Pakistan-China એ સરહદ ઓળંગી તો ખૈર નહી! અમેરિકા પાસેથી પ્રીડેટર ડ્રોન્સ ખરીદવાની યોજના

સૂત્રોના અનુસાર ભારત સરકાર પોતાની સૈન્ય ક્ષમતાને વધારવા માટે ત્રણ અરબ ડોલર ખર્ચ કરી 30 સશસ્ત્ર (આર્મ્ડ) ડ્રોન ખરીદવાની યોજના બનાવી રહી છે. આ યોજના હેઠળ ભારતની ત્રણેય સેનાઓ માટે 10-10 એમક્યૂ-9 રીપર ડ્રોન ખરીદવા જશે.

Pakistan-China એ સરહદ ઓળંગી તો ખૈર નહી! અમેરિકા પાસેથી પ્રીડેટર ડ્રોન્સ ખરીદવાની યોજના

નવી દિલ્હી: ભારતની સૈન્ય ક્ષમતાને વધારવા માટે અમેરિકાથી 30 પ્રીડેટર ડ્રોન  (30 Predator Drones) ખરીદવાને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) 23 સપ્ટેમ્બરના રોજ વોશિંગ્ટનમાં ચાર ટોચની અમેરિકન કંપનીઓના સીઇઓ સાથે સશસ્ત્ર ડ્રોન નિર્માતા જનરલ એટૉમિક્સના પ્રમુખ સાથે મુલાકાત કરશે. તમને જણાવી દઇએ કે પીએમ મોદી ત્રણ દિવસની અમેરિકનાની યાત્રા પર વોશિંગ્ટન પહોંચી ગયા છે અને ભારતીય સમય અનુસાર આજે (23 સપ્ટેમ્બર) સાંજે 7 વાગે અમેરિકન કંપનીઓના સીઇઓ સાથે મુલાકાત કરવાના છે.

આ કંપનીઓના સીઇઓ સાથે મુલાકાત કરશે પીએમ મોદી
હિંદુસ્તાન ટાઇમ્સે વોશિંગ્ટન સ્થિત સૂત્રોના અનુસાર જણાવ્યું કે પીએમ મોદી (Narendra Modi) તમામ ચાર સીઇઓ સાથે સામ-સામે મુલાકાત કરશે. આ તમામ એવી કંપનીઓના નેતૃત્વ કરી રહી છે, જે પોત-પોતાના ક્ષેત્રોમાં અગ્રણી છે. જનરલ એટોમિક્સના પ્રમુખ, ક્વાલકોમ સેમી-કંડક્ટર પ્રમુખ, બ્લેકરોક વૈશ્વિક રોકાણ કંપની, ફર્સ્ટ સોલાર (નોન કન્વેંશનલ એનર્જી લીડર) અને એડોબ (સોફ્ટવેરમાં યૂએસ લીડર)ના સીઇઓ સાથે મુલાકાત કરશે. 

બોર્ડર પર દુશ્મનોની ખૈર નથી
સૂત્રોના અનુસાર ભારત સરકાર પોતાની સૈન્ય ક્ષમતાને વધારવા માટે ત્રણ અરબ ડોલર ખર્ચ કરી 30 સશસ્ત્ર (આર્મ્ડ) ડ્રોન ખરીદવાની યોજના બનાવી રહી છે. આ યોજના હેઠળ ભારતની ત્રણેય સેનાઓ માટે 10-10 એમક્યૂ-9 રીપર ડ્રોન ખરીદવા જશે. અમેરિકા પાસેથી ડ્રોન ખરીદ્યા બાદ ભારતીય સેનાની તાકાત વધશે અને સીમા પર દુશ્મનો પર નજર રાખવામાં સરળતા હશે. 

પ્રીડેટર ડ્રોનની ખાસિયત
પ્રીડેટર ડ્રોન (Predator Drones) ની ખાસિયતની વાત કરીએ તો આ ઘણી ખૂબીઓથી સજ્જ છે. આ ડ્રોન 9 હાર્ડ પોઇન્ટ સાથે આવે છે અને આ હવામાં લગભગ 27 કલાક સુધી ટકેલો રહે છે. આ ડ્રોન હવાથી જમીન પર માર કરનાર સેન્સર અને લેઝર નિર્દેશિત બોમ્બ લઇ જનાર ક્ષમતાની સજ્જ છે. તો બીજી તરફ UAV 50 હજાર ફૂટની ઉંચાઇ પર સંચાલિત હશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news