Russia Ukraine War: અચાનક ભારતનો ઉલ્લેખ કરીને પુતિને પશ્ચિમી દેશોની ઝાટકણી કાઢી, જાણો શું કહ્યું?
Russia Ukraine Conflict: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને તણાવ જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે તેમ વધી રહ્યો છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને શુક્રવારે યુક્રેનના ચાર વિસ્તારોનો રશિયામાં વિલય થવાની અધિકૃત જાહેરાત કરી. આ દરમિયાન તેમણે દેશમાં ભેળવેલા નવા વિસ્તારોના લોકોને ભરોસો અપાવ્યો કે હવે તેઓ રશિયાના નાગરિક છે અને તેમની સુરક્ષાની જવાબદારી રશિયાની છે. રાષ્ટ્રને કરેલા સંબોધનમાં તેમણે એકવાર ફરીથી અમેરિકા સહિત અન્ય પશ્ચિમી દેશો પર આકરા પ્રહાર કર્યા.
Trending Photos
Russia Ukraine Conflict: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને તણાવ જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે તેમ વધી રહ્યો છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને શુક્રવારે યુક્રેનના ચાર વિસ્તારોનો રશિયામાં વિલય થવાની અધિકૃત જાહેરાત કરી. આ દરમિયાન તેમણે દેશમાં ભેળવેલા નવા વિસ્તારોના લોકોને ભરોસો અપાવ્યો કે હવે તેઓ રશિયાના નાગરિક છે અને તેમની સુરક્ષાની જવાબદારી રશિયાની છે. રાષ્ટ્રને કરેલા સંબોધનમાં તેમણે એકવાર ફરીથી અમેરિકા સહિત અન્ય પશ્ચિમી દેશો પર આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે પશ્ચિમી દેશોએ પહેલા ભારતને લૂંટ્યું અને હવે તેમની નજર રશિયા પર છે. પશ્ચિમી દેશ રશિયા વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યા છે.
ભારતની જેમ અમારા પર છે નજર
રશિયાના રાષ્ટ્રપતિએ કહ્યું કે 'પશ્ચિમી દેશો રશિયાને ઉપનિવેશ (વસાહત વસાવવી) બનાવવા માંગે છે. તેમણે જે રીતે ભારતને લૂંટ્યું છે તે જ રીતે તેઓ રશિયાને પણ લૂંટવા માંગે છે. પરંતુ અમે અમારી જાતને કોલોની બનવા દીધી નથી.' પુતિને એ વાતનો પણ ઈન્કાર કર્યો કે રશિયા ફરીથી સોવિયેત સંઘ બનાવવાની કોશિશ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે 'અમે ભૂતકાળને પાછો લાવવા માંગતા નથી અને રશિયાને હવે તેની જરૂર નથી.' તેમણે કહ્યું કે 'સોવિયેત સંઘના વિઘટન બાદ પશ્ચિમી દેશો ઈચ્છતા હતા કે અમે ખતમ થઈ જઈએ પરંતુ રશિયા ફરીથી ઊભું થયું.'
ડોનબાસના લોકો હવે રશિયાના નાગરિક
વ્લાદિમિર પુતિન યુક્રેનના ચાર વિસ્તારો (લુહાંસ્ક, જાપોરિજ્જિયા, ખેરસન અને દોનેત્સક)ના રશિયામાં વિલય પર ઘણું બધુ બોલ્યા. તેમણે કહ્યું કે 'ડોનબાસના લોકો 8 વર્ષ સુધી નરસંહાર, ગોળાબારી, અને નાકાબંધ ઝેલતા રહ્યા. પરંતુ હવે તેમને તેનાથી આઝાદી મળી ગઈ છે. જનમત સંગ્રહ દરમિયાન ખેરસોન અને જાપોરિજ્જિયામાં અધિકારીઓએ ચૂંટણી પંચમાં કામ કરનારી મહિલા શાળા શિક્ષિકાઓને નિશાન બનાવવાની ધમકી આપી. હું કીવના ઓફિસરો અને પશ્ચિમ દેશોમાં બેઠેલા તેમના આકાઓને જણાવવા માંગુ છું કે હવે ડોનબાસના લોકો રશિયાના નાગરિક બની રહ્યા છે. તેમની સુરક્ષાની જવાબદારી અમારી છે.'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે