Russia-America Cold War વચ્ચે પીસાઈ ગયા દુનિયાના બીજા દેશો, ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારા! હવે આગળ શું થશે?

Russia America Cold War World NEWS: રશિયા અને અમેરિકાની વચ્ચે તણાવના કારણે છેલ્લાં અનેક દાયકામાં અનેક દેશોને ભારે નુકસાન થયું છે. લોકોને આશંકા છે કે જો રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ થશે તો ત્રીજા વિશ્વ યૂદ્ધની આશંકા પ્રબળ બની શકે છે.

Russia-America Cold War વચ્ચે પીસાઈ ગયા દુનિયાના બીજા દેશો, ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારા! હવે આગળ શું થશે?

જયેશ જોશી, અમદાવાદઃ રશિયા અને યૂક્રેન સંઘર્ષ પર આખી દુનિયાની નજર છે. રશિયાના ૧ લાખ ૩૦,૦૦૦થી વધારે સૈનિકો યૂક્રેનની સરહદ પર તહેનાત છે. કોઈપણ હુમલાનો જવાબ આપવા માટે અમેરિકા અને નાટોની સેનાએ પણ યૂરોપમાં તહેનાતી કરી દીધી છે. રશિયા અને અમેરિકાની વચ્ચે તણાવના કારણે છેલ્લાં અનેક દાયકામાં અનેક દેશોને ભારે નુકસાન થયું છે. લોકોને આશંકા છે કે જો રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ થશે તો ત્રીજા વિશ્વ યૂદ્ધની આશંકા પ્રબળ બની શકે છે.

No description available.

એક જાણીતી કહેવત છે કે જ્યારે એક મોટું ઝાડ પડે છે ત્યારે ધરતી પણ ધ્રૂજે છે. બે વિશ્વ યુદ્ધ જોઈ ચૂકેલી દુનિયા આજે આ જ પ્રકારના ભયથી ફરી આશંકિત છે. દુનિયાની બે મોટી મહાશક્તિઓ અમેરિકા અને રશિયામાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં વધેલા તણાવની અસર હવે પૂર્વી યૂરોપના દેશ યૂક્રેનને લઈને જોવા મળી રહી છે. જેની સરહદ પર એક લાખ ત્રીસ હજાર રશિયાના સૈનિકો ડેરો નાંખીને બેઠા છે. ત્યાં તહેનાત તોપ-યુદ્ધ વિમાનો અને યુદ્ધના અત્યાધુનિક હથિયારોની તસવીરો આખી દુનિયામાં ચર્ચાનું કારણ બની ગઈ છે. ગમે ત્યારે યુદ્ધ શરૂ થઈ જાય તેવી શક્યતા વર્તાઈ રહી છે. અને જવાબી કાર્યવાહી માટે યૂક્રેનના પક્ષમાં અમેરિકાના નેતૃત્વવાળા નાટોની સેનાએ પણ પૂર્વી યૂરોપમાં મોરચાબંદી વધારી દીધી છે. બંને બાજુથી જંગી જહાજોથી લઈને વોરશિપ સુધીની તહેનાતીએ આખી દુનિયાને ફરી એકવાર વિશ્વ યુદ્ધની આશંકાથી ધ્રૂજાવી દીધી છે.

No description available.

૧૬ ફેબ્રુઆરીનો દિવસ હતો મહત્વનોઃ
૧૬ ફેબ્રુઆરી ૨૦૨૨નો દિવસ આખી દુનિયામાં મહત્વનો રહ્યો. કેમ કે અમેરિકાની ગુપ્તચર એજન્સીએ દાવો કર્યો હતો કે રશિયા સિક્રેટ રીતે ૧૬ ફેબ્રુઆરીએ યૂક્રેન પર હુમલો કરવાની તૈયારીમાં છે. પરંતુ કોઈ જ યુદ્ધ થયું નહીં. અમેરિકા અને તમામ દેશોએ પોતાના નાગરિકોને સલામત સ્થળે ખસી જવાનો આદેશ આપી દીધો. પરંતુ યુદ્ધની આશંકાઓની વચ્ચે રશિયા તરફથી સમાચાર સામે આવ્યા કે રશિયાની સેનાની એક ટુકડી યૂક્રેન સરહદ પરથી પોતાના બેસ તરફ પાછી ફરી છે. હવે યુદ્ધની આશંકાઓ  અને યુદ્ધ ટળવાની સંભાવનાઓ બંને પર આખી દુનિયાની નજર છે.

No description available.

યુદ્ધની અસર આખી દુનિયા પરઃ
રશિયા પછી યૂક્રેન યૂરોપમાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ બીજો સૌથી મોટો દેશ છે. જો યૂક્રેન પર યુદ્ધ થાય તો ભારત સહિત અનેક દેશ તેની ઝપેટમાં આવી જશે. બિઝનેસ, તેલ સપ્લાય, કોરોના વેક્સીન સપ્લાયથી લઈને તમામ પ્રકારના કામ દુનિયાભરમાં પ્રભાવિત થશે. આ આશંકાઓની વચ્ચે સેન્સેક્સ સહિત દુનિયાભરના શેર બજારોમાં છેલ્લાં અનેક દિવસથી ભારે ઘટાડાનો દોર જોવા મળ્યો. બે દેશ કે પછી કેટલાંક દેશ યુદ્ધ લડે પરંતુ આજના વૈશ્વિક યુગમાં કોઈપણ દેશ તેના દુષ્પ્રભાવથી બચી શકશે નહીં. અમેરિકા અને રશિયા જેવી મહાશક્તિઓની ટક્કરનું કેન્દ્ર બનેલા દેશોની શું સ્થિતિ થાય છે તેને જાણવા માટે ઈતિહાસના કેટલાંક પાનાને તપાસવાની જરૂર છે. ૧૯૪૫માં બીજા વિશ્વ યુદ્ધની સમાપ્તિ પછી શરૂ થયેલા કોલ્ડ વોરમાં અનેક દેશો બેહાલ બની ગયા. જાણો શું થયુંં તે દેશોનું જે છેલ્લાં ૭ દાયકામાં આ બે મહાશક્તિઓના યુદ્ધ કે તેની વચ્ચે તણાવનો અખાડો બન્યા.

No description available.

૧. ક્રીમિયા પર કબજોઃ
મહાશક્તિઓની લડાઈનું સૌથી તાજું ઉદાહરણ છે ક્રીમિયા. ૨૦૧૪માં રશિયાએ હુમલો કરીને યૂક્રેનના આ ભાગને અલગ કરી દીધો હતો. રશિયાએ ક્રીમિયા પર એમ કહીને કબજો કરી લીધો હતો કે તે ટાપુ પર તેનો ઐતિહાસિક દાવો રહ્યો છે. તેનું કારણ હતું યૂક્રેનમાં ૨૦૧૪માં રશિયન સમર્થક રાષ્ટ્રપતિને પદ પરથી હટાવી દીધા. તેનાથી નારાજ થઈને રશિયાએ દક્ષિણી યૂક્રેનના ક્રીમિયા ટાપુને પોતાના કબજામાં લઈ લીધો. આ વિવાદનો ઈતિહાસ પણ લાંબો છે. ૧૯૫૪માં રશિયાની વસ્તીવાળા ક્રીમિયાને રશિયાથી યૂક્રેની સોવિયત ગણરાજ્યમાં સ્થાનાંતરિત કરી દીધું હતું. પહેલા પૂર્વી યૂક્રેન અને ક્રીમિયાની મોટાભાગની વસ્તી રશિયાની હતી. જેનો રશિયા પ્રત્યે લગાવ રહ્યો. મુખ્ય કારણ છે કે રશિયાને ક્રીમિયા પર કબજો કરવામાં કોઈ વિરોધનો સામનો કરવો નહીં પડે.

૨. કોરિયાનું  વિભાજનઃ
૧૯૪૫માં બીજા વિશ્વ યુદ્ધની સમાપ્તિ પછી રશિયા અને અમેરિકાની વચ્ચે તણાવ અને વર્ચસ્વની લડાઈનું પહેલું પરિણામ દુનિયાએ જોયું કોરિયાના વિભાજનની સાથે. અનેક વર્ષો સુધી ચાલેલા યુદ્ધ પછી એકબાજુ અમેરિકાની સેના પણ હતી. તો બીજી બાજુ રશિયા અને ચીને દખલ કરી. ૧૯૫૩માં દેશના બે ભાગમાં વિભાજિત થઈ ગઈ. કમ્યુનિસ્ટ વિચારધારાની સાથે બનેલા ઉત્તર કોરિયામાં ત્યારથી તાનાશાહી શાસન છે અને ત્યાંના લોકો કઈ સ્થિતિમાં જીવે છે તેની કોઈજ માહિતી નથી. જ્યારે બીજી બાજુ અમેરિકાના મૂડીપતિઓની વ્યવસ્થાના કારણે દક્ષિણ ભાગને દક્ષિણ કોરિયા નામનો દેશ મળ્યો. ત્યારથી બંને દેશોની વચ્ચે તણાવ ઓછો થયો નથી અને હથિયારોની દોડ પણ પૂરી થઈ નથી.

૩. ચેકોસ્લોવેકિયાનું યુદ્ધઃ
કોલ્ડ વોર દરમિયાન કમ્યુનિસ્ટ રશિયા અને મૂડીપતિ અમેરિકાની વચ્ચે યુદ્ધ એ વાતનું હતું કે દુનિયાના કેટલા દેશ કોના પક્ષમાં સામેલ થઈ જાય. ૧૯૬૮માં જ્યારે ચેકોસ્લોવેકિયાએ કમ્યુનિસ્ટ વિચારધારાને અલગ આર્થિક સુધારાની વાત કરી તો બંને જૂથોમાં તણાવ વધી ગયો. વોરસા પેક્ટથી અલગ થવા અને કમ્યુનિસ્ટ વિચારધારાની સામે કાવતરાનો આરોપ લગાવીને ૨૦ ઓગસ્ટ ૧૯૬૮ના રોજ રશિયાએ સોવિયેત જૂથના બીજા દેશોની સાથે ચેકોસ્લોવેકિયા પર હુમલો કરી દીધો. આ હુમલાના કારણે ૩ લાખથી વધારે ચેક અને સ્લોવાક લોકો ઘર છોડવા મજબૂર બન્યા. આ યુદ્ધે પૂર્વી યૂરોપને અખાડો બનાવી દીધો. તેના પછી યુગોસ્લાવિયા, સર્બિયા, ક્રોએશિયા જેવા અનેક દેશ એક-એક કરીને મેપમાં વહેંચાતા ગયા અને તે બધાનું કારણ હતું અમેરિકા અને રશિયાનો તણાવ.

૪. ક્યૂબા મિસાઈલ ક્રાઈસિસઃ
અમેરિકાના સૌથી નજીક વસેલા કમ્યુનિસ્ટ દેશ ક્યૂબાનું સંકટ દુનિયા કેવી રીતે ભૂલી શકે. ૧૯૬૦ના દાયકાની શરૂઆતમાં જ્યારે રશિયાએ ક્યૂબામાં મિસાઈલ તહેનાત કરી દીધી તો અમેરિકાએ તેને પોતાની સુરક્ષા માટે ખતરો ગણાવતાં બદલાની કાર્યવાહી શરૂ કરી દીધી. તણાવ વધ્યા પછી રશિયાએ મિસાઈલ ભલે હટાવી લીધી પરંતુ આજેપમ ક્યૂબા અમેરિકા અને રશિયા સમર્થિત તાકાતની વચ્ચે વર્ચસ્વ કાયમ કરવાની લડાઈના અખાડો બનેલું છે. ત્યાં રશિયા સમર્થિત કમ્યુનિસ્ટ સરકાર છે. અને હજારો વિપક્ષી લોકતંત્ર સમર્થક નેતા જેમનું સમર્થન અમેરિકા કરે છે. ગુપ્ત મિશનને લઈને સતત આરોપ લાગતા રહ્યા છે. આંતરરાષ્ટ્રીય પ્રતિબંધના કારણે અહીની ઈકોનોમી કંગાળ સ્તરે છે.

