Corona લેટેસ્ટ અપડેટ: દેશમાં 5289 દર્દીઓ અને 166 લોકોના મોત, અમેરિકામાં સ્થિતિ ભયાનક

કોરોના વાયરસ સતત દુનિયા માટે પડકાર બની રહ્યો છે. દુનિયાભરમાં 14 લાખથી વધુ લોકો તેની ચપેટમાં આવ્યા છે. જ્યારે 82,020 લોકોના મોત થયા છે. સુપરપાવર અમેરિકામાં તો ભયાનક પરિસ્થિતિ છે. ત્યાં છેલ્લા 24 કલાકમાં 1939 લોકોના મોત થયા છે. આ બાજુ ભારતમાં લોકડાઉન હોવા છતાં સતત સ્થિતિ બગડી રહી છે. દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 5289 થઈ ગઈ છે. જ્યારે 166 લોકોના મોત થયા છે. 
Corona લેટેસ્ટ અપડેટ: દેશમાં 5289 દર્દીઓ અને 166 લોકોના મોત, અમેરિકામાં સ્થિતિ ભયાનક

નવી દિલ્હી: કોરોના વાયરસ સતત દુનિયા માટે પડકાર બની રહ્યો છે. દુનિયાભરમાં 14 લાખથી વધુ લોકો તેની ચપેટમાં આવ્યા છે. જ્યારે 82,020 લોકોના મોત થયા છે. સુપરપાવર અમેરિકામાં તો ભયાનક પરિસ્થિતિ છે. ત્યાં છેલ્લા 24 કલાકમાં 1939 લોકોના મોત થયા છે. આ બાજુ ભારતમાં લોકડાઉન હોવા છતાં સતત સ્થિતિ બગડી રહી છે. દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 5289 થઈ ગઈ છે. જ્યારે 166 લોકોના મોત થયા છે. 

બિહારના બેગુસરાયમાં કોરોના વાયરસના 4 નવા દર્દીઓ મળ્યાં. રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 38 થઈ છે. ભારતમાં કોરોના વાયરસના કુલ દર્દીઓની સંખ્યા 5289 થઈ જ્યારે અત્યાર સુધી 166 લોકોના મોત થઈ ચૂક્યા છે. 

આ બાજુ અમેરિકામાં આ સંક્રમણના કારણે 12722 લોકોના મોત થયા છે. અમેરિકામાં હાલ 4 લાખ જેટલા લોકો આ વાયરસના ભરડામાં આવી ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં 1839 લોકોના મોત થયા છે. 

જુઓ LIVE TV

સમગ્ર દુનિયાની વાત કરીએ તો કોરોના વાયરસની ચપેટમાં 14,28,428 લોકો છે. જ્યારે આ વાયરસથી કુલ 82,020 લોકોના મોત થયા છે. આ વાયરસથી પીડાતા જોકે 3,00198 લોકો સાજા પણ થયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news