ઈંગ્લેન્ડના શબગૃહમાં મહિલાઓની લાશ સાથે બળાત્કાર કરતો હતો વ્યક્તિ, હવે 34 વર્ષ બાદ મળશે સજા

હકીકતમાં આ ઘટના ઈંગ્લેન્ડના ઈસ્ટ સસેક્સની છે. ઈન્ડિપેન્ડેટના એક રિપોર્ટ પ્રમાણે આ મામલો અહીં સ્થિત ટાઉન હીથફીલ્ડના એક શબઘરનો છે.

ઈંગ્લેન્ડના શબગૃહમાં મહિલાઓની લાશ સાથે બળાત્કાર કરતો હતો વ્યક્તિ, હવે 34 વર્ષ બાદ મળશે સજા

લંડનઃ ઈંગ્લેન્ડથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં એક વ્યક્તિ સતત 12 વર્ષ સુધી શબઘરમાં મહિલાઓની લાશ સાથે બળાત્કાર કરતો રહ્યો. તેણે આશરે 100 મહિલાઓના મૃતદેહો સાથે બળાત્કાર કર્યો, પરંતુ કોઈને આ વાતની માહિતી મળી શકી નહીં. આ બધુ ત્યારે થયું જ્યારે આરોપી વ્યક્તિ શબઘરમાં ઇલેક્ટ્રીશિયનનું કામ કરતો હતો. હવે આશરે 34 વર્ષ બાદ તે વ્યક્તિને સજા ફટકારવામાં આવી છે. 

હકીકતમાં આ ઘટના ઈંગ્લેન્ડના ઈસ્ટ સસેક્સની છે. ઈન્ડિપેન્ડેટના એક રિપોર્ટ પ્રમાણે આ મામલો અહીં સ્થિત ટાઉન હીથફીલ્ડના એક શબઘરનો છે. આ વ્યક્તિનું નામ ડેવિડ ફુલર છે. આશરે 34 વર્ષ બાદ કોર્ટે ફુલરને મહિલાઓની લાશનો બળાત્કાર કરવાના આરોપમાં દોષિ ઠેરવ્યો છે. આ મામલાનો ખુલાસો પણ આશ્ચર્યજનક રીતે થયો છે. તે 12 વર્ષ સુધી શબગૃહમાં મહિલાઓની લાશોની સાથે બળાત્કાર કરતો રહ્યો અને તેનો વીડિયો બનાવતો હતો. 

રિપોર્ટ પ્રમાણે ફુલરે 1987થી 12 વર્ષ સુધી હીથફીલ્ડ હોસ્પિટલના બે શબગૃહમાં આવતા મૃતદેહ સાથે બળાત્કાર કરતો હતો. તેણે આશરે 100 મહિલાઓના મૃતદેહ સાથે બળાત્કાર કર્યો, પરંતુ કોઈને આ વાતનો ખ્યાલ આવ્યો નહીં. તપાસમાં સામે આવ્યું કે, ફુલર મોડી રાત સુધી શબગૃહમાં કામ કરતો હતો, ત્યાં સુધી બીજા કર્મચારી ચાલ્યા જતા હતા. અહીં તે ઇલેક્ટ્રીશિયનનું કામ કરતો હતો. 

આ મામલાનો ખુલાસો ત્યારે શરૂ થયો જ્યારે ફુલરે 1987માં બે મહિલાઓની હત્યા કરી દીધી હતી. જ્યારે તેની તપાસ થઈ તો ત્યાં ફુલરના DNA મળ્યા હતા, ત્યારબાદ શંકાના આરોપમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં ધીમે-ધીમે આ મામલાનો ખુલાસો થયો. અંતમાં ફુલરે સ્વીકાર કર્યો કે તેણે આશરે 100 મહિલાઓની લાશો સાથે આમ કર્યું હતું. 

લાંબા સમય બાદ 2011માં ફુલરની ફરીથી ધરપકડ કરવામાં આવી હતી અને તેને કુલ 51 અલગ-અલગ મામલામાં દોષિ ઠેરવવામાં આવ્યો હતો. બંને શબ ઘરોમાંથી 78 લાખોની ઓળખ કરવામાં આવી, જેની સાથે ફુલરે રેપ કર્યો હતો. એટલું જ નહીં સર્ચ દરમિયાન ફુલરના ઘરમાંથી અશ્લીલ તસવીરો, લાશની સાથે અશ્લીલતાના વીડિયો, હાર્ડ ડ્રાઇવ, ફ્લોપી ડિસ્ક, ડીવીડી અને મેમરી કાર્ડ જપ્ત થયા હતા. મામલામાં જજે તેને દોષિ ઠેરવ્યો અને હવે જલદી સજાની જાહેરાત કરવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news