AstraZeneca બાદ Pfizer 'બૂસ્ટર'થી બની રહી છે વધુ એન્ટીબોડી, સ્ટડીમાં થયો દાવો

સ્પેનની સ્ટડીમાં જાણવા મળ્યું કે એસ્ટ્રાઝેનેકા  (AstraZeneca Vaccine) ના પ્રથમ ડોઝ બાદ ફાઇઝર (Pfizer) બૂસ્ટર પ્રાપ્ત કર્યાના 14 દિવસ બાદ લોકોમાં એન્ટીબોડીનું સ્તર વધુ હતું. આ એન્ટીબોડી લેબ ટેસ્ટમાં કોરોના વાયરસને ઓળખવા અને ખતમ કરવામાં સક્ષમ હતી. 
 

 AstraZeneca બાદ Pfizer 'બૂસ્ટર'થી બની રહી છે વધુ એન્ટીબોડી, સ્ટડીમાં થયો દાવો

મેલબોર્નઃ એસ્ટ્રાઝેનેકા વેક્સિન (AstraZeneca Vaccine) માટે પાત્રતામાં ફેરફાર, કોરોના વાયરસના નવા વેરિએન્ટ અને સપ્લાયમાં આવી રહેલી સમસ્યા વચ્ચે ઘણા લોકો વિચારી રહ્યાં છે કે શું તે Covid-19 ની તમામ વેક્સિનને 'મિક્સ એન્ડ મેચ' કરી લઈ શકે છે. એટલે કે જો પ્રથમ ડોઝ એસ્ટ્રાઝેનેકા વેક્સિન લેવામાં આવે અને બીજો ડોઝ ફાઇઝર  (Pfizer) કે અન્ય કોઈ વેક્સિન લઈ શકે છે. તેને બૂસ્ટર ડોઝ કહેવામાં આવી રહ્યો છે. આ વિશે ઘણા અભ્યાસ વચ્ચે હાલમાં સ્પેન અને બ્રિટનમાં કેટલાક આંકડા જારી કરવામાં આવ્યા છે, જે ખુબ આશાજનક છે. 

કેટલાક દેશોમાં ચાલી રહી છે 'મિક્સ એન્ડ મેચ' ડોઝ
અલગ-અલગ વેક્સિનના ડોઝ લેનારા પર કરવામાં આવેલા અભ્યાસ બાદ જારી કરવામાં આવેલા આંકડા જણાવે છે કે મિક્સ એન્ડ મેચ શેડ્યૂલ એક જ રસીના બે ડોઝની તુલનામાં વધુ એન્ટીબોડી સ્તર આપી શકે છે. ઓસ્ટ્રેલિયાના Drug regulator, થેરેપ્યૂટિક ગુડ્સ એડમિનિસ્ટ્રેશન (TGA) એ અત્યાર સુધી મિક્સ એન્ડ મેચ Covid-19 રસીકરણ કાર્યક્રમને મંજૂરી આપી નથી, પરંતુ કેટલાક દેશો પહેલા આવી કરી રહ્યાં છે. તો તે કેવી રીતે કામ કરે છે અને આ એક સારો વિચાર કેમ હોઈ શકે છે? બે વેક્સિન લેવાથી શું ફાયદો? આ બધા સવાલોનો જવાબ જાણવા જરૂરી છે. 

શું ફાયદો છે?
મેલબોર્ન વિશ્વ વિદ્યાલય અને જોન હાર્ટ, મર્ડોક ચિલ્ડ્રન રિસર્ચ ઇન્સ્ટિટ્યુટના ફિયોના રસેલ કહે છે, જો  Covid-19 ના વેક્સિનેશન કાર્યક્રમમાં વેક્સિનના મિશ્રણની મંજૂરી હોય તો તેનાથી સુવિધા વધશે અને એક સુવિધાનજક રસીકરણ કાર્યક્રમ થવાથી વૈશ્વિક આપૂર્તિમાં આવી રહેલા વિઘ્નો ઓછા થશે. જો કોઈ રસીની કમી છે, તો રાહ જોવા માટે રસીકરણ કાર્યક્રમ બંધ કરવાની જગ્યાએ બીજી રસી આપી તે ડ્રાઇવ જારી રાખી શકાય છે. જો એક રસી વાયરસના એક ચોક્કસ પ્રકાર વિરુદ્ધ બીજાની તુલનામાં ઓછા પ્રભાવી છે, તો મિક્સ એન્ડ મેચ શેડ્યૂલ તે નક્કી કરી શકે છે કે જે લોકોને પ્રથમ ઓછી અસરકારક રસીનો ડોઝ મળ્યો છે, તેને એક વેક્સિનની સાથે બૂસ્ટર મળી શકે છે, જે વાયરસના તે વેરિએન્ટ વિરુદ્ધ વધુ પ્રભાવી હશે. 

આ દેશોમાં આપવામાં આવી રહી છે સલાહ
કેટલાક દેશ પહેલાથી જ મિક્સ એન્ડ મેચ વેક્સિન શેડ્યૂલનો ઉપયોગ કરી રહ્યાં છે, કારણ કે એસ્ટ્રાઝેનેકા વેક્સિન વિશે ભલામણો બદલ્યા બાદ લોહી જામવાના/બ્લીડિંગના કેસ ઓછા આવ્યા. યૂરોપના ઘણા દેશ હવે યુવાઓને સલાહ આપી રહ્યાં છે કે આ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધા બાદ તેને બીજા ડોઝના રૂપમાં અન્ય કોઈ રસી લેવી જોઈએ. જર્મની, ફ્રાન્સ, સ્વીડન, નોર્વે અને ડેનમાર્ક જેવા તમામ દેશ સામાન્ય રીતે ફાઇઝર જેમ કે એમઆરએનએ રસી બાદ મિક્સ એન્ડ મેચ રસીકરણ કાર્યક્રમની સલાહ આપી રહ્યાં છે. 

શું આ સુરક્ષિત છે?
મેમાં લાન્સેટમાં પ્રકાશિત યૂકે મિક્સ એન્ડ મેચ સ્ટડીમાં 50 વર્ષથી વધુ ઉંમરના 830 લોકોને પહેલા ફાઇઝર કે એસ્ટ્રાઝેનેકાની રસી લગાવ્યા બાદ બીજી રસી લગાવવામાં આવી. આ પ્રયોગ બાદ તે જાણવા મળ્યું કે, જે લોકોએ બે અલગ-અલગ વેક્સિન લીધી, તેમાંથી એક પ્રકારની બન્ને વેક્સિન લીધા બાદ થઈ રહેલી સાઇડ ઇફેક્ટની અપેક્ષામાં વધુ સાઇડ ઇફેક્ટ જોવા મળી. ઠંડી લાગવી, થાક, માથાનો દુખાવો, સાંધાનો દુખાવો, અસ્વસ્થતા, સ્નાયુમાં દુખાવો જેવા લક્ષણ આવ્યા પરંતુ આ સમસ્યાઓ જલદી દૂર થઈ ગઈ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news