YouTuber સંદીપ મહેશ્વરી, શ્વેતાભ ગંગવાર અને પ્રખર ગુપ્તા બાજ્યા, ઇન્ટરનેટ પર હંગામો

યૂટ્યૂબની દુનિયાના ત્રણ મોટા ઇંંફ્લ્યુન્સર (youtube influencer ) અંદરો-અંદર બાખડ્યા છે. તેમાંથી કેટલાક ના નામ તમે જાણતા હશો, આ સમગ્ર કોન્ટ્રોવર્સીમાં સંદીપ મહેશ્વરી, શ્વેતાંભ ગંગવાર અને પ્રખર ગુપ્તા સામેલ છે. 

YouTuber સંદીપ મહેશ્વરી, શ્વેતાભ ગંગવાર અને પ્રખર ગુપ્તા બાજ્યા, ઇન્ટરનેટ પર હંગામો

એક તરફ દુનિયા રશિયા-યૂક્રેનના સમાચારોથી કંટાળી ગઇ છે. ત્યારે યૂટ્યૂબની દુનિયામાં કંઇક અલગ જ યુદ્ધ શરૂ થયું હતું. યૂટ્યૂબ પર એક ટ્રેંડ ચાલી રહ્યો છે  #saveshwetabhgangwar. આ હૈશટેગ સાથે યૂટ્યૂબ પર લગભગ 2 હજાર યૂટ્યૂબ ચેનલોએ 28 સોથી વધુ વીડિયો બનાવી દીધા છે.  અને આ બધુ કેમ થયું? કારણ કે યૂટ્યૂબની દુનિયાના ત્રણ મોટા ઇંંફ્લ્યુન્સર (youtube influencer ) અંદરો-અંદર બાખડ્યા છે. તેમાંથી કેટલાક ના નામ તમે જાણતા હશો, આ સમગ્ર કોન્ટ્રોવર્સીમાં સંદીપ મહેશ્વરી, શ્વેતાંભ ગંગવાર અને પ્રખર ગુપ્તા સામેલ છે. 

વિવાદ ક્યાંથી શરૂ થયો?
સંદીપ મહેશ્વરી, મોટિવેશનલ સ્પીકર તરીકે ઓળખાય છે. યૂટ્યૂબ પર તેમના 2 કરોડથી વધુ ફોલોવર્સ છે. 26 એપ્રિલના રોજ પોતાના એક વીડિયોમાં તે ઓડિયન્સના પ્રશ્નોના જવાબ આપી રહ્યા હતા. આ દરમિયાન સંદીપ કહે છે કે આ દુનિયામાં કયા લોકો છે જે પ્રોબ્લમ ક્રિએટર છે. તે જે કરોડો ભગવાનોને માને છે? શું તે પરસ્પર લડે છે? અથવા તે જે કહે છે કે એક જ ભગવાન છે આ દુનિયામાં અને બાકી બધુ ખોટું છે. તો એક કોન્સેપ્ટ છે જે કહે છે કે દુનિયામાં એક જ ભગવાન છે. જે તેને માને છે તે પોતાના છે જે નથી તે પારકા છે. 

સંદીપના આ વીડિયો પર વધુ એક યૂટ્યૂબર શ્વેતાભ ગંગવારે રિએક્શન વીડિયો કર્યો. 28 એપ્રિલના રોજ રિએક્શન વીડિયો એટલે કે સંદીપના વીડિયોને પ્લે કરીને શ્વેતાભ તેના પર સાથે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા હતા. આ દરમિયાન શ્વેતાભ, સંદીપની પોતાના અને પારકાવાળી વાત પર કહે છે, ભાઇ (સંદીપ) અત્યારે કાફીર (પારકાની જગ્યા) કહેવાના હતા. 

જોકે સંદીપના કોમેન્ટને શ્વેતાભ સાંપ્રદાયિક ગણાવી રહ્યા છે. ત્યારબાદ સંદીપ મહેશ્વરી યૂટ્યૂબ કોમ્યુનિટી પર શ્વેતાભ માટે પોસ્ટ લખે છે. સંદીપ કહે છે કે તેમની વાતોનો સંદર્ભ એવો ન હતો જેમ શ્વેતાભ બતાવી રહ્યા છે. ત્યારબાદ કહેવામાં આવે છે કે શ્વેતાભ અને સંદીપની વચ્ચે વાતચીત થઇ જાય છે અને શ્વેતાભ, સંદીપનો વીડિયો પર બનાવેલા પોતાના રિએક્શન વીડિયોને ડિલીટ કરી દે છે. અને વિવાદનો અંત આવે છે. 