૫. બેહાલ-બદહાલ અફઘાનિસ્તાનઃ
એશિયામાં જોવામાં આવે તો અફઘાનિસ્તાન અમેરિકા અને રશિયાની વચ્ચે દાયકાથી ચાલતા કોલ્ડ વોરનો સૌથી મોટો શિકાર દેશ છે. ૧૯૭૦ના દાયકામાં અહીંયા રશિયાના સમર્થનથી સરકાર ચાલતી હતી. તો તેને ઉખાડવા માટે અને એશિયામાં અડ્‌ડો જમાવવા માટે અમેરિકાએ પાકિસ્તાનને હથિયાર બનાવ્યું અને તાલિબાન જેવી તાકાતને જન્મ આપ્યો. જેના દ્વારા ૧૯૯૦ના  દાયકામાં અમેરિકા રશિયન સમર્થક સત્તાને ઉખાડવામાં સફળ થયું. જોકે આજ તાલિબાન પછી અમેરિકા માટે સંકટ બની ગયું. ૯-૧૧ના હુમલા પછી અમેરિકાએ અફઘાનિસ્તાન પર હુમલો કર્યો અને તાલિબાનને ઉખાડી ફેંક્યું. ૨૧ વર્ષ પછી તે જ તાલિબાન રશિયા-ચીનના સપોર્ટથી વળતો પ્રહાર કરે છે. અને ૧૫ ઓગસ્ટ ૨૦૨૧થી અફઘાનિસ્તાન તાલિબાનના તાબામાં છે. તાલિબાનના ખૌફથી હજારો લોકોને આપણે દેશ છોડીને ભાગતા જોયા છે.

૬. વિયેતનામ પણ બન્યું કોલ્ડ વોરનો અડ્‌ડોઃ
એશિયામાં અમેરિકી વર્ચસ્વ કાયમ કરવા માટે ૧૯૬૦ના દાયકાની શરૂઆતથી જ પશ્વિમી દેશ સતત સૈનિકોની તહેનાતી વધારતા ગયા અને એક સમય તો એવો આવી ગયો કે માત્ર વિયેતનામમાં જ ૧ લાખ ૮૦ હજારથી વધારે અમેરિકી સૈનિકો તહેનાત થઈ ગયા હતા. રશિયા-ચીનના પ્રભાવવાળા ઉત્તરી વિયેતનામના વિસ્તારોમાં અમેરિકાની હાજરી સામે બળવો શરૂ થઈ ગયો અને જોતાં-જોતાં તેણે વિયેતનામ યુદ્ધનું સ્વરૂપ લઈ લીધું. આગામી અનેક વર્ષો સુધી વિયેતનામને અમેરિકાના હુમલા અને બોમ્બમારાનો સામનો કરવો પડ્યો. અનેક વર્ષ સુધી વિયેતનામ બંને જૂથોના યુદ્ધનો અખાડો બની રહ્યું. અને આખરે અમેરિકાના સૈનિકોની વાપસી સાથે જ આ યુદ્ધ અટક્યું. લાખો લોકો પર આ યુદ્ધની તબાહીની અસર થઈ. પરંતુ આજે પણ આ દેશ તે તારાજીને ક્યારેય ભૂલી શકે તેમ નથી.

