વર્ચુઅલ થશે સંયુક્ત રાષ્ટ્રનું અધિવેશન, જાણો શું હશે PM મોદીનું સંબોધન

સંયુક્ત રાષ્ટ્રના 75 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર થઇ રહ્યું છે કે આ વર્ષે વાર્ષિક મહાસભાના સત્ર ઓનલાઇન માધ્યમથી આયોજિત થઇ રહી છે અને દેશો તથા સરકારોના પ્રમુખ કોરોના વાયરસ વૈશ્વિક મહામારીના કારણે શારીરિક રીતે આ સભામાં જોડાશે નહી. વૈ

વર્ચુઅલ થશે સંયુક્ત રાષ્ટ્રનું અધિવેશન, જાણો શું હશે PM મોદીનું સંબોધન

સંયુક્ત રાષ્ટ્ર: સંયુક્ત રાષ્ટ્રના 75 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર થઇ રહ્યું છે કે આ વર્ષે વાર્ષિક મહાસભાના સત્ર ઓનલાઇન માધ્યમથી આયોજિત થઇ રહી છે અને દેશો તથા સરકારોના પ્રમુખ કોરોના વાયરસ વૈશ્વિક મહામારીના કારણે શારીરિક રીતે આ સભામાં જોડાશે નહી. વૈશ્વિક નેતા સત્ર માટે પહેલાંથી રેકોર્ડ કરવામાં આવેલા વીડિયો વક્તવ્યોને સોંપાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 સપ્ટેમ્બરના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરી શકે છે. ઉચ્ચ સ્તરીય બેઠક માટે વૈશ્વિક બોડી જાહેર કરવામાં આવેલી વક્તાઓની તત્કાલિન યાદીમાં આ જાણકારી આવી છે. 

મંગળવારે સત્રો વિશે આપી જાણકારી
સંયુક્ત રાષ્ટ્રમાં મહાસભા તથા સંમેલન મેનેજમેન્ટ વિભાગે સભાના 75મા સત્રની સામાન્ય ચર્ચા માટે મંગળવારે વક્તાઓની તત્કાલિન યાદી સ્થાયી મિશનોને જાહેર કરી. યાદીના અનુસાર મોદી 26 સપ્ટેમ્બરના રોજ સવારે સામાન્ય ચર્ચાને સંબોધિત કરી શકે છે. જોકે આ ધ્યાન રાખવાનું રહેશે કે યાદી તત્કાલિક છે અને વધુ બે પુનરાવૃત્તિઓ હશે કારણ કે આગામી કેટલાક અઠવાડિયામાં સામાન્ય ચર્ચા માટે કાર્યક્રમ તથા વક્તા બદલાઇ શકે છે. સામાન્ય ચર્ચા માટે અંતિમ વક્તવ્ય ક્રમ અલગ હોઇ શકે છે. સામાન્ય ચર્ચા 22 સપ્ટેમબરના રોજ શરૂ થઇને 29 સપ્ટેમ્બર સુધી ચાલશે. 

બ્રાજીલના રાષ્ટ્રપતિનું સંબોધન સૌથી પહેલાં થશે
યાદી અનુસાર બ્રાજીલના રાષ્ટ્રપતિ જેયર બોલસોનારો પહેલાં વક્તા છે. પારંપારિક રૂપથી અમેરિકા સામાન્ય ચર્ચાના પહેલાં દિવસે બીજા વક્તા હશે અને એવી આશા છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પદ પર રહેતાં પોતાનું અંતિમ સંબોધન વ્યક્તિગત રૂપથી આપવા માટે ન્યૂયોર્ક જઇ શકે છે. 

પહેલાં દિવસે મોટા નેતાઓનું સંબોધન
તત્કાલિક યાદી અનુસાર તુર્કીના રાષ્ટ્રપતિ રજબ તૈયબ અર્દોઆન, ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતીન, ઇરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાની અને ફ્રાંસના રાષ્ટ્રપતિ એમૈનુઅલ મૈક્રોં પહેલાં દિવસે ડિજિટ ચર્ચાને સંબોધિત કરશે. અમેરિકા સંયુક્ત રાષ્ટ્રનો મેજબાન દેશ છે અને આ વર્ષે ટ્રમ્પ એકમાત્ર વૈશ્વિક નેતા હશે જે ડિજિટલ ઉચ્ચ સ્તરીય સભાને વ્યક્તિગત રૂપથી હાજર રહીને સંબોધિત કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news