સીરિયાઈ રાષ્ટ્રપતિ અસદનું 500 મીટર ઉપરથી વિમાન ક્રેશ! રાષ્ટ્રપતિ દેશ છોડીને ભાગ્યા, લોકોએ મનાવ્યો જશ્ન

Bashar al-Assad Plane Crash: સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલી અસદને લઈ જઈ રહેલું વિમાન ક્રેશ થઈ ગયું છે. સૂત્રો અનુસાર વિમાન 500 મીટર ઉપરથી  ક્રેશ થયું, તેનાથી પહેલા રડારથી ગાયબ થઈ ગયું હતું.

સીરિયાઈ રાષ્ટ્રપતિ અસદનું 500 મીટર ઉપરથી વિમાન ક્રેશ! રાષ્ટ્રપતિ દેશ છોડીને ભાગ્યા, લોકોએ મનાવ્યો જશ્ન

Syrian Civil War: સીરિયામાં ચાલી રહેલા ગૃહ યુદ્ધ વચ્ચે મોટા સમાચાર મળી રહ્યા છે. વિદ્રોહીઓએ સીરિયાની રાજધાની દમિશ્ક પર કબજો કરી લીધો છે. દરમિયાન, દેશ છોડીને ભાગી રહેલા રાષ્ટ્રપતિ બશર અલી અસદના વિમાન દુર્ઘટનાના અહેવાલો છે. અસદનો પરિવાર પહેલેથી જ દેશ છોડીને ભાગી ગયો હતો. આ પછી રાષ્ટ્રપતિ અસદ સીરિયાથી ભાગી રહ્યા હતા અને તેમનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. રાષ્ટ્રપતિનું વિમાન ટેકઓફના થોડા સમય બાદ રડારથી ગાયબ થઈ ગયું અને પછી ક્રેશ થઈ ગયું.

વિપક્ષને શાંતિપૂર્ણ રીતે સત્તા સોંપવા માટે તૈયાર
સીરિયાના વડાપ્રધાન મોહમ્મદ ગાઝી અલ-જલાલીએ કહ્યું છે કે તેઓ શાંતિપૂર્ણ રીતે વિપક્ષને સત્તા સોંપવા માટે તૈયાર છે. જલાલીએ કહ્યું છે કે, "હું મારા ઘરે છું અને ક્યાંય ગયો નથી અને આ એટલા માટે છે કારણ કે હું મારા દેશને પ્રેમ કરું છું." તેમણે એમ પણ કહ્યું કે તેઓ સવારે કામ માટે તેમની ઓફિસ જશે. સાથે તેમણે સીરિયાઈ નાગરિકોને સાર્વજનિક સંપત્તિને નુકસાન ન પહોંચાડવા અપીલ કરી છે. પ્રધાનમંત્રીએ જોકે રાષ્ટ્રપતિ બશર અલ અસદે દેશ છોડવાના સમાચાર પર કોઈ પ્રતિક્રિયા આપી ન હતી.

તમને જણાવી દઈએ  કે વિદ્રોહિયોએ સીરિયાની રાજધાની દમિશ્ક પર કબજો કરી લીધો છે. વિદ્રોહી  રાજધાનીની અંદર સુધી ઘૂસી ગયા છે અને ઘણા વિસ્તારોમાં ગોળીબારના અવાજો સંભળાઈ રહ્યા છે. તેની સાથે સીરિયામાં તખ્તાપલટની કોશિશના અહેવાલો આવવા લાગ્યા હતા. તેના પહેલા તેમણે હોમ્સ, અલેપ્પો સહિત દેશના ઘણા મુખ્ય શહેરો પર કબજો કરી લીધો હતો. વિદ્રોહીઓએ  આ દરમિયાન જશ્ન પણ મનાવ્યો હતો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news