યુદ્ધ સમાપ્ત કરવા ઈચ્છે છે રશિયા? પુતિને વાતચીત માટે યુક્રેન સામે રાખી 3 માંગ
વ્લાદિમીર પુતિનનું કહેવુ છે કે યુક્રેનની રાજધાની કીવ અને અન્ય મોટા શહેરો પર હવાઈ હુમવાના સમાચાર એક મોટો દુષ્પ્રચાર છે. તેમણે કહ્યું કે, જો તમની માંગ સ્વીકારવામાં આવે તો તે વાતચીત માટે તૈયાર છે.
Trending Photos
મોસ્કોઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને લાગી રહ્યુ હતુ કે 3-4 દિવસમાં તેની સેના યુક્રેન પર કબજો કરી લેશે, પરંતુ યુક્રેનની મજબૂત સેનાએ પુતિનનું સપનું પૂરુ થવા દીધું નહીં. યુદ્ધનો આજે નવમો દિવસ છે અને રશિયાને કોઈ મોટી સફળતા મળી નથી. આ કારણે હવે પુતિન વાતચીતનો સંકેત આપી રહ્યાં છે. રશિયાના રાષ્ટ્રપતિએ યુક્રેનના શહેરો પર બોમ્બમારાના આરોપોથી ઇનકાર કર્યો છે. સાથે તેમણે કહ્યું કે, જો તેમની માંગ સ્વીકારી લેવામાં આવે તો તે વાતચીત કરવા માટે તૈયાર છે.
તમામ પક્ષોની સાથે વાર્તા માટે તૈયાર
રશિયાના રાષ્ટ્રપતિ કાર્યાલય ક્રેમલિને કહ્યુ છે કે યુક્રેનના શહેરો પર બોમ્બ હુમલાના સમાચાર ખોટા છે. પુતિનનું આ નિવેદન જર્મન ચાન્સલર ઓલાફ સોલ્ઝની સાથે વાતચીત બાદ આવ્યું છે. પુતિને કહ્યુ કે યુક્રેનની રાજધાની કિવ અને અન્ય મોટા શહેરો પર હવાઈ હુમલાના સમાચાર એક મોટો દુષ્પ્રચાર છે. તેમણે કહ્યું કે, યુક્રેન પર વાતચીત ત્યારે સંભવ છે, જ્યારે તેમની માંગ માની લેવામાં આવે. ક્રેમલિન અનુસાર રાષ્ટ્રપતિએ તે વાતની પુષ્ટિ કરી છે કે રશિયા માટે યુક્રેની પક્ષ અને અન્ય તમામની સાથે વાર્તાનો વિકલ્પ ખુલો છે, પરંતુ શરત છે કે રશિયાની તમામ માંગોને માની લેવામાં આવે.
આ પણ વાંચોઃ નાટો પર ઝેલેન્સ્કીનો હુમલો, કહ્યું- તમે રશિયાના હાથ ખોલી દીધા, યુક્રેનમાં નો-ફ્લાય ઝોનની કરી હતી માંગ
પુતિને આ ત્રણ શરતોનો કર્યો ઉલ્લેખ
રશિયાની માંગોમાં યુક્રેન તટસ્થ અને બિન પરમાણુ દેશ હોવો, તેના દ્વારા ક્રીમિયાને રશિયાનો ભાગ માનવો અને પૂર્વી યુક્રેનના અલગાવવાદી ક્ષેત્રોની સંપ્રભુતા સામેલ છે. રશિયા તરફથી ત્રીજા તબક્કાની વાર્તાને લઈને આશા જાહેર કરવામાં આવી હતી. સાથે તે આશા વ્યક્ત કરવામાં આવી હતી કે યુક્રેનની સરકાર તાર્કિક અને સકારાત્મક વલણ દાખવશે. કિવના વાર્તાકારો અનુસાર બંને પક્ષ વચ્ચે આગામી રાઉન્ડની વાર્તા વીકેન્ડમાં થવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે યુક્રેન અને રશિયા વચ્ચે અત્યાર સુધી બે તબક્કાની વાતચીત થઈ ચુકી છે, પરંતુ તેમાં કોઈ પરિણામ નિકળ્યું નથી.
યુક્રેન પર રશિયાના હુમલાના નવ દિવસ પસાર થઈ ગયા છે. રશિયાની સેના દ્વારા યુક્રેન પર હુમલો કરી અને ઝડપથી કિવ પર કબજો કરવાની રણનીતિ સફળ થઈ રહી નથી. રશિયાની સેના તરફથી સતત યુક્રેનના મોટા શહેરોને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. આ જંગમાં અત્યાર સુધી મોટી સંખ્યામાં સામાન્ય નાગરિકોના મોત થયા છે. પરંતુ રશિયાનું કહેવું છે કે તેણે નાગરિકોને નિશા બનાવી ગોળીબારી કરી નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે