પત્નીને હનીમૂન પર સરપ્રાઈઝ આપવું ભારે પડ્યું, બીજા દિવસે પતિ જાગ્યો તો શોધવા લાગ્યો પ્રાઈવેટ પાર્ટ

કેનેડામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. નવપરિણીત યુવકને તેની પત્નીને સરપ્રાઈઝ આપવી ભારે પડી ગઈ છે. વાત જાણે એમ હતી કે સરપ્રાઈઝ આપવાના ચક્કરમાં તેના હાથમાં જ વિસ્ફોટ થઈ ગયો.

પત્નીને હનીમૂન પર સરપ્રાઈઝ આપવું ભારે પડ્યું, બીજા દિવસે પતિ જાગ્યો તો શોધવા લાગ્યો પ્રાઈવેટ પાર્ટ

કેનેડામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. નવપરિણીત યુવકને તેની પત્નીને સરપ્રાઈઝ આપવી ભારે પડી ગઈ છે. વાત જાણે એમ હતી કે સરપ્રાઈઝ આપવાના ચક્કરમાં તેના હાથમાં જ વિસ્ફોટ થઈ ગયો. જેના કારણે હાલત એવી થઈ ગઈ કે તેનો એક હાથ સુદ્ધા કાપવો પડ્યો અને તેણે સાત મહિના સુધી હોસ્પિટલમાં રહેવું પડ્યું. મળતી માહિતી મુજબ કેનેડામાં 23 વર્ષના લેવી (Levi) ના 24 વર્ષને એમી સાથે લગ્ન થયા. લગ્નના પાંચ દિવસ બાદ તેઓ હનીમૂન પર ગયા હતા. 

આ દરમિયાન તેમના પરિવારના સભ્યો પણ તેમની સાથે હતા. લેવીએ પત્નીને સરપ્રાઈઝ આપવા માટે એક ફટાકડો તૈયાર કર્યો જેને આગ લગાવીને પાણીમાં ફેંકવાનો હતો. પાણીમાં પડ્યા બાદ 60 સેકન્ડ પછી તે વિસ્ફોટ કરત અને તેનાથી પાણીની સપાટીથી અનેક ફૂટ ઊંચો ફૂવારો બની જાત. લેવીના જણાવ્યાં મુજબ ફટાકડો બનાવવામાં તેનાથી ભૂલ થઈ ગઈ. દુકાન બંધ હોવાના કારણે તે કેટલાક ભાગ લઈ શક્યો નહીં અને પાણીમાં ફેંકતા પહેલા જ ફટાકડો ફાટ્યો. 

14 દિવસ આઈસીયુમાં રહેવું પડ્યું
લેવીના જણાવ્યાં મુજબ અકસ્માત બાદ તેને હોશ નહતા. તેને બસ એટલું જ યાદ છે કે તેને કશું સંભળાતું નહતું અને તેના હાથ પગમાં કઈ મહેસૂસ થતું નહતું અને તે લોહીથી લથપથ પડ્યો હતો. લેવી ગંભીર હાલતમાં હોસ્પિટલ પહોંચ્યો તો  ખબર  પડી કે તેના કાનના બંને પડદા ફાટી ચૂક્યા છે. એક આંખથી તેને દેખાતું બંધ થઈ ગયું અને તેના એક હાથના ચીથડા ઉડી ગયા હતા. બીજા દિવસે જ્યારે તેને થોડું ભાન આવ્યું તો મહેસૂસ થયું કે તેનો એક હાથ નથી, ત્યારબાદ તે પોતનો પ્રાઈવેટ પાર્ટ શોધવા લાગ્યો. તેણે મજાકમાં પત્નીને પૂછ્યું કે તેનો પ્રાઈવેટ પાર્ટ તો બરાબર છે ને. ડોક્ટરોના જણાવ્યાં મુજબ લેવીના આખા શરીરમાં ઘા થયા હતા. જેના કારણે 14 દિવસ સુધી આઈસીયુ અને લગભગ સાત મહિના સુધી હોસ્પિટલમાં રહેવું પડ્યું. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ એક વર્ષ સુધી તે ઘરમાં રહ્યો. 

હવે છે મોટીવેશનલ સ્પીકર
લેવી હજુ પણ સપ્તાહમાં ત્રણ દિવસ રિહેબમાં વિતાવે છે. તેના લગ્ન 2015માં થયા હતા અને હવે તેમના બે  બાળકો છે. તેનો એક હાથ પ્રોસ્થેટિક છે અને તે હવે મોટિવેશનલ સ્પીકર બની ગયો છે. પોતાના લેક્ચરમાં તે જણાવે છે કે તેણે પોતાના મગજમાં ફક્ત એ જ વાત વિચારી હતી કે તેના જીવનમાં જે થવાનું હતું તે થઈ ચૂક્યું છે, આટલું થયા બાદ પણ ઈશ્વરે તેને જીવતો રાખ્યો છે અને તેને આ એક નવી જિંદગી મળી છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news