તુર્કીમાં મળી આવી અજીબોગરીબ બકરી, ખોપડીની વચ્ચે છે આંખો

તુર્કીમાં મળી આવી અજીબોગરીબ બકરી, ખોપડીની વચ્ચે છે આંખો

નવી દિલ્લીઃ તુર્કીમાં એક અજીબોગરીબ બકરી મળી આવી છે. જેની આંખો ખોપડીની વચ્ચે આવેલી છે. બકરીના માલિક અહેમત કરતલે જણાવ્યું કે તેઓ છેલ્લા 25 વર્ષથી પ્રાણીઓનો ઉછેર કરે છે. પરંતુ આવું પ્રાણી ક્યારેય નથી જોયું. જેની આંખો તેના માથાના મધ્ય ભાગમાં આવેલી છે. અહેમત કરતલે કહ્યું કે, જ્યારે તેમને ખબર પડી કે એક બકરીનો જન્મ થયો છે, ત્યારે તેઓ સ્થળ પર પહોંચ્યા. પરંતુ બકરીને જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. બકરીની આંખો ખોપડીની બરાબર મધ્યમાં હતી. તેમણે કહ્યું કે, બકરીને જોયા બાદ એવું લાગ્યું કે તે સાયક્લોપ્સ છે. જેને ગ્રીક પૌરાણિક કથાઓમાં એક ભયંકર પ્રાણી તરીકે વર્ણવવામાં આવ્યું છે.
બકરા ઉછેરવાનો ઈન્કાર કર્યો-
બકરીના માલિકે કહ્યું કે, જે પણ આ વિચિત્ર બકરીને જુએ છે તે દંગ રહી જાય છે. કરતલે કહ્યું કે તે આ બકરીને પાળી શકે તેમ નથી. તે ઈચ્છે છે કે કોઈ આ બકરીને દત્તક લઈ લે.
સબોસેફલીનાં કારણે વચ્ચોવચ આવેલી છે આંખો-
હતાય મુસ્તફા કમાલ યુનિવર્સિટીના પ્રોફેસર અહેમદે જણાવ્યું હતું કે સેબોસેફલીના કારણે બકરીની ખોપરીમાં વચ્ચોવચ આંખો આવી છે. તબીબી વિસંગતતાને કારણે, તેની બે આંખો એકમાં ભળી ગઈ છે. તેમણે કહ્યું કે સબોસેફલીમાં દરેક આંખ અલગ ઓર્બિટલ સોકેટમાં હોતી નથી. આવા કિસ્સામાં, નાકમાં ફેરફાર પણ થાય છે. નાક ચપટુ અને નસકોરા એક જ હોય છે. કાન પણ અન્ય પ્રાણીઓની જેમ સામાન્ય નથી હોતા. જ્યારે નીચલા જડબા મોટા હોય છે. આ વિસંગતતા મનુષ્ય અને પ્રાણીઓ બંનેમાં થઈ શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news