ઈરાનના રેવોલ્યુશનરી ગાર્ડ્સ પર ફિદાયીન હુમલો, 27 સૈનિકોના મોત
Trending Photos
તહેરાન: દક્ષિણ પૂર્વ ઈરાનમાં રેવોલ્યુશનરી ગાર્ડ્સની બસ પર આત્મઘાતી હુમલામાં 27 સૈનિકોના દર્દનાક મોત થયા છે. હાલના વર્ષોમાં આ એલીટ દળો પર થયેલા સૌથી ખતરનાક હુમલાઓમાંથી એક છે. ગાર્ડ્સે એક નિવેદનમાં કહ્યું કે આ હુમલો બુધવારે એવા સમયે થયો કે જ્યારે સૈનિકો સરહદે પેટ્રોલિંગ કરીને પાછા ફરી રહ્યાં હતાં.
નિવેદનમાં કહેવાયું કે આ આતંકવાદી હુમલામાં ઈસ્લામના 27 બહાદુર યોદ્ધાઓના મોત થયા અને 13 અન્ય ઘાયલ થયાં. નિવેદનમાં યયુદી ગુપ્તચર એજન્સીઓ પર હુમલાખોરોનું સમર્થન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ અગાઉ અધિકૃત આઈઆરએનએ સમાચાર એજન્સીએ કહ્યું કે ઈસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ્સ કોર પર આત્મઘાતી હુમલો ખાશ જાહેદન રોડ પર થયો. ગાર્ડ્સે જણાવ્યું કે બસની પાછળ વિસ્ફોટકોથી ભરેલી કાર હતી જેમાં વિસ્ફોટ થયો.
ઈરાન 14 વર્ષ સુધી એકલવાયું જીવન જીવ્યા બાદ 1979માં અયાતુલ્લાહ રુહલ્લાહ ખેમેનીના તહેરાનમાં પાછા ફરવાના અને પશ્ચિમ સમર્થક શાહને બહાર કરવાની 40મી વર્ષગાઠ ઉજવી રહ્યું છે. તેમના આગમનથી ઈસ્લામિક ક્રાંતિની શરૂઆત થઈ અને ઈસ્લામિક ગણતંત્રનો ઉદય થયો.
રેવોલ્યુશનરી ગાર્ડ્સ પર હુમલો દક્ષિણ પૂર્વ સિસ્તાન બલુચિસ્તાન પ્રાંતમાં થયો જ્યાં મોટી સંખ્યામાં બલુચી સમુદાયના સુન્ની મુસ્લિમો રહે છે. આ પ્રાંતની સરહદ પાકિસ્તાનને સ્પર્શે છે. એસઆઈટી ગુપ્તચર સમૂહે જણાવ્યું કે હુમલાની જવાબદારી જૈશ અલ અદલે લીધી છે. આ સંગઠન સુન્ની ચરમપંથી સમૂહ જુંદલ્લાહના ઉત્તરાધિકારી તરીકે 2012માં બન્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે