PM Modi France Visit: ફ્રાન્સ માટે ભારત કેમ આટલું મહત્વ ધરાવે છે? જાણો PM મોદીના ફ્રાન્સ પ્રવાસનું મહત્વ
PM Narendra Modi France visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 14 જુલાઈથી ફ્રાન્સના બે દિવસના પ્રવાસે જશે. પીએમ મોદી ફ્રાન્સની વાર્ષિક બેસ્ટીલ ડે પરેડમાં ચીફ ગેસ્ટ તરીકે સામેલ થશે. પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ બાદ મોદી બીજા ભારતીય પીએમ છે જેમને આ સન્માન આપવામાં આવી રહ્યું છે.
Trending Photos
PM Narendra Modi France visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 14 જુલાઈથી ફ્રાન્સના બે દિવસના પ્રવાસે જશે. પીએમ મોદી ફ્રાન્સની વાર્ષિક બેસ્ટીલ ડે પરેડમાં ચીફ ગેસ્ટ તરીકે સામેલ થશે. પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ બાદ મોદી બીજા ભારતીય પીએમ છે જેમને આ સન્માન આપવામાં આવી રહ્યું છે. આ યાત્રાનો ભારત-ફ્રાન્સના સંબંધો પર શું પ્રભાવ પડશે તે ખાસ જાણો, અત્રે જણાવવાનું કે પીએમ મોદીનો આ પ્રવાસ બંને દેશોની રણનીતિક ભાગીદારીની રીતે તો મહત્વનો છે જ પણ સાથે સાથે ભારતીય નેવી માટે આ યાત્રાનું વ્યૂહાત્મક મહત્વ છે.
પીએમ મોદીના ફ્રાન્સ પ્રવાસનું મહત્વ
બેસ્ટિલ ડે પરેડમાં પીએમ મોદીને આમંત્રણ આપવું, આજે બદલાતા વૈશ્વિક પરિવેશમાં ભારત-ફ્રાન્સના નીકટના સંબંધોની સુંદરતા દર્શાવે છે. જિયોપોલિટિકલ એક્સપર્ટ્સના જણાવ્યાં મુજબ છેલ્લા 30 વર્ષોમાં ફ્રાન્સ યુરોપમાં ભારતનું સૌથી મજબૂત ભાગીદાર બનીને ઊભર્યું છે. રક્ષા જરૂરિયાતોને પૂરી કરવાની વાત હોય તો રશિયા બાદ ફ્રાન્સ ભારતનો સૌથી મોટો મિત્ર દેશ બનીને ઊભર્યો છે.
રક્ષા ડીલ પર આગળ વધી શકે છે બંને દેશ
પીએમ મોદીનો આ પ્રવાસ ખુબ જ મહત્વપૂર્ણ અને ઐતિહાસિક થવાનો છે. આ દરમિયાન બંને દેશ રક્ષા ક્ષેત્રમાં કેટલાક કરારની જાહેરાત પણ કરી શકે છે જેમાં ફ્રાન્સ તરફથી ટેક્નોલોજી ટ્રાન્સફર કરવું સામેલ થઈ શકે છે. પીએમ મોદી આ પ્રવાસમાં ફ્રાન્સ પાસેથી નેવીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલા 26 રાફેલ વિમાન ખરીદવાની પણ જાહેરાત કરી શકે છે. આ પ્રસ્તાવોમાં નેવી માટે રાફેલ-એમ વિમાનોની સાથે જ 3 સ્કોર્પીન સબમરીનની પણ ખરીદી સામેલ છે. આ દરમિયાન ફ્રાન્સ ભારતને કેટલાક વધુ હથિયારોના સપ્લાયની પણ જાહેરાત કરી શકે છે.
રણનીતિક મુદ્દાઓ પર થઈ શકે છે વાત
રક્ષા ડીલ ઉપરાંત પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોન વચ્ચે આ દરમિયાન હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ અને સ્થાયિત્વ સહિત દક્ષિણ એશિયાના હાલાત પર વાત થઈ શકે છે. કારણ કે બંને દેશ આંતરરાષ્ટ્રીય સમુદ્ર ક્ષેત્રમાં ચીનની ચાલાકી અને દાનતથી સારી પેઠે પરિચિત છે. એ વાતની પણ સંભાવના છે કે રાષ્ટ્રપતિ મેક્રોન વાતચીતમાં રશિયા-યુક્રેન યુદ્ધનો મુદ્દો ઉઠાવીને ભારતને રશિયા વિરુદ્ધ પશ્ચિમી દેશોની પડખે રહેવાની અપીલ કરી શકે છે.
રણનીતિક ભાગીદારીના 25 વર્ષ પૂરા
ભારત અને ફ્રાન્સ વચ્ચે આ સંબંધ છેલ્લા 25 વર્ષમાં ઝડપથી મજબૂત થયા છે. એટલે કે બંને દેશો વચ્ચે રણનીતિક ભાગીદારીના 25 વર્ષ પૂરા થયા છે. અત્રે જણાવવાનું કે વર્ષ 1998માં ફ્રાન્સના તત્કાલિન રાષ્ટ્રપતિ જેક્સ શિરાક ભારતના પ્રવાસે આવ્યા હતા. તે સમયે બંને દેશોએ દ્વિપક્ષીય સંબંધોને રણનીતિક ભાગીદારીમાં ફેરવવાનો નિર્ણય લીધો હતો.
ભારત જોડે સદભાવના ધરાવે છે ફ્રાન્સ
ઈતિહાસ સાક્ષી છે કે ભારત અને ફ્રાન્સના સંબંધ સકારાત્મક અને પૂરક રહ્યા છે. બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક સ્તરની સાથે સાથે લોકો વચ્ચે નીકટ સંબંધ રહ્યા છે. ફ્રેન્ચ લોકો એક લાંબા સમયથી ભારતીય સંસ્કૃતિ અને વારસા પ્રત્યે આકર્ષાતા રહ્યા છે. ફ્રાન્સે ક્યારેય ભારત વિરુદ્ધ અમેરિકા જેવું સ્ટેન્ડ લીધુ નથી. જ્યારે પોખરણમાં થયેલા પરમાણુ પરિક્ષણ અંગે દુનિયા ભારત વિરુદ્ધ પ્રતિબંધો લગાવી રહી હતી ત્યારે ફ્રાન્સ ન્યૂટ્રલ હતું. કદાચ આ જ કારણ હોઈ શકે છે કે અનેક વર્ષોથી બંને દેશો વચ્ચેના સંબંધો અનુકૂળ રહ્યા છે. જેમ કે ભારતની અનેક શાળાઓમાં ફ્રેન્ચ ભાષા ભણાવવામાં આવે છે તો ફ્રાન્સની કોલેજોમાં યોગ, આયુર્વેદ, અને દર્શન અંગે ચર્ચા થાય છે. આવામાં રક્ષા ડીલ ઉપરાંત હવે બંને દેશો વચ્ચે વેપારી સહયોગ વધારવા પર ફોકસ થઈ શકે છે. જેમ કે 2010માં ફ્રાન્સ અને ભારત વચ્ચે વેપાર 9 અબજ ડોલરનો હતો જે 2021માં 13 અબજ ડોલર સુધી પહોંચ્યો. હવે આ કારોબારી આંકડા આગળ વધવા પર ફોકસ થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે