હોંગકોંગમાં ચીન પ્રત્યર્પણ કાયદાની સામે શાંતિપૂર્ણ પ્રદર્શન થયું હિંસાત્મક

ચીનના નવા પ્રત્યર્પણ કાયદા વિરોધમાં હોંગકોંગમાં મોટું શાંતિપૂર્ણ પ્રદર્શન સોમવારે પોલીસ કાર્યવાહી બાદ હિંસાત્મક થઇ ગયું. હોંગકોંગમાં વર્ષ 1997 બાદ અત્યાર સુધીનું સૌથી મોટું પ્રદર્શન હું. જેમાં 10 લાખથી વધારે લોકો જોડાયા હતા.

હોંગકોંગમાં ચીન પ્રત્યર્પણ કાયદાની સામે શાંતિપૂર્ણ પ્રદર્શન થયું હિંસાત્મક

નવી દિલ્હી: ચીનના નવા પ્રત્યર્પણ કાયદા વિરોધમાં હોંગકોંગમાં મોટું શાંતિપૂર્ણ પ્રદર્શન સોમવારે પોલીસ કાર્યવાહી બાદ હિંસાત્મક થઇ ગયું.

આયોજનકર્તાઓએ જણાવ્યું કે આ હોંગકોંગમાં વર્ષ 1997 બાદ અત્યાર સુધીનું સૌથી મોટું પ્રદર્શન હું. જેમાં 10 લાખથી વધારે લોકો જોડાયા હતા. આ પહેલા 1997માં હોંગકોંગને ચીનને સૌંપવાના સમયે સૌથી મોટું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

આયોજન કર્તાઓએ જણાવ્યું કે, પ્રદર્શનકર્તાઓએ સરકારથી પ્રત્યર્પણ કાયદાને તેમની યોજનાને પરત લેવાની માગ કરી છે.

— Reuters Top News (@Reuters) June 10, 2019

ઉલ્લેખનીય છે કે, હોંગકોંગના ચીન સમર્થક નેતા એક બિલ પર ભાર આપી રહ્યાં છે. જેમાં આરોપીઓ પર કેસ ચલાવવા માટે તેમને ચીન પ્રત્યર્પિત કરવા માટે જોગવાઈ છે. પરંતુ આ પ્રસ્તાવને લઇને ધણી ધમાલ મચી અને તેના વિરોધમાં શહેરના વિવિધ વર્ગોના લોકો એકજૂટ થઇ ગયા છે.

શાંતિપૂર્ણ પ્રદર્શન અડધી રાત્રે તે સમયે હિંસાત્મક થયું જ્યારે પોલીસે પ્રદર્શનકાર્તાઓને વેરવિખેર કરવા માટે કાર્યવાહી કરી હતી. પ્રદર્શનકર્તાઓએ સંસદની બહાર મોડી રાત્રે પ્રદર્શન કરવાનો સંકલ્પ લીધો હતો. પોલીસની કાર્યવાહી બાદ પ્રદર્શનકર્તાએ બોટલો ફેંકી હતી.

— AFP news agency (@AFP) June 10, 2019

રવિવારે મોડી રાત્રે જ્યારે નિવેદનમાં સરકારે સમાધનના કોઇ સંકેત ના આપતા સાંસદોથી અપીલ કરી કે બિલને બુધવારે બીજી વખત વાંચવામાં આવે.

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news