દુનિયાનું સૌથી મોટું ડ્રોન RAVN-X, સેટેલાઈટ પણ કરશે લોન્ચ

એવમ (Aevum) નામની કંપનીએ આ ડ્રોનનું નામ રાખ્યું છે RAVN-X. તેને કંપનીએ યૂએસ સ્પેસ ફોર્સ માટે બનાવ્યું છે. તેના દ્વારા નાના સેટેલાઈટ્સ અંતરિક્ષમાં લોન્ચ કરી શકાય તેમ છે. 
 

દુનિયાનું સૌથી મોટું ડ્રોન RAVN-X, સેટેલાઈટ પણ કરશે લોન્ચ

વોશિંગટનઃ અમેરિકાની એક કંપનીએ એક એવું ડ્રોન બનાવ્યું છે જે અંતરિક્ષમાં રોકેટ લોન્ચ કરી શકે છે. સાથે જ તે સેટેલાઈટ લોન્ચ કરવાની ક્ષમતા પણ રાખે છે. આ અત્યાર સુધીનું સૌથી મોટું ડ્રોન છે. તેને ઓપરેટ કરવા માટે કોઈ પાયલટની જરૂર નથી. તેને બનાવ્યું છે અમેરિકન એરોસ્પેસ સ્ટાર્ટઅપ એવમ નામની કંપનીએ. ત્યારે આ અત્યાધુનિક ડ્રોન કેવું છે અને તેની શું વિશષેતા છે તેના વિશે જાણીએ. 

અમેરિકા સરકાર સાથે કરોડોની ડીલ: 
એવમ (Aevum) નામની કંપનીએ આ ડ્રોનનું નામ રાખ્યું છે RAVN-X. તેને કંપનીએ યૂએસ સ્પેસ ફોર્સ માટે બનાવ્યું છે. તેના દ્વારા નાના સેટેલાઈટ્સ અંતરિક્ષમાં લોન્ચ કરી શકાય તેમ છે. કંપનીએ અમેરિકી મિલિટરી માટે ત્યાંની સરકાર સાથે 1 બિલિયન ડોલર એટલે 7304 કરોડની ડીલ કરી છે. 

Image preview

મિસાઈલ અને પક્ષીના આકારથી પ્રેરણા મળી: 
એવમ (Aevum) કંપનીના સીઈઓ જે સ્કાઈલ્સ કહે છે કે RAVN-X ડ્રોનથી રિમોટ સેન્સિંગ સેટેલાઈટ્સને લોન્ચ કરી શકાય છે. સ્પેસ સાયન્ટીસ્ટ તેનો ભરપૂર ઉપયોગ કરી શકે છે. RAVN-X ડ્રોન કોઈપણ એરપોર્ટના રન-વે પરથી ઉડાન ભરી શકે છે. તે મિસાઈલ અને પક્ષીના આકારથી પ્રેરિત થઈને બનાવવામાં આવ્યું છે.  

લોન્ચપેડની જરૂર રહેતી નથી: 
RAVN-X ડ્રોનની ઉંચાઈ 18 ફૂટ છે. તેમાં વિંગસ્પેન 60 ફૂટ છે અને લંબાઈ 80 ફૂટ છે. આ દુનિયાનું સૌથી મોટું અનમેન્ડ એરિયલ વ્હીકલ છે. તેનાથી રોકેટ કે સેટેલાઈટ લોન્ચ કરવા માટે કોઈપણ પ્રકારના લોન્ચપેડ બનાવવાની જરૂરિયાત નથી. 

100થી 500 કિલોગ્રામ સુધીના સેટેલાઈટ રાખી શકાશે: 
RAVN-X ડ્રોનની નીચે એક નાનું રોકેટ જોડાયેલું રહે છે. આ ડ્રોન વાયુમંડળની ઉપર સુધી જઈ શકે છે. તેના પછી ત્યાંથી રોકેટ લોન્ચ થશે. તે રોકેટમાં 100થી 500 કિલોગ્રામ સુધીના સેટેલાઈટ રાખી શકાય છે. તેના પછી રોકેટ સેટેલાઈટને તેની નક્કી કરેલી કક્ષા સુધી પહોંચાડી દેશે. 

Image preview

અમેરિકી મિલિટરીની તાકાત વધશે: 
RAVN-X ડ્રોનની વિશેષતાને જોતાં અમેરિકન સ્પેસ ફોર્સે એવમ (Aevum) કંપનીને ASLON-45 મિશન અંતર્ગત નાના સેટેલાઈટ્સ છોડવાની અનુમતિ આપી છે. ASLON-45 મિશનમાં અમેરિકી મિલિટરી પોતાના નાના સેટેલાઈટ્સ લોન્ચ કરશે. સ્પેસ એન્ડ મિસાઈલ સિસ્ટમ્સ સેન્ટર્સના સ્મોલ લોન્ચ એન્ડ ટારગેટ્સ ડિવિઝનના પ્રમુખ લેફ્ટનન્ટ કર્નલ રાયન રોઝ જણાવે છે કે આ પ્રકારની ટેકનોલોજી દ્વારા અમેરિકા ભવિષ્યમાં આવનારા જોખમથી બચી શકે છે. તેના માટે જ અમેરિકા સ્પેસ ફોર્સ બનાવવામાં આવ્યું છે. 

પેગાસસ પણ મોકલે છે સેટેલાઈટ્સ: 
RAVN-X ડ્રોન નાના સેટેલાઈટ્સને અંતરિક્ષમાં મોકલનારું પહેલું કેરિયર નહીં હોય. તે પહેલાં નોર્થરોપ ગ્રુમેન કંપનીના પેગાસસે 1990થી અત્યાર સુધી અનેકવખત નાના સેટેલાઈટ્સ અંતરિક્ષમાં મોકલી શક્યું છે. વર્જિન ઓર્બિટનો પહેલો પ્રયાસ નિષ્ફળ ગયા પછી તેને નાસા તરફથી 10 ક્યૂબસેટ લોન્ચ કરવાની અનુમતિ મળી છે. પરંતુ  આ વિમાનોને પાયલટ ઓપરેટ કરે છે. જ્યારે RAVN-X ડ્રોનમાં પાયલટની જરૂરિયાત નથી. 

સેટેલાઈટ લોન્ચ કરવાનો ખર્ચ ઘટશે: 
એવમ (Aevum) કંપની હાલ 100 RAVN-X ડ્રોન બનાવી રહી છે. આ ડ્રોન દ્વારા સેટેલાઈટ લોન્ચ કરવાના ખર્ચમાં ઘટાડો થશે. સારી વાત એ છે કે RAVN-X ડ્રોન પોતાનું કામ પૂરું કર્યા પછી પાછું આવી જશે. પહેલા સેટેલાઈટ લોન્ચ કર્યા પછી રોકેટ ખરાબ થઈ જતા હતા. જોકે હવે સ્પેસએક્સ એવા રોકેટ બનાવી રહ્યું છે, જે પાછા આવી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news