અફઘાનિસ્તાનમાં વધી રહ્યું છે તાલિબાનનું જોર, ત્રીજા સૌથી મોટા શહેર હેરાત પર કબજો જમાવ્યો

અફઘાનિસ્તાન (Afghanistan) માં હાલાત સુધરવાની જગ્યાએ બગડી રહ્યા છે. તાલિબાનના  આતંકીઓ રાજધાની કાબુલ નજીક પહોંચી ગયા છે.

અફઘાનિસ્તાનમાં વધી રહ્યું છે તાલિબાનનું જોર, ત્રીજા સૌથી મોટા શહેર હેરાત પર કબજો જમાવ્યો

નવી દિલ્હી: અફઘાનિસ્તાન (Afghanistan) માં હાલાત સુધરવાની જગ્યાએ બગડી રહ્યા છે. તાલિબાનના  આતંકીઓ રાજધાની કાબુલ નજીક પહોંચી ગયા છે. તાજી જાણકારી મુજબ તાલિબાને રાજધાની કાબુલ પાસે વ્યુહાત્મક દ્રષ્ટિથી ખુબ જ મહત્વના એવા ગજની પર કબ્જો જમાવ્યો અને હવે હેરાત ઉપર પણ કબજો જમાવ્યો છે. હેરાત અફઘાનિસ્તાનનું ત્રીજુ સૌથી મોટું શહેર છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ અફઘાનિસ્તાનની સિક્યુરિટી ફોર્સિસ અને પ્રશાસન કબજાવાળા સ્થાનથી પાછળ હટી ચૂક્યા છે. 

અફઘાનિસ્તાનથી અમેરિકી સૈનાની વાપસીને હજુ ગણતરીના અઠવાડિયા થયા છે અને આટલા ઓછા સમયમાં તાલિબાને હાહાકાર મચાવી દીધો છે. એવો દાવો થઈ રહ્યો છે કે તાલિબાને અફઘાનિસ્તાનના 60 ટકાથી વધુ હિસ્સાને પોતાના નિયંત્રણમાં લઈ લીધો છે. 

ન્યૂઝ એજન્સી એપીના અહેવાલ મુજબ ગજની કાબુલથી 130 કિમી દૂર છે. અહીં તાલિબાનના આતંકીઓએ ઈસ્લામિક નિશાનવાળા શ્વેત ઝંડા લહેરાવ્યા છે. તાલિબાન તરફથી કેટલાક ઓનલાઈન વીડિયો અને તસવીરો શેર કરાઈ છે જેમાં તેના આતંકીઓ ગજની પ્રાંતની રાજધાની ગજનીમાં જોવા મળે છે. ગજની પર તાલિબાનનો કબજો અફઘાનિસ્તાન માટે મોટો ઝટકો છે. કાબુલ-કંધારને જોડનારો હાઈવે ગજનીમાંથી પસાર થાય છે. જેના કારણે કાબુલ દક્ષિણી પ્રાંતો સાથે જોડાયેલું રહે છે. 

— ANI (@ANI) August 12, 2021

અફઘાનિસ્તાન સરકાર માટે પડકાર માત્ર તાલિબાનના આતંકીઓ નથી પરંતુ હવે પોતાના નાગરિકોને રહેવા માટે યોગ્ય વ્યવસ્થા, તેમની સુરક્ષા પણ પડકાર છે. યુદ્ધના કારણે વિસ્થાપિત થયેલા હજારો લોકો કાબુલ ભાગ્યા છે અને ખુલ્લા સ્થળો અને પાર્કમાં રહે છે. 

અમેરિકાએ કહ્યું-પોતે જાતે કરે પોતાનો બચાવ અફઘાન
અમેરિકાએ તો હવે સ્પષ્ટપણે કહી દીધુ છે કે તાલિબાનના આતંક છતાં તેનો સેના વાપસીનો નિર્ણય બદલાવવાનો નથી. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને નિવેદનમાં પહેલા જ કહી દીધુ કે અફઘાનિસ્તાને પોતે જ તાલિબાન વિરુદ્ધ લડત લડવી પડશે. જો કે અમેરિકી એરફોર્સ એર સ્ટ્રાઈક્સ કરીને અફઘાનિસ્તાનની મદદ કરતી રહેશે. બાઈડેન પ્રશાસને પોતાના નિવેદનમાં કહ્યું હતું કે અફઘાન રાષ્ટ્રીય દળોની પાસે તાલિબાન વિરુદ્ધ જવાબી કાર્યવાહી માટે ક્ષમતા અને હથિયાર છે. એ પણ કહેવાયું કે અમેરિકાએ બે દાયકાઓ સુધી અફઘાનિસ્તાનની રાષ્ટ્રીય સેનાને ટ્રેનિંગ આપી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news