૭. હંગેરી પર હુમલાએ લાખો લોકોને બેઘર કરી દીધા:
બીજા વિશ્વયુદ્ધ પછી અનેક દેશોમાં રશિયાના તાનાશાહ સ્ટાલિનના સમર્થકોની સરકાર બની. તેની સામે અમેરિકી જૂથ પણ વર્ચસ્વની લડાઈમાં કૂદી પડ્યું. તેનો અખાડો ૧૯૫૦ના દાયકામાં હંગેરી બન્યું. જ્યાં રશિયાના વર્ચસ્વને ઓછું જોતાં અમેરિકાએ ૧૯૫૬માં હંગેરીમાં સેના ઘૂસાડી દીધી હતી. સમર્થકોની સરકારને હટાવવા સામે રશિયન એક્શનમાં બીજા જૂથના હજારો લોકોની ધરપકડ કરવામાં આવી. તેમને જેલમાં પૂરવામાં આવ્યા. સોવિયત જેલમાં હજારો લોકોને લઈ જઈને બંધ કરવામાં આવ્યા. ૨ લાખથી પણ વધારે લોકો આ યુદ્ધના કારણે ઘર-બાર છોડીને જતાં રહ્યા.

... અને હવે યૂક્રેનનું મહાસંકટઃ
યૂક્રેનના નવા સંકટને સમજવા માટે જરૂરી છે કે હુમલાની તૈયારીની પાછળ રશિયા આખરે શું ઈચ્છે છે? રશિયા તરફથી યૂક્રેનની ઘેરાબંધી બે મહિનાથી વધી ગઈ છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિન લાંબા સમયથી દાવો કરતાં આવ્યા છે કે અમેરિકાએ ૯૦ના દાયકામાં વાયદો કર્યો હતો કે સુદૂર પૂર્વમાં નાટોનો વિસ્તાર નહીં થાય. પરંતુ અમેરિકાએ આ વાયદો તોડી નાંખ્યો છે. ચાર એવા દેશ છે જેમની સરહદ રશિયા સાથે જોડાયેલી છે. અને તે પહેલાં રશિયન જૂથનો ભાગ હતા. પોલેન્ડ, લિથુઆનિયા, લાવતિયા અને એસ્ટોનિયા. પરંતુ હવે આ દેશ હવે નાટોનો ભાગ છે. રશિયા પોતાની સરહદ પર નાટોની હાજરી આ હદે સહન કરવા તૈયાર નથી. રશિયાનો આરોપ છે કે આ દેશ દ્વારા નોટા પોતાની સૈન્ય તાકાત અને સૈન્ય ઉપકરણ અમારી સરહદ પાસે એકઠાં કરી રહ્યું છે.

રશિયા-યૂક્રેન વચ્ચેનો તણાવ ઓછો થશે?
યૂક્રેનમાં હવે રશિયન સમર્થક સરકાર નથી. અને તે કોઈપણ રીતે નાટોનું સભ્ય બનવા માગે છે. જ્યારે રશિયા તેવું ઈચ્છતું નથી. છેલ્લાં બે મહિનાથી જે તણાવ છે તે તેનું તાજું ઉદાહરણ છે. યૂક્રેનની સરહદ પણ પશ્વિમમાં યૂરોપીય દેશો અને પૂર્વમાં રશિયાની સાથે લાગે છે. નાટો દેશો પર રશિયાનો આરોપ છે કે તે યૂક્રેનને સતત હથિયારો આપી રહ્યા છે અને અમેરિકા બંને દેશના તણાવને ભડકાવી રહ્યું છે. રશિયા ઈચ્છે છે કે નાટોની સેના ૧૯૯૭ની જેમ સરહદ પર પાછી ફરે. યુદ્ધ ટાળવા માટે ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોને હાલમાં રશિયાનો પ્રવાસ કર્યો હતો અને યુદ્ધ ટાળવા માટે અનેકસ્તરે પ્રયાસ ચાલુ છે. રશિયાએ હાલ તો ધીમે-ધીમે પોતાના સૈનિકો હટાવવાનું શરૂ કર્યું છે. પરંતુ આ મામલો ઝડપથી શાંત થાય તેવું લાગતું નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news