હોલીવુડ ફિલ્મ જેવા થઈ શકે છે દુનિયાના હાલ, બરફની જેમ જામી જશે લોકો, વૈજ્ઞાનિકોની હાજા ગગડાવે તેવી ચેતવણી!

શું તમારી સાથે ક્યારેય એવું બન્યું છે કે કોઈ ઘટના બરાબર એ જ રીતે ઘટે જે રીતે  તમે કોઈ ફિલ્મમાં જોયું હોય? જો ના જોયું કે સાંભળ્યું હોય તો તમને જણાવી દઈએ કે વૈજ્ઞાનિકોની એક ચેતવણી મુજબ આવું થઈ શકે છે. પહેલા આપણે જાણી લઈએ કે આ ચેતવણી આખરે શું છે અને તે કઈ ફિલ્મની યાદ અપાવે છે. 

હોલીવુડ ફિલ્મ જેવા થઈ શકે છે દુનિયાના હાલ, બરફની જેમ જામી જશે લોકો, વૈજ્ઞાનિકોની હાજા ગગડાવે તેવી ચેતવણી!

અનેકવાર અસલ જીવનમાં આપણ કઈંક જોઈએ તો એવું લાગતું હોય છે કે આવું તો આપણે પહેલા પણ જોયુ છે કે સાંભળ્યું છે. ક્યારેક એવી ઘટનાઓ મૂવીમાં જોવા મળતી હોય છે. પરંતુ શું તમારી સાથે ક્યારેય એવું બન્યું છે કે કોઈ ઘટના બરાબર એ જ રીતે ઘટે જે રીતે  તમે કોઈ ફિલ્મમાં જોયું હોય? જો ના જોયું કે સાંભળ્યું હોય તો તમને જણાવી દઈએ કે વૈજ્ઞાનિકોની એક ચેતવણી મુજબ આવું થઈ શકે છે. પહેલા આપણે જાણી લઈએ કે આ ચેતવણી આખરે શું છે અને તે કઈ ફિલ્મની યાદ અપાવે છે. 

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે દુનિયામાં બરફ પીગળવાના ગંભીર પરિણામો આવી શકે છે. પરંતુ તેનાથી સૌથી વધુ અસર ગલ્ફ જળધારાનું બંધ થવું એ હશે જે ઉત્તરી ગોળાર્ધના ઠંડા મહાસાગરોને ગરમી આપવાનું કામ કરે છે. તેનાથી એવા જળવાયુ હાલાત પેદા થશે કે જેનાથી અનેક દેશોમાં હિમ યુગ જેવા હાલાત જોવા મળી શકે છે. 

વર્ષ 2004માં હોલીવુડ મૂવી 'ધ ડે આફ્ટર ટુ મોરો' રિલીઝ થયી હતી. આ બ્લોકબસ્ટર ફિલ્મમાં જણાવવામાં આવ્યું હતું કે કેવી રીતે એક આંતરરાષ્ટ્રીય સ્તર પર આવનારા તોફાનના કારણે પૃથ્વી પર હિમયુગ જેવી સ્થિતિ ઊભી થાય છે. જો કે આ ફિલ્મમાં ઘણું બધુ કાલ્પનિક હતું. પરંતુ હિમયુગ જેવી સ્થિતિ બનવી એ કોઈ ગપગોળો નથી. 

સમુદ્રની નીચે ભૂમધ્ય રેખા પાસે મહાસાગરોનું પાણી ગરમ થઈને પ્રવાહ બની ઉત્તર તરફ વહે છે. ગલ્ફ જળધારા એટલાન્ટિક મહાસાગરની ઉત્તરમાં જઈને ઠંડી થઈને ગરમી છોડે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે પિગળતા ગ્લેશિયર ગલ્ફ જળધારાઓને બંધ કરવા જઈ રહ્યા છે. આ ધારાઓ ઉત્તરી ગોળાર્ધના મહાસાગરોમાં ગરમી પહોંચાડે છે. 

જે પ્રકારે આ તંત્ર બંધ થવાનું જોખમ પેદા થઈ રહ્યું છે, વૈજ્ઞાનિકોને એવું લાગે છે કે ગલ્ફ જળધારા બંધ થવાથી ઉત્તર અમેરિકા, યુરોપ અને એશિયાના અનેક ભાગોમાં તાપમાન અનેક ડિગ્રી ઘટી જશે. તેના ગંભીર પરિણામો જોવા મળી શકે છે. 

નેધરલેન્ડની યુટરેચ યુનિવર્સિટીના રિસર્ચર્સ જો કે એ નથી જણાવી રહ્યા કે આવું ક્યારે થશે પરંતુ જો ગત એક અભ્યાસના તારણો જોઈએ તો આવું આગામી વર્ષે પણ થઈ શકે છે. તેનાથી ઉત્તરી ગોળાર્ધના મોટાભાગના દેશોમાં એવી સ્થિતિ પેદા થઈ જશે જેવી 'ધ ડે આફ્ટર ટુ મોરો' ફિલ્મમાં જોવા મળી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news