કપલે માત્ર એક જ મિનિટ માટે કર્યું આ કામ અને બિલ આવી ગયું સીધુ 19 હજાર કરોડ રૂપિયાનું, જાણો શું છે મામલો
Trending Photos
એક યુવા કપલને એનર્જી બિલ મળ્યા બાદ એવો જોરદાર ઝટકો લાગ્યો કે જાણે આંખે અંધારા આવી ગયા. તેમણે સવારે ફક્ત એક મિનિટ માટે એક એવું કામ કર્યું કે તેના માટે તેમને 1.9 બિલિયન પાઉન્ડ (19,146 કરોડ રૂપિયા) નું બિલ આવી ગયું. 22 વર્ષના કપલ સેમ મોટ્રમ અને મેડી રોબર્ટસનને ત્યારે એકદમ આઘાત લાગ્યો જ્યારે તેમણે પોતાના શેલ એનર્જી એપ પર આ ભારે ભરખમ બિલ જોયું.
કપલનો દાવો છે કે તેમણે ફક્ત એક મિનિટ માટે આ ગેસ યૂઝ કર્યો હતો જે બદલ તેમને આ ભારે બિલ આવી ગયું. જ્યારે આ ખબર એક યૂઝરે વાંચી તો તેમણે કહ્યું કે જો અમને આવી જાણકારી મળત તો અમને તો હાર્ટ એટેક આવી જાત. જાણો આખરે શું છે આ મામલો....
અચાનક ગેસનું બિલ કેવી રીતે આટલું બધુ આવ્યું?
ઈંગ્લેન્ડમાં હર્ટસના હાર્પેડેનમાં રહેતું કપલ સામાન્ય રીતે વીજળી પર લગભગ 1300 પાઉન્ડ વાર્ષિક (1 લાખ 30 હજારથી વધુ) ખર્ચ કરે છે. ધ સનમાં છપાયેલા ખબર મુજબ સેમે કહ્યું કે મેડીએ વિચાર્યું કે તેને ખોટું બિલ મળ્યું છે. તેણે વિચાર્યું કે હું બેવકૂફ બની રહ્યો છું. અમને આ જોઈને હસવું પણ આવી ગયું. મને મારા ફોન પર સૂચના મળી જેમા લખ્યું હતું કે મારે મારા ઓટો ડિટેક્ટ ડેબિટ કાર્ડને અપડેટ કરવાની જરૂર છે. ત્યારબાદ મને થોડું વિચિત્ર લાગ્યું. મને ખબર હતી કે ભાવ વધી રહ્યા હતા પરંતુ મે આટલું નહતું વિચાર્યું.
કપલની ફરિયાદ બાદ આ વાત જાણવા મળી
સદનસીબે કપલ પાસે એટલી રકમ ન હતી નહીં તો પૈસા ઓટો ડિડક્ટ થઈ જાત. આ મામલો જ્યારે આગળ વધ્યો ત્યારે શેલ એનર્જીએ તેમને આશ્વાસન આપ્યું કે આ એક ટેક્નિકલ ખામી છે. આ રકમ યુકેમાં ગેસ અને વીજળી પર કુલ ઘરેલુ ખર્ચ £12.1 બિલિયનના 15 ટકા છે.
શેલ એનર્જીએ આપ્યું આ નિવેદન
શેલ એનર્જીના એક પ્રવક્તાએ કહ્યું કે આ અમારી એપમાં એક ખામી હતી જેણે ગ્રાહકોની એક નાની સંખ્યાને પ્રભાવિત કરી અને અમે સેમ અને મેડી પાસે દુનિયાના ગેસની આપૂર્તિ માટે ચૂકવણી કરવાની આશા રાખતા નથી. એક જ એપ ખામીવાળા કોઈ પણ ગ્રાહકને આશ્વસ્ત કરી શકાય છે કે તેની તેમના ડાઈરેક્ટ ડેબિટ ચૂકવણી પર કોઈ અસર પડશે નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે