Russia-Ukraine War Live Update: યુક્રેનની રાજધાની કીવમાં ઘૂસી રશિયન સેના, રક્ષા મંત્રાલયે વીડિયો બહાર પાડ્યો

Russia-Ukraine War 9th Day Live Update: રશિયા અને યુક્રેન વચ્ચે સતત 9 દિવસથી યુદ્ધ ચાલુ છે. રશિયાના સૈન્ય અભિયાનથી યુક્રેનમાં ચારેબાજુ તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. હુમલા બાદ હાલાત દિન પ્રતિદિન બદતર થઈ રહ્યા છે.

Russia-Ukraine War Live Update: યુક્રેનની રાજધાની કીવમાં ઘૂસી રશિયન સેના, રક્ષા મંત્રાલયે વીડિયો બહાર પાડ્યો

Russia-Ukraine War 9th Day Live Update: રશિયા અને યુક્રેન વચ્ચે સતત 9 દિવસથી યુદ્ધ ચાલુ છે. રશિયાના સૈન્ય અભિયાનથી યુક્રેનમાં ચારેબાજુ તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. હુમલા બાદ હાલાત દિન પ્રતિદિન બદતર થઈ રહ્યા છે. આ બધા વચ્ચે યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને બહાર કાઢવા માટે સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની પળેપળની અપડેટ્સ.....

યુક્રેનની રાજધાની કીવમાં ઘૂસી રશિયાની સેના
યુક્રેનની રાજધાની કીવમાં રશિયાની સેનાની એન્ટ્રી થઈ ગઈ છે. રશિયાના રક્ષા મંત્રાલયે આ દાવો કર્યો છે અને તે અંગે વીડિયો પણ બહાર પાડ્યો છે. વીડિયોમાં રશિયાના ટેંક જોવા મળી રહ્યા છે. રશિયાના આ દાવા બાદ એ નક્કી છે કે કીવ પર કબજાને લડાઈ તેજ થઈ શકે છે. રશિયાનું કહેવું છે કે કીવના બહારના વિસ્તારમાં રશિયાની સેનાની એન્ટ્રી થઈ ગઈ છે. 

— Zee News (@ZeeNews) March 4, 2022

સાઉદીના ક્રાઉન પ્રિન્સે મધ્યસ્થતાની ઓફર મૂકી
સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને રશિયા અને યુક્રેન વચ્ચે મધ્યસ્થતાની ઓફર રજૂ કરી છે. અત્રે જણાવવાનું કે રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 9 દિવસથી યુદ્ધ ચાલુ છે અને રશિયાના સૈન્ય અભિયાનથી યુક્રેનનો ખુડદો બોલાઈ ગયો છે. 

Russia-Ukraine War Live Update: सऊदी के क्राउन प्रिंस की पेशकश, रूस-यूक्रेन के बीच मध्यस्थता का दिया ऑफर

પ્લાન્ટ પર રશિયન સેનાનો કબજો
યુક્રેનમાં Zaporizhzhia ન્યૂક્લિયર પ્લાન્ટ પર હવે રશિયાની સેનાનો કબજો થઈ ગયો છે. આ અગાઉ રશિયન સેનાએ તેના પર બોમ્બમારો કર્યો હતો. ત્યારબાદ પ્લાન્ટના પરિસરમાંથી ધૂમાડાના ગોટેગોટા ઉડતા હતા. જેના કારણે રેડિએશન ફેલાવવાનો ડર પેદા થયો હતો. અમેરિકા સહિત દેશોએ ચિંતા પણ વ્યક્ત કરી હતી. યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કીએ કહ્યું હતું કે  જો પરમાણુ વિસ્ફોટ થશે તો સમગ્ર યુરોપ ખતમ થઈ જશે. 

પાવર યુનિટની તાજા સ્થિતિ શું છે
પાવર યુનિટ 1માં રિપેરિંગ ચાલુ છે. જ્યારે યુનિટ 2 અને 3ને ગ્રિડથી અલગ કરી દેવાયા છે. જેથી કરીને ન્યૂક્લિયર પ્લાન્ટનું કૂલિંગ થઈ શકે. પાવર યુનિટ 4 કામ કરે છે, જ્યારે 4 અને 6માં કૂલિંગ ચાલુ છે. 

યુક્રેનની સ્થિતિ પર પીએમની બેઠક
યુક્રેનની સ્થિતિ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રિવ્યૂ બેઠક કરી રહ્યા છે. અત્રે જણાવવાનું કે યુક્રેનથી ભારતીયોને સુરક્ષિત કાઢવા માટે ઓપરેશન ગંગા ચલાવવામાં આવી રહ્યું છે. યુદ્ધમાં ભારતે તટસ્થ સ્ટેન્ડ અપનાવેલું છે. 
 

— ANI (@ANI) March 4, 2022

યુક્રેનના ન્યૂક્લિયર પ્લાન્ટમાં ધડાકો થયો તો યૂરોપનો અંત નિશ્ચિત
યુક્રેનના Zaporizhzhia Nuclear Power Plant પર હુમલા બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ન્યૂક્લિયર પ્લાન્ટમાં ધડાકો થયો તો યૂરોપનો અંત નિશ્ચિત છે. યૂરોપે હવે જાગવું જોઈએ. 

જો બાઈડેને રશિયાને કરી અપીલ
યુક્રેનના ન્યૂક્લિયર પ્લાન્ટ પર રશિયન મિસાઈલના હુમલા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને પોતાના યુક્રેની સમકક્ષ બોલોદિમિર જેલન્સ્કી સાથે ફોન પર વાત કરી. બંને નેતાઓ વચ્ચે સૈન્ય, આર્થિક અને માનવીય સહાયતા ઉપર પણ વાત થઈ. ન્યૂઝ એજન્સી એએફપીના જણાવ્યાં મુજબ જો બાઈડેને રશિયાને યુક્રેનના ન્યૂક્લિયર પ્લાન્ટ પર ઈમરજન્સી રાહત પહોંચાડનારાઓને મંજૂરી આપવાનો આગ્રહ કર્યો છે. 

કીવમાં એક  ભારતીય વિદ્યાર્થીને ગોળી વાગી
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી વી કે સિંહે પોલેન્ડમાં જણાવ્યું કે આજે એવા સમાચાર મળ્યા છે કે કીવથી આવી રહેલા એક વિદ્યાર્થીને ગોળી વાગી અને તેને અધવચ્ચે જ પાછો કીવ લઈ જવામાં આવ્યો. અમે ઓછામાં ઓછા નુકસાનમાં વધુમાં વધુ લોકોને બહાર કાઢવાની કોશિશ કરી રહ્યા છીએ. 

— ANI (@ANI) March 4, 2022

Zaporizhzhia Nuclear Power Plant માં આગનો વીડિયો
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્સ્કીના કાર્યાલયના પ્રમુખ સલાહકારે Zaporizhzhia Nuclear Power Plant માં લાગેલી આગનો એક વીડિયો શેર કર્યો છે. 

— ANI (@ANI) March 4, 2022

IAEA ના ડાઈરેક્ટર જનરલે યુક્રેનના પીએમ સાથે કરી વાત
આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી (IAEA) ના ડાઈરેક્ટર જનરલ રાફેલ મારિયાનો ગ્રોસીએ યુક્રેનના પ્રધાનમંત્રી ડેનિસ શ્યામગલ અને યુક્રેની પરમાણુ નિયામક અને ઓપરેટર સાથે વાત કરી છે. તેમણે રશિયાને બળ પ્રયોગ રોકવાની અપીલ કરી અને રિએક્ટરોથી ટકારવવા બદલ ગંભીર જોખમની ચેતવણી પણ આપી. 

Zaporizhzhia ન્યૂક્લિયર પાવર પ્લાન્ટમાં આગ
રશિયાના હુમલા વચ્ચે યુક્રેનના Zaporizhzhia Nuclear Power Plant માં આગ લાગી છે. યુક્રેનના વિદેશમંત્રી દિમિત્રો કુલેબાએ આગ લાગવાની ખબરની પુષ્ટિ કરી છે અને કહ્યું કે રશિયન સેના યુરોપના સૌથી મોટા ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ ઝાપોરીઝઝયા એનપીપી પર ચારેબાજુથી ફાયરિંગ કરી રહી છે. 

યુદ્ધનો નવમો દિવસ
રશિયા અને યુક્રેન વચ્ચે સતત 9 દિવસથી યુદ્ધ ચાલુ છે. રશિયાના સૈન્ય અભિયાનથી યુક્રેનમાં તબાહી મચી ગઈ છે. હુમલા બાદ સ્થિતિ સતત બગડી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news