કરતારપુર કોરિડોર પર આતંકનો ઓછાયો, પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ચાલે છે આતંકી કેમ્પ 

ઈન્ટેલિજન્સ એજન્સીઓને પાકિસ્તાન(Pakistan)ના પંજાબ (Punjab) પ્રાંતના નારોવાલ જિલ્લામાં આતંકી ટ્રેનિંગ ગતિવિધિઓની સૂચના મળી છે.

કરતારપુર કોરિડોર પર આતંકનો ઓછાયો, પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ચાલે છે આતંકી કેમ્પ 

નવી દિલ્હી: ઈન્ટેલિજન્સ એજન્સીઓને પાકિસ્તાન(Pakistan)ના પંજાબ (Punjab) પ્રાંતના નારોવાલ જિલ્લામાં આતંકી ટ્રેનિંગ ગતિવિધિઓની સૂચના મળી છે. અત્રે જણાવવાનું કે સરહદી જિલ્લા નારોવાલમાં જ કરતારપુર સાહિબ (Kartarpur Sahib) ગુરુદ્વારા આવેલું છે. 

ગુપ્તચર એજન્સીઓના સૂત્રોએ કહ્યું કે આતંકવાદ તાલિમ શીબીર પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુરીદકે, શકરગઢ અને નારોવાલમાં આવેલા છે. અહીં પુરુષો અને મહિલાઓ તાલીમ લઈ રહ્યાં છે. ઈખલાસપુર અને શકુરગઢમાં આતંકવાદીઓની અવરજવર અંગે ઈનપુટ સમયાંતરે મળતા રહે છે. 

9 નવેમ્બરથી કરતારપુર કોરિડોરનું ઉદ્ધાટન થઈ રહ્યું છે. જે ભારતના પંજાબ પ્રાંતના ગુરુદાસપુર જિલ્લામાં આવેલા ડેરા બાબા નાનક સાહિબને કરતારપુર સાહિબ ગુરુદ્વારા સાથે જોડશે. કોરિડોર સવારથી લઈને સાંજ સુધી ખુલ્લો રહેશે અને સવારે તીર્થયાત્રા કરનારા તીર્થયાત્રીઓએ તે જ દિવસે પાછા ફરવું પડશે. કોરિડોર આખુ વર્ષ સંચાલિત રહેશે. ફક્ત અધિસૂચિત દિવસોને છોડીને...જેની સૂચના વચ્ચે વચ્ચે આપતી આપવામાં આવશે. 

જુઓ LIVE TV

9 નવેમ્બરે ઈમરાન ખાન પાકિસ્તાનના પંજાબ પ્રાંતના નરોવાલ જિલ્લામાં આવેલા કરતારપુર કોરિડોરનું ઉદ્ધાટન કરશે. ભારતીય સરહદની બિલકુલ પાસે આવેલા કરતારપુર સાહિબ ગુરુદ્વારા સુધી શ્રદ્ધાળુઓ આ કોરિડોર દ્વારા જઈ શકશે. આ બાજુ પીએમ નરેન્દ્ર મોદી પણ 9 નવેમ્બરના રોજ કરતારપુર કોરિડોરનું ઉદ્ધાટન કરશે. તેઓ ભારત તરફથી બનાવવામાં આવેલા નવા ટર્મિનલ પર થનારા કાર્યક્રમમાં સામેલ થશે. 

નોંધનીય છે કે કરતારપુર સાહિબ ગુરુદ્વારા પાકિસ્તાનના પંજાબ પ્રાંતના નારોવાલ જિલ્લામાં આવેલું છે. જે ડેરા બાબા નાનકની નજીકની સરહદથી માત્ર 4.5 કિમીના અંતરે છે. આ ગુરુદ્વારા શીખો માટે ખુબ પવિત્ર છે. કારણ કે ગુરુ નાનક દેવે પોતાના જીવનના 18 વર્ષ અને અંતિમ સમય અહીં વીતાવ્યાં હતાં. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news