Russia School Shooting: રશિયાની શાળામાં અંધાધૂંધ ફાયરિંગ, 5 બાળકો સહિત 9 લોકોના મોત
Gun Attack At Russian School: મધ્ય રશિયાની ઈઝેવ્સ્ક (Izhevsk) શહેરની એક શાળામાં ફાયરિંગમાં 5 બાળકો સહિત ઓછામાં ઓછા 9 લોકોના મોત થયા છે. એએફપીના જણાવ્યાં મુજબ રશિયાની તપાસ સમિતિએ ટેલિગ્રામ પર એક નિવેદનમાં કહ્યું કે આ અપરાધના કારણે 9 લોકોના મોત થયા. જેમાં શૈક્ષણિક સંસ્થાનના બે સુરક્ષા ગાર્ડ અને બે શિક્ષકોની સાથે પાંચ સગીરો પણ સામેલ છે.
Trending Photos
Gun Attack At Russian School: મધ્ય રશિયાની ઈઝેવ્સ્ક (Izhevsk) શહેરની એક શાળામાં ફાયરિંગમાં 5 બાળકો સહિત ઓછામાં ઓછા 9 લોકોના મોત થયા છે. એએફપીના જણાવ્યાં મુજબ રશિયાની તપાસ સમિતિએ ટેલિગ્રામ પર એક નિવેદનમાં કહ્યું કે આ અપરાધના કારણે 9 લોકોના મોત થયા. જેમાં શૈક્ષણિક સંસ્થાનના બે સુરક્ષા ગાર્ડ અને બે શિક્ષકોની સાથે પાંચ સગીરો પણ સામેલ છે. તેમણે જણાવ્યું કે હુમલાખોરે અંધાધૂંધ ફાયરિંગ કરીને પોતે 'આત્મહત્યા' કરી લીધી.
અત્રે જણાવવાનું કે સવારે એક બંદૂકધારીએ શાળા પર હુમલો કર્યો હતો. ઉદમૂર્તિયા વિસ્તારના ગવર્નર અલેક્ઝેન્દ્ર બ્રોચાલોવે એક વીડિયો જારી કરીને કહ્યું કે અજાણ્યો હુમલાખોર વિસ્તારની રાજધાની ઈઝેવસ્ક સ્થિત એક શાળામાં ઘૂસ્યો, તેણે એક સુરક્ષાકર્મી અને ત્યાં હાજર કેટલાક બાળકોની હત્યા કરી નાખી. તેમણે કહ્યું કે પીડિતોમાં બાળકો સામેલ છે. લોકો ઘાયલ પણ થયા છે. હુમલો જે શાળામાં થયો તેમાં પહેલા ધોરણથી લઈને 11 ધોરણ સુધીના વિદ્યાર્થીઓ ભણે છે. ગવર્નર અને સ્થાનિક પોલીસનું કહેવું છે કે બંદૂકધારીએ પોતાને પણ ગોળી મારી લીધી.
હુમલાખોર વિશે હાલ કોઈ જાણકારી નથી
અધિકારીએ જણાવ્યું કે શાળાને ખાલી કરાવી લેવાઈ છે. વિસ્તારને ચારેબાજુથી ઘેરી લેવાયો છે. આ અંગે હાલ કોઈ જાણકારી અપાઈ નથી. હુમલાખોર કોણ હતો અને તેનો શું હેતુ હતો તે અંગે કોઈ માહિતી બહાર આવી નથી. ઈઝેવસ્કમાં 6,40,000 લોકો રહે છે. અહીં મોસ્કોની નજીક 960 કિલોમીટર પૂર્વમાં, મધ્ય રશિયાના ઉરાલ પર્વતીય ક્ષેત્રના પશ્ચિમમાં આવેલું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે