ફરાર થઇ ગયો હતો. પોલીસે આરોપીની સઘન પૂછપરછ કરી રહી છે. પ્રિયાંશુ જૈન મર્ડર કેસમાં બોપલ પોલીસે ગુનામાં વપરાયેલ હેરિયર કાર કબજે કરી છે. ત્યારે હરિયર કારની તપાસવા સામે આવ્યું છે કે આ કાર સાળા વિશાલ પરમારની છે.
આરોપી વીરેન્દ્ર પઢેરિયાની સાથે ઝડપાયેલ દિનેશ સાલ્વેની હત્યામાં મદદગારી તેમજ આરોપીને ભગાડવામાં મદદગારી છે કે કેમ તે દિશામાં બોપલ પોલીસે તપાસ શરુ કરી છે. હાલ આરોપી વિરેન્દ્ર પઢેરીયા ગુનાની કબૂલાત કરી છે, પરંતુ હત્યામાં વપરાયેલ હથિયારની શોધખોળ શરુ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે