'હું અહીંના લોકોની બધી જ મદદ કરીશ, પણ પોલીસ ભરતીમાં કોઈ જ કામ નહીં કરું': ગૃહમંત્રી

ભાજપ કાર્યાલયથી મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓ સાથે રેલી કાઢી હતી, જે ડીસા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. જ્યાં દરેક માર્ગ ઉપર અનેક સમાજો દ્વારા ગૃહમંત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

'હું અહીંના લોકોની બધી જ મદદ કરીશ, પણ પોલીસ ભરતીમાં કોઈ જ કામ નહીં કરું': ગૃહમંત્રી

અલકેશ રાવ/બનાસકાંઠા: રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આજે બનાસકાંઠાના ડીસામાં ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યા બાદ ડીસા શહેરમાં રેલી નીકાળી અને જુના ડીસા ગૌશાળામાં સભાને સંબોધન કર્યું હતું.

રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવી ગઈકાલે બનાસકાંઠાના વિવિધ મંદિરોના પરિવાર સાથે દર્શન કર્યા બાદ આજે ફરીથી બનાસકાંઠાની મુલાકાત કરી હતી જ્યાં તેમને ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યાના નિવાસ સ્થાને મુલાકાત કર્યા બાદ ડીસામાં ભાજપના કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદ ભાજપ કાર્યાલયથી મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓ સાથે રેલી કાઢી હતી, જે ડીસા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. જ્યાં દરેક માર્ગ ઉપર અનેક સમાજો દ્વારા ગૃહમંત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

રેલી રાજપુર પાંજરાપોળ થઈ જુના ડીસા ગૌશાળાએ પહોંચી હતી, જ્યાં ગૌશાળામાં બનેલ 4 નવીન શેડનું ગૃહમંત્રીએ ઓપનિંગ કર્યું હતું. ત્યાર બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સભાને સંબોધન કર્યું હતું.  જ્યાં તેમને પોતાના વતન જુના ડીસાની જૂની યાદો તાજી કરી હતી. અને પોતાને મળેલી જવાબદારી યોગ્ય રીતે નિભાવવાની ખાતરી આપી હતી. જુના ડીસાની ગૌશાળામાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, જેમની જોડે મેં જીવન અને મોત ખુબ જ નજીકથી જોઈ છે જે મારા ધમાલના સાથી ડીસાના ધારાસભ્ય મારા ભાઈ શશીકાંત પંડ્યા અહીં ઉપસ્થિત છે. આ જુના ડીસાની ધરતીએ આપણને ખૂબ જ આપ્યું છે. આપણે જુના ડીસાને ક્યારેય ભૂલી શક્યા નથી. જુના ડીસાના વિકાસ માટે અમે કટિબદ્ધ છીએ. ભાષણ મારુ કામ નથી, કામ કરવું મારી જવાબદારી છે. આ જવાબદારી જતી રહેશે, હોદ્દો જતો રહેશે. ચૂંટણી આવે અને જાય પણ કામ કરીશું જ તો આત્માને શાંતિ થશે. મારૂ સન્માન કરવાનું જ ન હોય અહીંના ધારાસભ્ય અને સાંસદનું સન્માન કરવાનું હોય એમના જોડે જ તમારે અહીંના કામ કરવાના છે. એમના જોડે 500 હજાર સેલ્ફી ખેંચાવી લો.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજે મને અહીં ગાયની પ્રતિકૃતિ ભેટ આપી તો મને અહેસાસ થયો કે મારે આવનારા સમયમાં ગૌરક્ષાનું કામ કરવાનું છે. આવનાર સમયમાં અનેક લોકો જુના ડીસાની પાંજરાપોળમાં આવશે અને અહીંના કાર્યોને જોશે. મારા ડિપાર્ટમેન્ટમાં જુના ડીસાના અનેક લોકો નોકરી કરી રહ્યા છે. જુના ડીસાના આશીર્વાદ કંઈક સારું કામ કરવાની પ્રેરણા આપે છે. 

તેમણે ઉમેર્યું હતું કે, જ્યારે મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા અને અમિતશાહ ગુજરાતના ગૃહમંત્રી હતા તે સમય પહેલા અમદાવાદમાં કરફ્યુ રહેતું તે તેમને કાયમ માટે બંધ કર્યું છે. હું 27 વર્ષની ઉંમરે ધારાસભ્ય બન્યો અને 36 વર્ષે ગૃહમંત્રી બન્યો તે ભારતીય જનતા પાર્ટીનો મારી ઉપર ઉપકાર છે. આજે અહીં મને સાહેબની જગ્યાએ હર્ષ કહે છે તે મને ગમે છે. હું જુના ડીસાના લોકોને કહું છું કે તમારું એક ઘર ગાંધીનગર છે મને કોઈપણ કામગીરી સોંપી શકો છો. મેં કોઈની એક ચા પીધી હશે તો મેં તેને વળતરમાં 10 ચાનો હિસાબ આપ્યો હશે.

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે હું ગૃહમંત્રી બન્યો કે તરત જ પોલીસ ભરતીનું કામ ઉપાડ્યું. જે મહિનાઓનું કામ હતું તે આઠ કલાકમાં પૂરું કર્યું. હું અહીંના લોકોની બધી જ મદદ કરીશ, પણ પોલીસ ભરતીમાં કોઈ જ કામ નહીં કરું, લોકોની અનેક ફરિયાદ છે કે પોલીસ ટ્રાફિકમાં બહુ દંડ આપે છે. હું વિશ્વાસ આપું છું કે કોઈપણ TRB જવાન અને પોલીસ લોકોને હેરાન કરશે અને મારા ધ્યાનમાં આવશે તો તેને સસ્પેન્ડ કરીશું.

સરકાર તરફથી તમારા બેંક એકાઉન્ટમાં આવ્યા 1100 રૂપિયા? આ રીતે ચેક કરો

બીજી બાજુ સુરેન્દ્રનગર નગરમાં થયેલ પોલીસ એન્કાઉન્ટર મામલે ડીસામાં હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું કે, આરોપી મુન્ના કરીને ઓળખાતો જેની ઉપર 86 ગુનાઓ રજીસ્ટર હતા, જેમાંથી 59 ગુનાઓમાંએ તે વોન્ટેડ હતો. આરોપી તે ગામમાં ઘુસેલો છે તેવી માહિતી પોલીસને મળી હતી. પોલીસનો પ્રયાસ તેને પકડવાનો હતો. પરંતુ તેને પોલીસ પર હુમલો કર્યો હતો. જેથી સ્વબચાવમાં પોલીસે ફાયરિંગ કર્યું હતું. આરોપીની તેની પોતાની પત્ની ઉપર 6 ગુનાઓ છે જેમાં એક ગુજકોસીટના ગુનામાં તે જેલમાં છે. તેનો સાળો પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે. હત્યાના ગુનામાં જેલમાં છે. તાડપત્રી ગેંગના નામે તેઓ ઓળખતા હતા અને 17 જેટલા તેમના સાગરીત જેલમાં છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news