દુનિયાની શક્તિશાળી સેનાઓ કરી રહી છે સૌથી વધારે કાર્બન ઉત્સર્જન! કયા દેશોને છે સૌથી વધુ ખતરો?

અમેરિકા, ચીન, ભારત અને યૂરોપીય દેશ આ વાતને ખૂલીને કહે છે કે તે આગામી 5-7 દાયકામાં કાર્બન ઉત્સર્જન નેટ ઝીરો કરી દેશે. તેની સેનાઓ અને તેનાથી જોડાયેલા ઉદ્યોગો દુનિયાના કુલ કાર્બન ઉત્સર્જનમાં 5 ટકાની ભાગીદારી રાખે છે. એટલે મિલિટરીના નામ પર આ દેશોની પાસે બહાનુ હોય છે. આ જળવાયુ સંકટના સમયમાં મિલિટરી અને તેની સાથે જોડાયેલા ઉદ્યોગ સતત કાર્બન ઉત્સર્જન કરી રહ્યા છે. પરંતુ તેને રોકવાની કોઈ જ વ્યવસ્થા નથી.

દુનિયાની શક્તિશાળી સેનાઓ કરી રહી છે સૌથી વધારે કાર્બન ઉત્સર્જન! કયા દેશોને છે સૌથી વધુ ખતરો?

 

નવી દિલ્લી: અમેરિકા, ચીન, ભારત અને યૂરોપીય દેશ આ વાતને ખૂલીને કહે છે કે તે આગામી 5-7 દાયકામાં કાર્બન ઉત્સર્જન નેટ ઝીરો કરી દેશે. તેની સેનાઓ અને તેનાથી જોડાયેલા ઉદ્યોગો દુનિયાના કુલ કાર્બન ઉત્સર્જનમાં 5 ટકાની ભાગીદારી રાખે છે. એટલે મિલિટરીના નામ પર આ દેશોની પાસે બહાનુ હોય છે. આ જળવાયુ સંકટના સમયમાં મિલિટરી અને તેની સાથે જોડાયેલા ઉદ્યોગ સતત કાર્બન ઉત્સર્જન કરી રહ્યા છે. પરંતુ તેને રોકવાની કોઈ જ વ્યવસ્થા નથી.

અમેરિકા દુનિયાનો સૌથી મોટો સંસ્થાગત ભાગીદાર:
અમેરિકી રક્ષા વિભાગ જીવાશ્મ ઈંધણનો દુનિયાનો સૌથી મોટો સંસ્થાગત ભાગીદાર છે. સાથે જ સૌથી મોટો સંસ્થાગત કાર્બન ઉત્સર્જનકર્તા પણ. વર્ષ 2019માં કરવામાં આવેલી એક સ્ટડી પ્રમાણે જો અમેરિકી મિલિટરીને એક દેશ માનવામાં આવી જાય તો તે જીવાશ્મ ઈંધણના ઉપયોગમાં દુનિયાનો 47મો સૌથી મોટો ગ્રીનહાઉસ ગેસ ઉત્પન્ન કરનારો દેશ હોત . એટલે પેરુ અને પોર્ટુગલની વચ્ચે. બીજી ભાષામાં કોપ-26 ક્લાઈમેટ સમિટમાં અમેરિકી સેના દુનિયાભરની અનેક ઈન્ડસ્ટ્રીઝમાં સૌથી મોટી સંસ્થા છે. જે સૌથી વધારે કાર્બન ઉત્સર્જન કરે છે.

મિલિટરીને રિપોર્ટ આપવામાં મળી મુક્તિ:
દુનિયાભરના લોકો મિલિટરી દ્વારા કરવામાં આવતાં કાર્બન ઉત્સર્જન વિશે જાણતા નથી. અને કોઈપણ દેશની મિલિટરીએ સંયુક્ત રાષ્ટ્રને ઉત્સર્જન સંબંધી રિપોર્ટ આપવાનો હોતો નથી. વર્ષ 1997 ક્યોટો ક્લાઈમેટ સમજૂતી અંતર્ગત મિલિટરીને પોતાનો રિપોર્ટ આપવામાંથી છૂટ મળી ગઈ. આ સમયે 46 દેશો સહિત યુરોપીય સંઘની મિલિટરીને પોતાની વાર્ષિક કાર્બન ઉત્સર્જન રિપોર્ટ યૂનાઈટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઈમેટ ચેન્જમાં જમા કરવાનો હોય છે. વર્ષ 2015માં થયેલી પેરિસ સમજૂતીએ ક્યોટો સમજૂતીન નિયમોને ફગાવી દીધા. પરંતુ કહ્યું કે મિલિટરી પોતાની તરફથી રિપોર્ટ આપી શકે છે.

કેનેડા આઈપીસીસીના નિયમોનું કરે છે પાલન:
દુનિયાભરની સેનાઓ ક્યારેય પણ કોઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાને એ જણાવતી નથી કે પર્યાવરણને તેમના કારણે કેટલું નુકસાન થઈ રહ્યું છે. કેમ કે મિલિટરીની પ્રવૃતિઓ ખાનગી રાખવામાં આવે છે.  ઉદાહરણ તરીકે કેનેડા પોતાની મિલિટરી સંબંધિત રિપોર્ટ આઈપીસીસીના નિયમો અંતર્ગત કરે છે. પરંતુ તે મિલિટરી ફ્લાઈટ્સને જનરલ ટ્રાન્સપોર્ટ કરે છે. બેસ માટે જરૂરી ઉર્જાને તે કમર્શિયલ કે સંસ્થાગત જરૂરિયાત ગણાવે છે. એટલે તેનાથી થનારું ઉત્સર્જન પણ સામાન્ય વસ્તુ થઈ જાય છે.

કોપ-27માં એક્શન લેવામાં આવે તેવી શક્યતા:
કોઈપણ દેશની મિલિટરીને દર વર્ષે UNFCCCને કાર્બન ઉત્સર્જન સંબંધી રિપોર્ટ આપવાનો હોતો નથી. તેમાં મોટા સૈન્ય બજેટવાળા દેશ જેવા કે ચીન, ભારત, સઉદી અરબ અને ઈઝરાયલ પણ છે. હેરાનીની વાત એ છે કે કોપ26 ક્લાઈમેટ સમિટના સત્તાવાર એજન્ડામાં વાયુમંડળ પર મિલિટરીના કારણે પડનારા દુષ્પ્રભાવનો કોઈ ઉલ્લેખ કે એજન્ડામાં નથી. એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છેકે આગામી વર્ષે થનારા કોપ27માં તેના વિશે કોઈ એક્શન લેવામાં આવે. કેમ કે મિલિટરી દ્વારા મોટા પ્રમાણમાં કાર્બન ફૂટપ્રિન્ટ છોડવામાં આવે છે.

દુનિયાના દેશો કાર્બન ઉત્સર્જનને લઈ રહ્યા છે ગંભીરતાથી:
આ વર્ષે જૂન મહિનામાં નાટોએ કહ્યું હતું કે તે વર્ષ 2050 સુધી નેટ ઝીરો ઉત્સર્જનમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. પરંતુ તે કઈ રીતે કરશે તેનો ખુલાસો કર્યો નથી. સ્વિત્ઝરલેન્ડ અને યૂકે જેવા દેશોએ ઘરેલુ સ્તરે નેટ ઝીરો ઉત્સર્જનને લઈને કેટલાંક ટારગેટ સેટ કર્યા છે. પરંતુ તેનો ખુલાસો પણ વધારે કરવામાં આવ્યો નથી. હવે સતત દુનિયાભરના પર્યાવરણ સંબંધી સંસ્થાન મિલિટરી દ્વારા કરવામાં આવતાં કાર્બન ઉત્સર્જનને ગંભીરતાથી લઈ રહ્યા છે.

કાર્બન ઉત્સર્જનમાં પારદર્શિતાની આશા:
દુનિયાભરમાં યુદ્ધ કે શાંતિ માટે સતત થઈ રહેલાં મિલિટરીના ઉપયોગના કારણે પ્રદૂષણ થઈ રહ્યું છે. કાર્બન ઉત્સર્જન થઈ રહ્યું છે. ભલે છૂપાઈને હુમલો કરવાનો હોય કે જાસૂસી દરેક રીતે મિલિટરી કાર્બન ઉત્સર્જન કરે છે. પરંતુ કોઈને ખબર હોતી નથી. કેમ કે મિલિટરીની કાર્યવાહી હંમેશા ખાનગી હોય છે. દુનિયાના લોકોને મિલિટરી અને સૈન્ય સંસ્થાનોથી ઓછામાં ઓછા કાર્બન ઉત્સર્જનને લઈને પારદર્શિતાની આશા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news