SCO Summit : ઈમરાન ખાનની સામે જ મોદીએ કહ્યું, "આતંકનો સફાયો જરૂરી"
કિર્ગીસ્તાનની રાજધાની બિશ્કેકમાં ચાલી રહેલી શાંઘાઈ સહયોગ સંગઠનની શિખર પરિષદના બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું, જેમાં તેમણે આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો
Trending Photos
બિશ્કેકઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણીમાં પ્રચંડ વિજય પછી પોતાના બીજા વિદેશ પ્રવાસે અને પ્રથમ વખત બહુપક્ષીય સંમેલનમાં ભાગ લેવા માટે કિર્ગીસ્તાનની રાજધાની પહોંચ્યા છે. અહીં શાંઘાઈ સહયોગ સંગઠનની શિખર પરિષદનું બે દિવસીય આયોજન છે. આજે બીજા દિવસે શિખર પરિષદમાં ભાગ લેવા આવેલા વિવિધ નેતાઓના સંબોધનની શરૂઆત થઈ હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો. મોદી આતંકવાદ મુદ્દે બોલતા હતા ત્યારે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન તેમની સામે જ બેઠા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિન્દીમાં સંબોધન કર્યું હતું. તેમણે સંબોધનમાં આતંકવાદનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે, "આતંકવાદ સામે માનવતાવાદી શક્તીઓએ હાથ મિલાવાની જરૂર છે. વિશ્વમાં આતંકથી મુક્ત સમાજનું નિર્માણ કરવું જરૂરી બની ગયું છે. આતંકવાદને સમર્થન અને આર્થિક સહાયતા આપતા રાષ્ટ્રોને તેના માટે જવાબદાર ઠેરવવા જોઈએ."
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, "આધુનિક સમયમાં કનેક્ટિવિટી અત્યંત જરૂરી છે. વિવિધ દેશોના નાગરિકો વચ્ચે પણ સંપર્ક હોવો અનિવાર્ય છે. ભારતની વેબસાઈટ પર રશિયાના ટૂરિઝમની માહિતી પણ જોવા મળશે."
મોદીએ કહ્યું કે, "એસસીઓ વિસ્તારમાં સ્થિરતા અને સુરક્ષા એક મહત્વનું કારક છે. અમારી વિઝા સેવાઓ મોટાભાગના SCO દેશો માટે ઉપલબ્ધ છે. એસસીઓ દેશોના પ્રવાસીઓ માટે ભારતમાં એક વિશેષ હેલ્પલાઈન પણ કાર્યરત છે. અફઘાનિસ્તાનના લોકો સાથે મળીને અમે આગળ વધીશું."
આ સાથે જ મોદીએ જણાવ્યું કે, "વૈશ્વિક અર્થતંત્ર માટે બહુપક્ષીય વ્યાપાર પ્રણાનીની જરૂર છે. જળવાયુ પરિવર્તનનો સામનો કરવા માટે પણ ભારત પ્રતિબદ્ધ છે."
જૂઓ LIVE TV...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે