હજારો ફૂટની ઉંચાઈ પર જો કોઈ પેસેન્જરનું મૃત્યુ થાય છે તો શું કરવું જોઈએ?

લાસ વેગાસ, નેવાડાના ભૂતપૂર્વ પાયલટ ડેન બુબએ કહ્યું કે તમારી મુસાફરી દરમિયાન કોઈનું મૃત્યુ થાય તો તમને તે વિશે ખબર પણ નહીં પડે. કારણ કે ફ્લાઈટની વચ્ચે જો કોઈ પેસેન્જરનું મૃત્યુ થઈ જાય તો ફ્લાઈટના ક્રૂ મેમ્બર્સ તે વાતને જાહેર નહીં કર. 

હજારો ફૂટની ઉંચાઈ પર જો કોઈ પેસેન્જરનું મૃત્યુ થાય છે તો શું કરવું જોઈએ?

દરરોજ હજારો લોકો વિમાનમાં મુસાફરી કરે છે. તેમના મનમાં અનેક પ્રકારના સવાલો છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં, ઘણા ફ્લાઈટ ક્રૂ મેમ્બર્સે એવા પ્રશ્નોના જવાબ આપ્યા છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. હવે પાઇલટ્સના એક જૂથે કેટલાક વધુ રાઝ ખોલ્યા છે. તેમણે કહ્યું કે હજારો ફૂટ ઉપરથી વિમાનમાં કોઈ મુસાફરનું મૃત્યુ થાય તો શું કરવું જોઈએ? તે કેવી રીતે કરવું. લાસ વેગાસ, નેવાડાના ભૂતપૂર્વ પાયલટ ડેન બુબએ કહ્યું કે તમારી મુસાફરી દરમિયાન કોઈનું મૃત્યુ થાય તો તમને તે વિશે ખબર પણ નહીં પડે. કારણ કે ફ્લાઈટની વચ્ચે જો કોઈ પેસેન્જરનું મૃત્યુ થઈ જાય તો ફ્લાઈટના ક્રૂ મેમ્બર્સ તે વાતને જાહેર નહીં કર. 

યાત્રિકોને નથી હોતી જાણકારી
ડેન બુબે કહ્યું કે ફ્લાઈટની વચ્ચે કોઈ પેસેન્જરનું મોત થાય તો ક્રૂ મેમ્બર્સની પહેલી જવાબદારી એ છે કે ઓછામાં ઓછા સમાચાર પેસેન્જર્સ સુધી પહોંચે જેથી તેઓ ગભરાઈ ના જાય. આ માટે, ક્રૂ મેમ્બર્સ પહેલા કાળજીપૂર્વક ડેડ બોડીને પ્લેનના પાછળના ભાગમાં લઈ જાય છે. એટલે કે, તેને મુસાફરોમાંથી દૂર કરવામાં આવે છે. ક્રૂ મેમ્બર્સ મુસાફરોને આ વિશે કોઈ માહિતી આપતા નથી.

આ પણ વાંચો: ફાયદા જાણશો તો વાસી રોટલી ફેંકવાનો જીવ નહી ચાલે, પાડોશી પાસેથી માંગીને પણ લાવશો
આ પણ વાંચો: Eating Habits:રોટલી છે રોગનું ઘર, વધારે રોટલી ખાવાથી શરીરમાં બને છે ઝેર
આ પણ વાંચો: કયા અનાજનો લોટ ખાવો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, કંફ્યૂજન હોય તો આ વાંચી લો
આ પણ વાંચો: આ લોટની રોટલી ખાવાથી ડાયબિટીસની બીમારી જડમૂળથી થઈ શકે છે દૂર, એકદમ સચોટ છે ઉપાય

ધાબળાથી ઢાંકો મૃતદેહને
ડેન બુબે કહ્યું કે કેટલાક વિમાનોમાં ખાસ કમ્પાર્ટમેન્ટ હોય છે જેમાં મૃત શરીર રાખવામાં આવે છે. જો જગ્યા ના હોય તો, કેબિન ક્રૂ મૃતદેહને ગળા સુધી ધાબળાથી ઢાંકે છે અને તેને સીટ બેલ્ટ બાંધવા માટે કહેવામાં આવે છે.

તમામ એરલાઈન ક્રૂ મેમ્બર્સને મેડિકલ ઈમરજન્સી માટે તાલીમ આપે છે. અન્ય લોકોની મદદ માટે પણ કૉલ કરી શકે છે. ઉપરાંત, કટોકટીમાં, જો તેઓને લાગે કે કોઈ પેસેન્જરને વધુ મદદની જરૂર છે, તો તેઓ નજીકના એરપોર્ટ પર જઈ શકે છે. ઈમરજન્સી લેન્ડિંગ કરી શકે છે. વધુમાં, તેઓ કોઈપણ પ્રવાસીની મદદ લઈ શકે છે જેને તબીબી અનુભવ હોય.

મૃતદેહને પહોંચાડવાની એરલાઈન્સની જવાબદારી
જો પેસેન્જર બચી ના શકે તો પેસેન્જરના મૃતદેહને આ પ્રક્રિયાઓ પછી યોગ્ય સ્થળ પર લઈ જવામાં આવે છે. આ પછી, તેમના રેકોર્ડની સંપૂર્ણ તપાસ કરવામાં આવે છે. સ્થાનિક પ્રશાસનને પણ જાણ કરવામાં આવે છે જેથી તેના મૃતદેહને તેના પરિવાર કે પરિચિતને સોંપી શકાય. આ એરલાઇન કંપનીની જવાબદારી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news