અમેરિકામાં હવે યહુદીઓને કરાયા ટાર્ગેટ, પ્રાર્થના સ્થળ પર ફાયરિંગમાં 11ના મોત

અમેરિકાના પિટ્સબર્ગમાં શનિવારે યહુદીઓના એક પ્રાર્થના સ્થળ પર થયેલા ફાયરિંગમાં ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા છે. જ્યારે 3 પોલીસકર્મીઓ સહિત અન્ય લોકો ઘાયલ થયા છે. સ્થાનિક મીડિયામાં આ અંગે અહેવાલો આવ્યાં છે. 
અમેરિકામાં હવે યહુદીઓને કરાયા ટાર્ગેટ, પ્રાર્થના સ્થળ પર ફાયરિંગમાં 11ના મોત

વોશિંગ્ટન: અમેરિકાના પિટ્સબર્ગમાં શનિવારે યહુદીઓના એક પ્રાર્થના સ્થળ પર થયેલા ફાયરિંગમાં ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા છે. જ્યારે 3 પોલીસકર્મીઓ સહિત અન્ય લોકો ઘાયલ થયા છે. સ્થાનિક મીડિયામાં આ અંગે અહેવાલો આવ્યાં છે. 

જો કે કેટલા લોકોના મોત થયા છે તેને અધિકૃત રીતે કોઈ માહિતી મળી નથી. ઘાયલો અંગે પણ કોઈ સત્તાવાર પુષ્ટિ નથી. પરંતુ સ્થાનિક મીડિયામાં આવેલા અહેવાલો મુજબ 11 લોકો માર્યા ગયા છે. જ્યારે 3 પોલીસકર્મીઓ સહિત અનેક લોકો ઘાયલ થયા છે. 

સ્થાનિક મીડિયાના અહેવાલો મુજબ પોલીસની જવાબી કાર્યવાહી બાદ હુમલાખોર રોબર્ટ બોવર્સ (46) ઘાયલ થયો અને તેણે આત્મસમર્પણ કર્યું. અહેવાલો મુજબ હુમલાખોર દાઢીવાળો શ્વેત વ્યક્તિ છે. ઘાયલ થવાના કારણે તે હાલ હોસ્પિટલમાં દાખલ છે. જ્યાં પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. 

— Donald J. Trump (@realDonaldTrump) October 27, 2018

એફબીઆઈ આ ઘટનાને ધૃણા અપરાધ ગણીને તપાસ કરી રહી છે. ફાયરિંગ કરતા પહેલા હુમલાખોર કથિત રીતે મકાનમાં ઘૂસી ગયો અને બૂમો પાડવા લાગ્યો કે 'બધા યહુદીઓએ મરી જવું જોઈએ.'રાષ્ટ્રપતિ ડોનાલ્ડડ ટ્રમ્પે આ ઘટનાને ખુબ દુ:ખદ સ્થિતિ ગણાવી. તેમણે કહ્યું કે પિટ્સબર્ગમાં જે પણ વિચાર્યું હતું તેના કરતા સ્થિતિ ખુબ દુ:ખદ છે. 

— Benjamin Netanyahu (@netanyahu) October 27, 2018

આ હુમલો પિટ્સબર્ગના સ્કિવરેલ હિલમાં સ્થિત ટ્રી ઓપ લાઈફ સિનગોગમાં થયો છે. ઘટના બાદ ટ્રમ્પે કહ્યું કે આવો અપરાધ કરનારાને તો મોતની સજા આપવી જોઈએ. આ બાજુ યહુદી રાષ્ટ્ર ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ઘટના બાદ અમેરિકા સાથે એકજૂથતા દર્શાવતા એક વીડિયો સંદેશમાં કહ્યું કે પિટ્સબર્ગના સિનગોગમાં થયેલા જીવલેણ હુમલાથી મારું મન ખુબ દુ:ખી છે અને હું આઘાતમાં છું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news