તાઈવાનની તે 'વન્ડર વુમન' જે ચીનને આપે છે ટક્કર, જેનાથી ડર છે જિનપિંગ પણ!
Taiwan President Tsai Ing-wen: સાઈ ઇંગ વેન તે મહિલા નેતા છે, જેમણે દુનિયાના શક્તિશાલી દેશ ચીનની ઊંઘ ઉડાવી દીધી છે. તમને જણાવી દઈએ કે, સાઈ ઇંગ વેનનો જન્મ 31 ઓગસ્ટ 1956 માં થયો હતો અને તે 2016 થી તાઈવાનના રાષ્ટ્રપતિ છે.
Trending Photos
Taiwan President Tsai Ing-wen: છેલ્લા કેટલાક દિવસોથી તાઈવાન ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. કારણ છે ચીન સાથે દુશ્મની. તાઈવાન અને ચીનનો વિવાદ આજનો નથી. તાઈવાન દેશ પોતાને આઝાદ માને છે અને ચીનનો દાવો છે કે તે તેમના ક્ષેત્રનો ભાગ છે. એવામાં અમેરિકાથી નૈંસી પેલોસીએ આવીને ફરી એકવાર ચર્ચાઓનું બજાર ગરમ કર્યું છે. પેલોસીએ તાઈવાનના રાષ્ટ્રપતિ સાઈ ઇંગ વેન સાથે ગત બુધવારે મુલાકાત પણ કરી. આવો જાણીએ કોણ છે તાઈવાનની તે સ્ટ્રોન્ગ વુમન જેણે ચીન સાથા સીધી દુશ્મની લીધી છે.
ચીનથી ખુલ્લો મુકાબલો
સાઈ ઇંગ વેન તે મહિલા નેતા છે, જેમણે દુનિયાના શક્તિશાલી દેશ ચીનની ઊંઘ ઉડાવી દીધી છે. તમને જણાવી દઈએ કે, સાઈ ઇંગ વેનનો જન્મ 31 ઓગસ્ટ 1956 માં થયો હતો અને તે 2016 થી તાઈવાનના રાષ્ટ્રપતિ છે. ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટીની સાઈ ઇંગ વેન તાઈવાનની પહેલી મહિલા રાષ્ટ્રપતિ પણ છે. સાથે તેઓ 2020 થી ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટીની અધ્યક્ષ પણ છે. આ પહેલા પણ તે 2008 થી 2012 અને 2014 થી 2018 સુધી પાર્ટીના અધ્યક્ષ રહ્યા છે.
સાઈ ઇંગ વેનનો અભ્યાસ
સાઈ ઇંગ વેનના અભ્યાસની વાત કરીએ તો લો અને ઇકોમોમિક્સનો અભ્યાસ કર્યો છે. તેમણે સ્નાતક સુધી તાઈવાનમાં અભ્યાસ કર્યો. ત્યારબાદ તેમણે અમેરિકામાંથી લોમાં માસ્ટર ડિગ્રી અને બ્રિટેનની લંડન સ્કૂલ ઓફ ઇકોમોમિક્સમાં PhD કરી છે. વર્ષ 1984 માં તેઓ અભ્યાસ પૂર્ણ કરી તાઈવાન પાછા ફર્યા હતા. 1990 સુધી તેઓ યુનિવર્સિટીમાં શિક્ષક રહ્યા હતા.
રાજકીય જીવનની શરૂઆત
વર્ષ 1993 સાઈ ઇંગ વેનના જીવનનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો. 1993 માં જ સાઈને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન સાથે વાતચીક કરવા માટે તાઈવાનના નેગોશિએટર નિયુક્ત કરવામાં આવ્યા હતા. 2000 માં તે તાઈવાનના રાષ્ટ્રપતિ ચેન શુઇ-બિયાનના કાર્યકાળમાં પહેલી વખત મંત્રી બન્યા. જોકે, તેમણે ત્યાં સુધી તેમણે કોઈ રાજકીય પાર્ટી જોઈન કરી ન હતી. સાઈ ઇંગ વેન 2004 માં ડીપીપી સાથે જોડાયા. ત્યારબાદ તે રાજકીય રીતે સક્રિય થયા. તેમની પાર્ટી જ્યારે વિપક્ષમાં હતી, ત્યારે તે પાર્ટીના અધ્યક્ષ પણ બન્યા. 2012 માં તેઓ રાષ્ટ્રપતિ ચૂંટણી લડ્યા હતા. જોકે, ત્યારે તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. 2016 માં સાઈ ઇંગ વેનને રાષ્ટ્રપતિ ચૂંટણીમાં પ્રચંડ બહુમત મળી. તેઓ તાઈવાનની પહેલી મહિલા રાષ્ટ્રપતિ બની.
ચીન સામે ઘુંટણીયા નહીં ટેકે સાઈ ઇંગ વેન
2020 ની ચૂંટણીમાં જીતમાં ચીન સામેનું તેમના વલણે મહત્વની ભૂમિકા ભજવી હતી. સાઈ ઇંગ વેન હંમેશા તાઈવાનની ઓળખ પર ભાર આપતી રહી છે. ચીન સતત તાઈવાનને ધમકી આપતું રહ્યું છે. એટલું જ નહીં ચીની ફાઈટર વિમાન પણ ઘણી વખત તાઈવાનના એર ડિફેન્સ ક્ષેત્રમાં આવતા રહ્યા છે. પરંતુ તેમ છતાં ચીનને ઘણી વખત સ્પષ્ટ સંદેશ આપી ચૂકી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે