Istanbul Blast: તુર્કીના ઈસ્તંબુલમાં મોટો ધડાકો, 10 લોકો ઈજાગ્રસ્ત, દહેશતનો માહોલ

Blast In Istanbul: તુર્કીના ઈસ્તંબુલમાં આજે મોટો વિસ્ફોટ થયો. આ વિસ્ફોટમાં 10 લોકો ઘાયલ થયા છે. વિસ્ફોટ થવાથી વિસ્તારમાં હડકંપ મચી ગયો છે.

Istanbul Blast: તુર્કીના ઈસ્તંબુલમાં મોટો ધડાકો, 10 લોકો ઈજાગ્રસ્ત, દહેશતનો માહોલ

Blast In Istanbul: તુર્કીના ઈસ્તંબુલમાં આજે મોટો વિસ્ફોટ થયો. આ વિસ્ફોટમાં 10 લોકો ઘાયલ થયા છે. વિસ્ફોટ થવાથી વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. અત્રે જણાવવાનું કે આ વિસ્ફોટ ઈસ્તંબુલના Beyoglu જિલ્લામાં થયો છે. વિસ્ફોટ બાદ લોકોએ વિસ્તાર ખાલી કરી નાખ્યો છે. વિસ્ફોટ કયા કારણે થયો તે હજુ જાણી શકાયું નથી. 

નોંધનીય છે કે ઈસ્તંબુલમાં થયેલા ધડાકાનો અવાજ ખુબ દૂર સુધી સંભળાયો હતો. ધડાકાનો અવાજ સાંભળીને લોકો દહેશતમાં આવી ગયા હતા. ધડાકો થવાના કારણે અફરાતફરીનો માહોલ બની ગયો. ધડાકાના સમાચાર મળ્યા બાદ પોલીસ ટીમ તરત ઘટનાસ્થળે પહોંચી ગઈ અને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દીધુ. લોકોને શાંતિ જાળવવાની અપીલ કરાઈ છે. 

અત્રે જણાવવાનું કે તુર્કીના રક્ષામંત્રી હુલુસી અકરે સોમવારે વહેલી સવારે જાહેરાત કરી કે તુર્કીએ ઉત્તરી ઈરાકમાં કૂર્દ યોદ્ધાઓ વિરુદ્દ એક નવા ગ્રાઉન્ડ લેવલના તથા એર અભિયાનની શરૂઆત કરી છે. મંત્રાલયની વેબસાઈટ પર શેર કરાયેલા વીડિયો સંદેશમાં અકરે કહ્યું કે તુર્કીના વિમાનો અને તોપોએ કુર્દિસ્તાન વર્કર્સ પાર્ટીના ઠેકાણાને નિશાન બનાવીને હુમલા કર્યા. આ અગાઉ કમાન્ડો ટીમ હેલિકોપ્ટર દ્વારા અને જમીનથી પાડોશી દેશમાં દાખલ થયા. અભિયાનમાં ડ્રોનનો ઉપયોગ પણ કરાયો. 

અકરે કહ્યું કે વિમાનોએ કુર્દિસ્તાન વર્કર્સ પાર્ટીના ઠેકાણા, બંકરો, ગુફાઓ, સુરંગો, ગોળા બારૂદ ડેપો, અને હેડક્વાર્ટર્સને સફળતાપૂર્વક નિશાન બનાવ્યા. જૂથ ઉત્તરી ઈરાકમાં ઠેકાણાની દેખભાળ કરે છે અને તુર્કી પર હુમલા માટે આ વિસ્તારનો ઉપયોગ કરે છે. તેમણે જણાવ્યું કે તુર્કીએ છેલ્લા કેટલાક દાયકામાં પીકેકે વિરુદ્દ અનેક સરહદપાર હવાઈ અને જમીન અભિયાન ચલાવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news