રશિયાએ સત્તાવાર રીતે અમેરિકા અને ચેક ગણરાજ્યને 'અમિત્ર દેશો'માં કર્યા સામેલ

મોસ્કોએ કહ્યું કે, ચેક દૂતાવાતને વધુમાં વધુ 19 રશિયનોને કામ પર રાખવાની મંજૂરી છે, અને અમેરિકી દૂતાવાસ એકપણ રશિયન નાગરિકોને કામ પર ન રાખી શકે.

રશિયાએ સત્તાવાર રીતે અમેરિકા અને ચેક ગણરાજ્યને 'અમિત્ર દેશો'માં કર્યા સામેલ

મોસ્કોઃ રશિયાએ મોસ્કો-વોશિંગટન સંબંધોમાં સૌથી મોટા સંકટ વચ્ચે સંયુક્ત રાજ્ય અમેરિકા અને ચેક ગણરાજ્યને સત્તાવાર રીતે 'અમિત્ર દેશો'ના લિસ્ટમાં સામેલ કરી દીધા છે. હાલ આ લિસ્ટમાં માત્ર બે દેશોના નામ સામેલ છે. 

માત્ર બે દેશોના નામ
રશિયાની સરકારે  'અમિત્ર દેશો' ની એક યાદી જાહેર કરી છે, જેમાં વર્તમાનમાં સંયુક્ત રાજ્ય અમેરિકા અને ચેક ગણરાજ્ય સામેલ છે. મોસ્કોએ કહ્યું કે, ચેક દૂતાવાસને વધુમાં વધુ 19 રશિયનનોને કામ રાખવાની મંજૂરી છે અને અમેરિકી દૂતાવાસ રશિયન નાગરિકોને કામ પર નહીં રાખી શકે. 

અમેરિકા-રશિયામાં તણાવ વધ્યો
વોશિંગટને એપ્રિલમાં અમેરિકી ચૂંટણીમાં ક્રેમલિન દ્વારા હસ્તક્ષેપ, એક મોટા સાઇબર હુમલા અને અન્ય શત્રુતાપૂર્ણ ગતિવિધિ માટે પ્રતિશોધમાં પ્રતિબંધો અને 10 રશિયન રાજદ્વારીઓના સસ્પેન્શનની જાહેરાત કરી હતી. જવાબમાં રશિયાએ 10 અમેરિકા રાજદ્વારીઓને પણ સસ્પેન્ડ કરી દીધા. સર્વોચ્ચ અમેરિકી અધિકારીઓનો દેશમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો અને અમેરિકી દૂતાવાસને વિદેશી નાગરિકોની નિમણૂક કરવા પર પ્રતિબંધ લગાવી દીધો. 

બાઇડેન સત્તામાં આવ્યા તો તણાવ વધ્યો
હાલના મહિનામાં યૂક્રેનની સરહદ પર રશિયન સૈનિકોના નિર્માણ, અમેરિકી ચૂંટણીમાં હસ્તક્ષેપ અને અન્ય શત્રુતાપૂર્ણ ગતિવિધિઓ સહિત વિભિન્ન મુદ્દા પર રશિયા અને પશ્ચિમ વચ્ચે તણાવ વધ્યો છે. જાન્યુઆરીમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેનના પદભાર સંભાળ્યા બાદથી ક્રેમલિન પર વધતા દબાવ બાદ રશિયા અને અમેરિકા વચ્ચે સંબંધો વધુ ખરાબ થયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news