ઉપલેટામાં બે કાર સામસામે ધડાકાભેટ અથડાતા 8 ઈજાગ્રસ્ત, પરિવાર માત્રી માતાના દર્શને જવા નીકળ્યો હતો

રાજકોટના ઉપલેટામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઉપલેટા તાલુકાના મોટી પાનેલી અને જામજોધપુરના સિદસર ગામની વચ્ચે કાંકરી પથ્થરના ભરડિયા પાસે બે કાર એકબીજા સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેમાં 8 લોકો ઘાયલ થયા હતા. ચારેય વ્યક્તિઓને ઉપલેટા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા હતા. જ્યારે અન્ય 4 વ્યક્તિઓને શહેરની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાયા હતા.
ઉપલેટામાં બે કાર સામસામે ધડાકાભેટ અથડાતા 8 ઈજાગ્રસ્ત, પરિવાર માત્રી માતાના દર્શને જવા નીકળ્યો હતો

દિનેશ ચંદ્રવાડીયા/ઉપલેટા :રાજકોટના ઉપલેટામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઉપલેટા તાલુકાના મોટી પાનેલી અને જામજોધપુરના સિદસર ગામની વચ્ચે કાંકરી પથ્થરના ભરડિયા પાસે બે કાર એકબીજા સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેમાં 8 લોકો ઘાયલ થયા હતા. ચારેય વ્યક્તિઓને ઉપલેટા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા હતા. જ્યારે અન્ય 4 વ્યક્તિઓને શહેરની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાયા હતા.

રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઉપલેટા તાલુકાના મોટી પાનેલી અને જામજોધપુર તાલુકાના સિદસર ગામની વચ્ચે કાંકરી પત્થરના ભરડિયા પાસે અલ્ટો ગાડી અને મારુતિ વાન સાથે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે, તેમાં આઠ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા તાલુકાના ભાડથર ગામનો પરિવાર ધોરાજી તાલુકાના પાટણવાવ ઓસમ ડુંગર પર આવેલ માત્રી માતાના દર્શને જતો હતો, તે દરમ્યાન અકસ્માતનો બનાવ બન્યો હતો.

અકસ્માતમાં ઘાયલ થયેલા 4 વ્યક્તિઓને ઉપલેટા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા છે, જ્યારે અન્ય 4 વ્યક્તિઓને શહેરની ખાનગી ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા છે. જેમાં શિતલબેન જગદીશભાઈ મહેતા, મંજુબેન મનસુખભાઈ મહેતા, અતુલભાઇ લીલાધરભાઇ રાવલ (ડ્રાઈવર) બધા ભાડથર ગામના રહેવાસી છે. તો રમેશભાઈ બાવભાઈ રાદડિયા અમરેલીના બાબાપુરના વતની છે. આ ઇજાગ્રસ્તોને શહેરની ખાનગી ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યા છે. જ્યારે ત્રિગુણાબેન રતિલાલ મહેતા, દિલીપભાઈ રતિલાલ મેહતા, જગદીશભાઈ મનુભાઈ મહેતા, અને શાંતાબેન અમૃતભાઈ મહેતા નામના ચાર ઇજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા છે. જેમાંથી 5 વ્યક્તિઓને ગંભીર ઈજા જણાતા વધુ સારવાર અર્થે જુનાગઢ તથા રાજકોટ રીફર કરવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news