અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર, ભાવનગરમાં લૂ લાગતા એક વ્યક્તિનું મોત

કેરળમાં ચોમાસું શરૂ થયાની સાથે જ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ગુજરાતમાં 13 જૂનની આસપાસ વરસાદની શરૂઆત થશે. ત્યારે ગુજરાતની જનતાને ગરમીમાંથી છુટકારો મળવાની હજુ કોઈ સંભાવના દેખાતી નથી.

અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર, ભાવનગરમાં લૂ લાગતા એક વ્યક્તિનું મોત

અમદાવાદ: કેરળમાં ચોમાસું શરૂ થયાની સાથે જ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ગુજરાતમાં 13 જૂનની આસપાસ વરસાદની શરૂઆત થશે. ત્યારે ગુજરાતની જનતાને ગરમીમાંથી છુટકારો મળવાની હજુ કોઈ સંભાવના દેખાતી નથી. રાજ્યનાં મોટાભાગનાં વિસ્તારમાં બે દિવસ બાદ ગરમીમાં રાહત થાય તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. જ્યારે આજે શનિવારે અમદાવાદમાં પારો 45 ડિગ્રીને પાર જાય તેવી સંભાવના હોવાને કારણે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. તો બીજી બાજુ ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં એક વ્યક્તિનું  લૂ લાગતા મોત થયુ છે.

રાજ્યમાં હિટ વેવની સ્થિતિ વચ્ચે શનિવારે અસહ્ય ગરમી નોંધાઇ હતી. શનિવારે રાજ્યના પાટનગર ગાંધીનગર અને સુરેન્દ્ર નગરમાં રાજ્યનું સૌથી ઊંચું તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત, રાજ્યના અનેક શહેરોમાં પારો 42-44 ડિગ્રીની વચ્ચે રહ્યો હતો. જેના કારણે ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા. ત્યારે આજે રવિવારે પણ ગરમીનો પારો 45 ડિગ્રીને પાર જાય તેવી સંભાવના હોવાને કારણે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે અને લોકોને કામ સિવાય બહાર ન નીકળવા માટેનાં સૂચન કરવામાં આવ્યાં છે.

ભાવનગરમાં એક વ્યક્તિનું ગરમીને કારણે મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસરા, ભાવનગરના કુંભારવાડા વિસ્તારના વાયબ્રન્ટ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલા અલંગના ડેલામાં કામ કરતા સમયે એક મજૂરને લૂ લાગતા બેભાન થઇ ગયો હતો. જોકે, મજૂર બેભાન થઇ જમીન પર ઢળી પડતા આસપાસના અન્ય લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલીક 108ને જાણ કરી હતી. સ્થળ પર પહોંચી 108ના સ્ટાફ દ્વારા વ્યક્તિની તપાસ શરૂ કરવામાં આવી હતી. જોકે તપાસ દરમિયાન ડોક્ટરે તે વ્યક્તિને મૃત જાહેર કર્યો હતો.

કેરળમાં ચોમાસાનું આગમન
લગભગ એક અઠવાડિયું મોડું રહેલું દક્ષિણપશ્ચિમ ચોમાસું કેરળના દરિયાકિનારે શનિવારે આવી પહોંચ્યું છે. ઉલ્લેખનીય છે કે, દક્ષિણ પશ્ચિમ ચોમાસું જ ઉત્તર અને મધ્ય ભારત સહિત દેશના મોટાભાગના વિસ્તારોમાં ચાર મહિનાની વરસાદની ઋતુનું વાહક હોય છે.

ગુજરાતમાં આ તારીખથી શરૂ થશે ચોમાસું, આવતીકાલે રેડ એલર્ટની આગાહી

13 જુને આવશે ગુજરાતમાં વરસાદ
ચોમાસું નજીક આવતા ગઇકાલથી રાજ્યમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટી શરૂ થઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં 13 જૂનની આસપાસ ચોમાસાની શરૂઆત થઇ શકે છે. કાળઝાળ ગરમી બાદ દક્ષિણ ગુજરાતમાં કેટલીક જગ્યાએ વરસાદ પડ્યો હતો. જેમાં નવસારી-વલસાડ સહિતના જિલ્લામાં વરસાદની શરૂઆતથી વાતાવરણમાં ઠંકડ પ્રસરી ગઇ છે. જેના કારણે સ્થાનિક લોકોમાં ગરમીથી રાહત મળી હતી.

શું રાખશો તકેદારી?
શહેરની તમામ બાંધકામ સાઈટો બપોરે 12થી 4 સુધી બંધ રાખવા માટે આદેશ કરાયા છે. જ્યાં શ્રમજીવીઓ કામ કરે છે તેમના માટે છાશ અને પાણીની વ્યવસ્થા કરવા પણ જણાવાયું છે. અર્બન સેન્ટરો સાંજે સાત વાગ્યા સુધી ખુલ્લા રાખવામાં આવનાર છે. બગીચાઓમાં પાણી અને છાશનું વિતરણ પણ કરવામાં આવશે. હીટસ્ટ્રોકના લક્ષણો જણાય તો તાકીદે 108 એમ્બ્યુલન્સ કે નજીકના તબીબનો સંપર્ક કરવા માટે જણાવાયું છે. હીટસ્ટ્રોકથી બચવા માટે પૂષ્કળ પ્રમાણમાં પાણી અને લીંબુ સરબત, છાશ પીવા પણ જણાવાયું છે.

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news