Viral Video: જબરી છે આ 'થપ્પડમાર કબડ્ડી', લાફા મારી મારીને સામેવાળા ખેલાડીનું મોઢું સુજાડી દે

Watch Viral Video: આપણા પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ લોકો ખેલકૂદના શોખીન છે. ત્યાંના ખેલોની યાદીમાં એક એવી પણ ગેમ છે જે તેના અજીબોગરીબ નિયમોને લીધે ચર્ચામાં રહે છે. 

Viral Video: જબરી છે આ 'થપ્પડમાર કબડ્ડી', લાફા મારી મારીને સામેવાળા ખેલાડીનું મોઢું સુજાડી દે

આપણે ભાત ભાતની રમતો જોતા હોઈએ છીએ. દરેક જગ્યાની પણ એક ખાસમખાસ રમત હોય છે. કોઈ ખેલમાં શારીરિક મહેનતને પ્રોત્સાહન અપાય છે તો કોઈ ખેલમાં દિમાગની વધુ જરૂર હોય છે. જે પ્રકારે આપણા દેશમાં અલગ અલગ પ્રકારની રમતો રમાય છે એ જ રીતે આપણા પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ લોકો ખેલકૂદના શોખીન છે. ત્યાંના ખેલોની યાદીમાં એક એવી પણ ગેમ છે જે તેના અજીબોગરીબ નિયમોને લીધે ચર્ચામાં રહે છે. 

આપણા દેશમાં જે રીતે કબડ્ડી રમાય છે તે જ રીતે પાકિસ્તાનમાં પણ કબડ્ડી રમાય છે. પરંતુ આપણા દેશમાં રમાતી કબડ્ડી કરતા ત્યાંની આ રમત થોડી અલગ રીતે પણ રમાય છે. પાકિસ્તાનમાં થપ્પડ મારી મારીને કબડ્ડી રમાય છે. જેને સ્લેપ કબડ્ડી કહેવામાં આવે છે અને જ્યારે પણ તેની તસવીરો કે વીડિયો ઈન્ટરનેટ પર જોવા મળે છે ત્યારે લોકો હાસ્ય રોકી શકતા નથી. જો કે પાડોશી દેશમાં આ ખેલ ખુબ ગંભીરતાથી રમાય છે અને કાયદેસર રીતે તેની સ્પર્ધા યોજાય છે. 

લાફામાર કબ્બડી
થપ્પડ કબ્બડી નામથી જાણીતા આ ખેલને ખાસ કરીને પાકિસ્તાનના પંજાબ વિસ્તારમાં લોકો રમતા હોય છે. તેમાં બે ખેલાડી હોય છે. જે એક બીજાને થપ્પડ મારતા રહે છે. દરેક થપ્પડ પર ખેલાડીને પોઈન્ટ મળે છે. નિયમ એ છે કે થપ્પડ ખેલાડીની કમરથી ઉપર જ પડવો જોઈએ. તેની નીચે થપ્પડ પડે તો ડિસ્ક્વોલિફાય કરી શકાય છે. હા તેમાં બંને ખેલાડી એક બીજાને મુક્કા મારી શકે નહીં. તેની કોઈ ટાઈમ લિમિટ હોતી નથી. જ્યાં સુધી ખેલાડી હાર ન માની લે ત્યાં સુધી રમત ચાલે. જો કોઈના થપ્પડથી ખેલાડી ઘાયલ થાય તો મેચથી તેને હટાવી દેવાશે. તેને ચાંટા કબ્બડી કે તમાચેદાર કબ્બડી પણ કહે છે. 

— Woman of Wonder (@WonderW97800751) June 29, 2023

વાયરલ થઈ ચૂક્યો છે વીડિયો
સોશિયલ મીડિયા પર આ અજીબોગરીબ  કબડ્ડીનો વીડિયો પણ અનેકવાર વાયરલ થયેલો છે. લોકોને  ખબર નથી હોતી કે આ ગેમને શું કહે છે. પરંતુ તેને જોવાની પસંદ કરે છે. આમ તો પાકિસ્તાનની વાત કરીએ તો ત્યાંના લોકોને સામાન્યની જગ્યાએ આવી થપ્પડ મારતી કબડ્ડી વધુ પસંદ હોય છે. ભારતીય લોકોની કબડ્ડી આના કરતા બિલકુલ અલગ હોય છે. પાકિસ્તાનની આ કબડ્ડીમાં ફક્ત બે લોકો હોય છે, ટીમ નહીં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news