પ્રખર ગુપ્તા કૂદી પડ્યા
પછી પ્રખર ગુપ્તાની એન્ટ્રી થઇ. શ્વેતાભે વીડિયો ડિલીટ કરી દીધો, પરંતુ આ ડિલીટેડ વિડીયો પર પ્રખર એક રિએક્શન વીડિયો બનાવે છે. 4 મેના રોજ આ વીડિયોમાં આમ તો પ્રખર કોઇને ખરું ખોટું કહેતો નથી પરંતુ વીડિયો વાયરલ થઇ જાય છે. 

હવે કહેવામાં આવી રહ્યું છે કે આ રાતે શ્વેતાભ તરફથી પ્રખરને ઘણા મેસેજ જાય છે કે સંદીપ મહેશ્વરી ઇચ્છે છે કે તે પોતાના વીડિયોને ડિલીટ કરી દે. પહેલાં તો પ્રખરે આમ કરવાની ના પાડી દીધી. ત્યારબાદ 5 મેના રોજ સંદીપ મહેશ્વરી કોમ્યુનિટી પર વધુ એક પોસ્ટ લખે છે. સંદીપ, પ્રખર પર નારાજગી વ્યક્ત કરે છે. સંદીપની પોસ્ટ બાદ તે દિવસે પ્રખર પોતાનો વીડિયો ડિલીટ કરી દે છે. જોકે પછી સંદીપ પોતાની કોમ્યુનિટી પોસ્ટ ડિલીટ કરી દે છે. 

ત્યારબાદ પ્રખર બીજા દિવસે કોમ્યુનિટી પોસ્ટ લખે છે. પ્રખર પોતાની પોસ્ટમાં તમામ વિડીયો વિશે લખે છે અને સોરી પણ લખે છે. પ્રખરની પોસ્ટ બાદ સંદીપ વધુ એક પોસ્ટ લખે છે. પરંતુ સંદીપની નારાજગી હજુ પણ રહે છે. સંદીપ 10 મેના રોજ વધુ એક કોમ્યુનિટી પોસ્ટ લખે છે. સંદીપ નારાજગી વ્યક્ત કરે છે. જોકે પછી તે પોસ્ટ પણ ડિલીટ કરી દે છે. ત્યારબાદ 12 મેના રોજ સંદીપ ફરી એક કોમ્યુનિટી પોસ્ટ લખે છે અને પછી તેને ડિલીટ કરી દે છે. આ દરમિયાન વધુ એક યૂટ્યૂબર Peepoy લડાઇમાં કૂદી પડે છે. હવે આ વીડિયોમાં સંદી મહેશ્વરી તરફથી કોમેન્ટ કરે છે. 

ત્યારબાદ પ્રખર ખુલીને સામે આવે છે. પ્રખરે આ વખતે એક ડેડીકેટેડ વીડિયો બનાવ્યો આ સમગ્ર કોન્ટ્રોવર્સી અને સંદીપ મહેશ્વરી પર. પ્રખરે પોતાનો પક્ષ રજૂ કર્યો અને સંદીપ મહેશ્વરીને ખરી ખોટી સંભળાવી. પ્રખરના આ વીડિયોને સારી રીચ મળી. સારા વ્યૂ પણ મળ્યા. અને એક બેટલ શરૂ થઇ ગઇ, સંદીપ મહેશ્વરી Vs પ્રખર ગુપ્તા. 

આ વિવાદ વચ્ચે પ્રખર પોતાની યૂટ્યૂબ ચેનલ પર એક વીડિયો અપલોડ કરે છે કે જેમાં તે ભારતનો ઝંડો ઓઢેલો જોવા મળે છે અને સાથે કથિત રીતે શૈંપન પી રહ્યા હોય છે. રિપોર્ટ્સના અનુસાર આ વીડિયોના આધારે સંદીપ મહેશ્વરી, પ્રખરને એક લીગલ નોટીસ મોકલે છે. 

પરંતુ તેના સંદીપ મહેશ્વરી Vs પ્રખર ગુપ્તા વચ્ચે એકવાર ફરીથી શ્વેતાભની એન્ટ્રી થાય છે. શ્વેતાભે એક નવો વીડિયો બનાવ્યો. તેમણે આરોપ લગાવ્યો કે પ્રખરે તેમની અને પોતાની પ્રાઇવેટ ચેટને તેમની પ્રમિશન વિના પોતાના વીડિયોમાં ઉપયોગ કરી છે. 

ત્યારબાદ આ ત્રણેય યૂટ્યૂબર્સે એકબીજા પર આરોપ લગાવતાં વીડિયો બનાવ્યો. સંદીપ અને શ્વેતાભ, પ્રખર પર આરોપ લગાવી રહ્યા છે અને પ્રખર આ બંનેને ટાર્ગેટ કરી રહ્યો હતો. અને પચેહે આખરે પ્રખર 2 કરોડનો માનહાનિનો દાવો ફટકારે છે. પ્રખર આ કેસ સંદીપ, શ્વેતાભ અને પીપોય વિરૂદ્ધ કરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news