અમેરિકામાં કોરોનાનો કાળો કેર, ટ્રમ્પે WHO પર લગાવ્યો ગંભીર આરોપ, ફંડ રોકવાની ધમકી
Trending Photos
નવી દિલ્હી: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાયરસની મહામારીને પહોંચી વળવાના મામલે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ને આડે હાથ લીધુ છે. તેમણે કોરોના મામલે WHO પર ગંભીર આરોપ લગાવ્યો કે તે ચીન પર વધુ ધ્યાન આપે છે.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે વિશ્વ આરોગ્ય સંગંઠનને અમેરિકા પાસેથી મોટા પાયે ફંડ મળે છે. મેં ચીન માટે મુસાફરી પર પ્રતિબંધ લગાવ્યો તો તેઓ મારી સાથે અસહમત હતાં અને તેમણે મારી ટીકા કરી. તેઓ અનેક ચીજો અંગે ખોટા હતાં. એવું લાગે છે કે તેઓ ચીન પર વધુ ધ્યાન આપે છે. અમે WHO પર ખર્ચ થઈ રહેલા નાણઆ પર રોક લગાવવા જઈ રહ્યાં છીએ.
ડોનાલ્ડ ટ્રમ્પે પત્રકારોને કહ્યું કે "તેઓ વિશ્વ આરોગ્ય સંગઠનને મળતા ફંડ પર રોક લગાવવા જઈ રહ્યાં છે. સંયુક્ત રાષ્ટ્રની આ શાખાને મળતા ફંડનો મોટો સ્ત્રોત અમેરિકા છે. 'અમેરિકા ફર્સ્ટ'નો નારો આપનારા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમે ડબલ્યુએચઓ પર ખર્ચ કરવામાં આવતા ધન પર રોક લગાવવા જઈ રહ્યાં છીએ. ટ્રમ્પ અગાઉ પણ સંયુક્ત રાષ્ટ્ર હેઠળ આવતી એજન્સીઓને નિશાન બનાવી ચૂક્યા છે.
જો કે પ્રેસ કોન્ફરન્સમાં તેમણે એ ન જણાવ્યું કે WHOને મળતા ફંડમાં કેટલો કાપ મૂકાશે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે હું એમ નથી કહેતો કે હું આ કરવા જઈ રહ્યો છું તેમણે કહ્યું કે અમે ફંડિંગ ખતમ કરવા પર વિચાર કરીશું. ડોનાલ્ડ ટ્રમ્પના જણાવ્યાં મુજબ ડબલ્યુએચઓ ચીન તરફ ખુબ પક્ષપાતી જણાય છે, જે યોગ્ય નથી.
જુઓ LIVE TV
કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે ચીનથી આવતા વિમાનો પર રોક લગાવવાનો ઉલ્લેખ કરતા ટ્રમ્પે પૂછ્યું કે "ડબલ્યુએચઓએ આ પ્રકારની દોષપૂર્ણ ભલામણ કેમ કરી". ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રાવેલ બેન કરવાના પોતાના નિર્ણયનો ઉલ્લેખ કરતા ટ્વીટ કરી કે સદનસીભે મે ચીન માટે સરહદો ખોલવાની તેમની સલાહને ફગાવી દીધી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે