રસ્તાઓ પર આગ... આકાશમાંથી મિસાઇલનો વરસાદ... નવા વર્ષ પર યુક્રેનમાં તબાહી મચાવી રહ્યું છે રશિયા

રશિયાએ નવા વર્ષ પહેલા યુક્રેન પર મિસાઇલ હુમલો શરૂ કરી દીધો છે. ગુરૂવારે યુક્રેન પર રશિયા તરફથી આશરે 100 મિસાઇલ છોડવામાં આવી. રાજધાની કીવ અને આસપાસના વિસ્તારમાં તબાહી જોવા મળી રહી છે. 

રસ્તાઓ પર આગ... આકાશમાંથી મિસાઇલનો વરસાદ... નવા વર્ષ પર યુક્રેનમાં તબાહી મચાવી રહ્યું છે રશિયા

કીવઃ યુક્રેન તરફથી રશિયાને હાલમાં 10 સૂત્રીય શાંતિ યોજનાની રજૂઆત કરવામાં આવી હતી, જેને ક્રેમલિને નકારી દીધી હતી. એટલું જ નહીં રશિયાએ નવા વર્ષ પહેલા એકવાર ફરી યુક્રેન પર મિસાઇલોનો વરસાદ શરૂ કરી દીધો ચે. ગુરૂવારે યુક્રેન પર રશિયા તરફથી આશરે 100 મિસાઇલ હુમલા કરવામાં આવ્યા. તેના કારણે રાજધાની કીવ અને આસપાસના વિસ્તારોમાં તબાહી જોઈ શકાય છે. તો રસ્તાઓ પર ઉભેલા વાહન સળગી રહ્યાં છે અને ઘણી ઈમારતોને નુકસાન પહોંચ્યું છે. આજે સવારે રશિયાએ મિસાઇલ હુમલો શરૂ કર્યો હતો. 

રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીના સલાહકાર ઓલેક્સી અરેસ્ટોવિચે ફેસબુક પર તેની જાણકારી આપતા લખ્યું- એક મોટો હવાઈ હુમલો થયો છે. 100થી વધુ મિસાઇલ હુમલા કરવામાં આવ્યા છે. રોયટર્સ અને સ્થાનીક મીડિયાના રિપોર્ટ પ્રમાણે કીવ, ઝિતોમિર અને ઓડેસા સહિત ઘણા શહેરોમાં ઘમાકાનો અવાજ સંભળાયો છે. ઓડેસા અને નિપ્રોપેત્રોવસ્કમાં લાઇટ બંધ કરી દેવામાં આવી છે, જે વધુ નુકસાન પહોંચે નહીં. રશિયાનો આ હુમલો તેવા સમયે થયો છે, જ્યારે તેના તરફથી યુક્રેનના શાંતિ પ્રસ્તાવને નકારી દેવામાં આવ્યો હતો. 

મોસ્કો તરફથી સતત તે કહેવામાં આવી રહ્યું છે કે યુક્રેન તેના તરફથી સામેલ કરવામાં આવેલા વિસ્તારને રશિયન ક્ષેત્ર તરીકે માન્યતા પ્રદાન કરે. તો યુક્રેન તેનો વિરોધ કરી રહ્યું છે. હાલમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ 10 સૂત્રીય શાંતિ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તે હેઠળ તેમણે રશિયાથી યુક્રેનની અખંડતાનો સ્વીકાર કરવાની અપીલ કરી હતી. યુક્રેન તરફથી રશિયા પર આરોપ લગાવવામાં આવ્યો કે તેણે સામાન્ય નાગરિકો પર પણ હુમલા કર્યાં છે. તો રશિયાએ આ આરોપો નકારી દીધા હતા. પરંતુ યુક્રેન તરફથી સતત આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે રશિયા તેના શહેરો, હોસ્પિટલો પર પણ હુમલો કરી રહ્યું છે. 

હોસ્પિટલમાં પડી મિસાઇલ, શેલ્ટરમાં દર્દી
યુક્રેને કહ્યું કે બુધવારે પણ રશિયાએ ખેરસોન સ્થિત એક હોસ્પિટલ પર હુમલો કર્યો અને તેની મિસાઇલ મેટરનિટી વિંગમાં પડી હતી. તેના કારણે વોર્ડમાં દાખલ દર્દીઓને તત્કાલ સેલ્ટરમાં મોકલી આપવામાં આવ્યા હતા. ખેરસોને હાલમાં યુક્રેનને રશિયાના કબજામાંથી મુક્ત કરાવ્યું છે. આ કારણ છે કે તે શહેર જંગનું મેદાન બનેલું છે અને હંમેશા રશિયા અહીં હુમલા કરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news