24 વર્ષની ઉંમરમાં સુપરસ્ટાર બની આ છોકરી, પરંતુ ઘણીવાર સ્ટેજની પાછળ થતું જતું હતું આવું
બોલીવુડ સ્ટાર્સ હોય કે પછી હોલીવુડની દુનિયાના સુપરસ્ટાર્સ, સામાન્યરીતે તે સ્ટાર્સની ચમક તો જોવા મળે છે પરંતુ તે ચમકને પ્રાપ્ત કરવા માટે જેટલી સ્ટ્રગલ તેમને કરવી પડે છે તે દેખાતી નથી.
Trending Photos
નવી દિલ્હી: બોલીવુડ સ્ટાર્સ હોય કે પછી હોલીવુડની દુનિયાના સુપરસ્ટાર્સ, સામાન્યરીતે તે સ્ટાર્સની ચમક તો જોવા મળે છે પરંતુ તે ચમકને પ્રાપ્ત કરવા માટે જેટલી સ્ટ્રગલ તેમને કરવી પડે છે તે દેખાતી નથી. આજે અમે તેમને એવી જ એક હોલીવુડ સિંગરના સ્ટ્રગલની કહાની સંભળાવવા જઇ રહ્યા છીએ.
મુશ્કેલ હતી એલીની સફર
અમે વાત કરી રહ્યા છીએ પોપ સિંગર એલી ગોલ્ડિંગની. એલી પાસે અઢળક એવોર્ડ છે અને આખી દુનિયા તેને ઓળખે છે. પરંતુ આ ચમક સુધી પહોંચવાની રાહ તેમના માટે સરળ નથી.
આ લતની શિકાર હતી એલી
હકિકતમાં એલી પેનિક એટેકની સમસ્યા સામે ઝઝૂમી રહી છે અને આ ઉપરાંત તેમને ખૂબ કસરતની લત હતી. સ્ટારડમના લીધે ઘણું બધુ કામ મળ્યું, ખૂબ વધુ વર્કઆઉટ અને પેનિક એટેકના લીધે ઘણીવાર તે વીક થઇ જતી હતી. 34 વર્ષીય એલીએ તાજેતરમાં જ પોતાના એક પુસ્તકમાં ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. જોકે તે પોતાને નબળી આંકતી હતી અને એટલા માટે તેમને મોટાભાગ ઇન્ફીરિયોરિટી કોમ્પ્લેક્સનો શિકાર થઇ જતી હતી.
સ્ટેજની પાછળ પડી જતી હતી
જરૂરથી વધુ વર્કઆઉટ અને પેનિક એટેક આવતાં એલી ઘણી પરફોમન્સ અને ફોટોશૂટ કરતાં પહેલાં સ્ટેજની પાછળ પડી જતી હતી. પરંતુ એલીની મહેનતનું પરિણામ હતું કે તેમને ખૂબ ઝડપથી પ્રતિષ્ઠા મળી અને તેમની જીંદગી ખૂબ બિજી થઇ ગઇ હતી અને ઘણીવાર તો તે એક જ દિવસમાં ત્રણ અલગ-અલગ દેશોમાં પરફોર્મ કરવા જતી હતી. સિંગરે જણાવ્યું કે તે ક્યારેય પણ પોતાના જૂના સમયને વળીને જોતી ન હતી. કારણ કે તેમને ડર લાગતો હતો કે તે ફરીથી પરત ફરીને આવે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે