રહેવા માટે સૌથી મોંઘો દેશ છે બરમુડા, શું છે ભારત અને અમેરિકાની હાલત? જુઓ દરેક દેશોનું લિસ્ટ

The most expensive places to live બરમુડા રહેવા યોગ્ય સૌથી મોંઘો દેશ છે. પરંતુ વર્લ્ડ ઓફ સ્ટેટેટિક્સ દ્વારા જારી કરવામાં આવેલી યાદી પ્રમાણે ટોપ 10 દેશોમાં ભારતનું નામ સામેલ નથી. વર્લ્ડ ઓફ સ્ટેટેટિક્સે 140 દેશોનો આંકડો જારી કર્યો છે, જેમાં પાકિસ્તાન સૌથી છેલ્લા સ્થાને છે. ભારતની વાત કરીએ તો તેને 138મું સ્થાન પ્રાપ્ત થયું છે. 

રહેવા માટે સૌથી મોંઘો દેશ છે બરમુડા, શું છે ભારત અને અમેરિકાની હાલત? જુઓ દરેક દેશોનું લિસ્ટ

નવી દિલ્હીઃ બરમુડા અને સ્વિટ્ઝર્લેન્ડ રહેવા માટે વિશ્વના સૌથી વૈભવી દેશોમાંના એક છે, પરંતુ અહીં રહેવું ખૂબ ખર્ચાળ છે. આ ડેટા વર્લ્ડ ઓફ સ્ટેટિક્સ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.

વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સે 140 દેશોની યાદી જાહેર કરી છે. જેમાં બરમુડા સૌથી ઉપર અને પાકિસ્તાન સૌથી નીચે છે. તમને જણાવી દઈએ કે બરમુડામાં આવેલો દરિયા કિનારા ઘણા લોકોને આકર્ષે છે, પરંતુ અહીં રહેવાની કિંમત વધારે છે, જ્યારે સ્વિટ્ઝરલેન્ડને આ યાદીમાં બીજું સ્થાન મળ્યું છે.

કેમેન આઇલેન્ડ, બહામાસ, આઇસલેન્ડ, સિંગાપોર, બાર્બાડોસ, નોર્વે, ડેનમાર્ક, ઓસ્ટ્રેલિયાનો પણ આ યાદીમાં ઉલ્લેખ છે. કેમેન ટાપુઓ, જે યુનાઇટેડ કિંગડમ (યુકે)નો ભાગ છે, ત્રીજા સ્થાને છે.

ભારતની શું છે સ્થિતિ?
ભારતની વાત કરીએ તો વર્લ્ડ ઓફ સ્ટેટિક્સની યાદીમાં 138મું સ્થાન મળ્યું છે. જેનો મતલબ છે કે ભારતમાં જીવન પસાર કરવું બાકી દેશોની તુલનામાં સરળ છે. પરંતુ આ યાદીમાં પાકિસ્તાનને સૌથી છેલ્લું સ્થાન મળ્યું છે. 

આ 10 દેશોમાં રહેવું ઘણું મોંઘું છે
રેન્કિંગ દેશ
1 બર્મુડા
2 સ્વિટ્ઝર્લૅન્ડ
3 કેમેન ટાપુઓ
4 બહામાસ
5 આઇસલેન્ડ
6 સિંગાપોર
7 બાર્બાડોસ
8 નોર્વે
9 ડેનમાર્ક
10 ઓસ્ટ્રેલિયા

આ દેશોમાં રહેવું સૌથી સસ્તું છે
રેન્કિંગ દેશ
133 બાંગ્લાદેશ
137 નાઇજીરીયા
138 ભારત
139 ઇજિપ્ત
140 પાકિસ્તાન

શું છે અમેરિકા, ચીન અને રશિયાની સ્થિતિ?
દુનિયાના સૌથી મોંઘા દેશની યાદીમાં દર વર્ષે ફેરફાર થતો રહે છે. પરંતુ લેટેસ્ટ ડેટામાં આપણે અમેરિકા, ચીન અને રશિયા જેવા દેશોની વાત કરીશું. અમેરિકા અને ચીનની દ્રષ્ટિએ રશિયામાં જીવન રહેવું સરળ છે, તેમ છતાં ભારતની તુલનામાં રશિયા ખુબ મોંઘુ છે. આ યાદીમાં અમેરિકાને 12મું, ચીનને 93મું અને રશિયાને 110મું સ્થાન મળ્યું છે. 

અહીં જુઓ લિસ્ટ

1. Bermuda 🇧🇲
2. Switzerland 🇨🇭
3. Cayman Islands 🇰🇾
4. Bahamas 🇧🇸
5. Iceland 🇮🇸
6. Singapore 🇸🇬
7. Barbados 🇧🇧
8. Norway 🇳🇴
9. Denmark 🇩🇰
10. Australia 🇦🇺
.
12. USA 🇺🇸
18. Israel 🇮🇱
19. South Korea 🇰🇷
20. France 🇫🇷
21. Austria 🇦🇹…

— World of Statistics (@stats_feed) July 15, 2023

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news