આઇલા! ત્રણ મોઢાવાળો ચિત્તો, ફોટોગ્રાફરના કેમેરામાં કેદ થઈ ચિત્તાની દુર્લભ તસવીર

કહેવાય છે કે જ્યારે ચિત્તો દોડે છે તો તે અડધો સમય હવામાં રહે છે. જીહાં, આ પ્રાણી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. તેથી શિકારનું બચવું મુશ્કેલ જ નહીં નામુમકિન બની જાય છે

આઇલા! ત્રણ મોઢાવાળો ચિત્તો, ફોટોગ્રાફરના કેમેરામાં કેદ થઈ ચિત્તાની દુર્લભ તસવીર

Cheetah in India: આજે આખી દુનિયામાં માત્ર આફ્રીકામાં ગણતરીના ચિત્તા જોવા મળી રહ્યા છે. ભારત સહિત એશિયાના દરેક દેશમાંથી આ પ્રાણી લુપ્ત થઈ ગયું છે. એવામાં જ્યારે પણ કોઈ વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર આ પ્રકારના સુંદર પ્રાણીને કેમેરામાં કેદ કરે છે તો તેની તસવીર જોવાલાયક હોય છે. તાજેતરમાં એક ફોટોગ્રાફરે ચિત્તાની એવી તસવીર ક્લિક કરી કે તે ઇન્ટરનેટ પર છવાઈ ગઈ છે.

કહેવાય છે કે જ્યારે ચિત્તો દોડે છે તો તે અડધો સમય હવામાં રહે છે. જીહાં, આ પ્રાણી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. તેથી શિકારનું બચવું મુશ્કેલ જ નહીં નામુમકિન બની જાય છે. જોકે, ચિત્તા ખતરામાં છે. આજે આખી દુનિયામાં માત્ર આફ્રિકામાં ગણતરીના ચિત્તા જોવા મળે છે. ભારત સહિત એશિયાના દરેક દેશમાંથી આ પ્રાણી લુપ્ત થઈ ગયું છે. જોકે, ફરી એકવાર હવે ભારતમાં ચિત્તાના વસવાટની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. થોડા કલાકો બાદ 8 ચિત્તા નામીબિયાથી ભારત લાવવામાં આવશે. જેમણે પીએમ નરેન્દ્ર મોદી તેમના જન્મદિવસ 17 સપ્ટેમ્બરના કુનો-પાલપુર નેશનલ પાર્કમાં છોડશે. આ આઠ ચિત્તાને 17 સપ્ટેમ્બરના આફ્રિકાના નામીબિયાથી રાજસ્થાનના જયપુર લાવવામાં આવશે અને ત્યાંથી એમપી મોકલવામાં આવશે. એવામાં અમે તમને ચિત્તાના શાનદાર તસવીર દેખાડી રહ્યા છે. જેને એક વાઈલ્ડ ફોટોગ્રાફરે કેપ્ચર કરી હતી. આ તસવીર તમારું દિલ જીતી લેશે.

— Paul Goldstein (@paulgoldstein59) January 25, 2022

ત્રણ મોઢાવાળો ચિત્તો
આ અદ્ભૂત તસવીર વિંબલડનના વાઈલ્ડ ફોટોગ્રાફર પોલ ગોલ્ડસ્ટીને કેન્યાના મસાઈ મારા નેશનલ પાર્કમાં કેપ્ચર કરી હતી. તેમણે ફેસબુક અને ટ્વિટર પર આ તસવીરને શેર કરી લખ્યું- આ પ્રકારની ક્ષણો મંત્રમુગ્ધ કરનારી હોય છે. અને હાં, તે વરસાદમાં સાત કલાકના લાયક હતી. પોલની પોસ્ટને સમાચાર લખવામાં આવ્યા ત્યાં સુધીમાં 2 હજાર થી વધુ લાઈક્સ અને 153 થી વધુ શેક કરવામાં આવી છે. સાથે જ લોકોને તેમની તસવીરની ખુબ પ્રશંસા કરી રહ્યા છે. ઘણા લોકો આ તસવીરને જોઇને કહી રહ્યા છે- આઇલા! ત્રણ મોઢાવાળો ચિત્તો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news