સૌર ઉર્જા પર ચાલશે આ સેમી સેટેલાઈટ ડ્રોન, જુઓ આ ડ્રોનની ખાસ વિશેષતા
સાઉથ ચાઈના મોર્નિગ પોસ્ટના રિપોર્ટ પ્રમાણે આ ડ્રોને 3 સપ્ટેમ્બર સાંજે 5.50 કલાકે શાંક્સી પ્રાંતના એરપોર્ટથી ઉડાન ભરી અને 26 મિનિટ સુધી હવામાં રહ્યા પછી 6 કલાક અને 16 મિનિટે સુરક્ષિત લેન્ડિંગ કર્યુ હતું.
Trending Photos
બીજિંગ: ચીને એક એવું ડ્રોન તૈયાર કર્યુ છે જે સૌર ઉર્જાથી ચાલે છે. હાલમાં જ ચીને સૌર ઉર્જાથી ચાલતા પોતાના ખાસ ડ્રોનનું એક સફળ પરીક્ષણ કર્યુ છે. આ ડ્રોનના સફળ પરીક્ષણ પછી આ ડ્રોનની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. સાઉથ ચાઈના મોર્નિગ પોસ્ટના રિપોર્ટ પ્રમાણે આ ડ્રોને 3 સપ્ટેમ્બર સાંજે 5.50 કલાકે શાંક્સી પ્રાંતના એરપોર્ટથી ઉડાન ભરી અને 26 મિનિટ સુધી હવામાં રહ્યા પછી 6 કલાક અને 16 મિનિટે સુરક્ષિત લેન્ડિંગ કર્યુ હતું.
ડ્રોનનું શું નામ છે?
કહેવામાં આવી રહ્યું છે કે આ ડ્રોનનું નામ મોર્નિંગ સ્ટાર 50 કે કીમિંગક્સિંગ-50 હોઈ શકે છે. આ ડ્રોનની પાંખો 164 ફૂટ લાંબી છે. અને આખું મશીન સોલાર પેનલ પર જ ચાલે છે. જો તેની ઉંચાઈની વાત કરીએ તો તે 20 કિલોમીટરથી વધારે ઉંચાઈ સુધી ઉડાન ભરી શકે છે. તેની વધારે ઉંચાઈ 100 ફૂટ સુધી જ થઈ શકે છે. આટલી વધારે ઉંચાઈ હોવાના કારણે તેને સેમી સેટેલાઈટ તરીકે સરળતાથી કામમાં લઈ શકાય. જણાવવામાં આવી રહ્યું છે કે જો વાદળ ન હોય તો તે ઘણા સમય સુધી કામ કરી શકે છે. તેને કેટલાક મહિનાઓ સુધી નહીં પરંતુ અનેક વર્ષો સુધી કામ કરી શકાય છે. અનેક વર્ષો સુધી સતત કામ કરવાની ખાસ ક્ષમતાના કારણે તેને ચીન એક શક્તિના રૂપમાં જોઈ રહ્યું છે.
શું કામમાં આવશે સેમી સેટેલાઈટ ડ્રોન
આ એક અનમેન્ડ એરિયલ વ્હીકલ છે. જેને યૂએવીના નામથી ઓળખવામાં આવે છે. તેનો અનેક વિષમ પરિસ્થિતિઓમાં ઉપયોગ કરી શકાય છે. આ ડ્રોનની મદદથી લાંબા વ્યૂ માટે લઈ શકાય છે. જો તેને દેખરેખ માટે ઉપયોગ કરવામાં આવે તો દરિયાની પાર પણ નજર રાખી શકાય છે. અને લાંબા સમય સુધી કામ કરવાની ખાસ વિશેષતાના કારણે તે ઘણું ખાસ બની જાય છે.
અમેરિકાએ પણ આ ટેકનોલોજી પર કર્યુ છે કામ
ચીન ઉપરાંત અમેરિકા પણ આ ટેકનોલોજી પર કામ કરી રહ્યું છે. અમેરિકાએ પહેલા એવું ડ્રોન તૈયાર કર્યુ હતું જેનું નામ Airbus Zephyr S હતું અને તે 42 દિવસ સુધી હવામાં ઉડતું રહ્યું હતું. હવે ચીનનું આ સેમી સેટેલાઈટ ડ્રોન અમેરિકાના ડ્રોન પર ભારી પડી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે