1997માં ચીનને સોંપી દેવાયા પછી શા માટે ફરી હોંગકોંગમાં થઈ રહ્યા છે વિરોધ પ્રદર્શન?
ચીનમાં પ્રત્યાર્પણને મંજૂરી આપનારી સરકારની યોજનાઓ સામે અત્યારે હોંગકોંગમાં લોકો સડકો પર ઉતરી આવ્યા છે અને ચારે તરફ ચક્કાજામના દૃશ્યો સર્જાઈ રહ્યા છે
Trending Photos
હોંગકોંગઃ વર્ષ 1997માં હોંગકોંગ ચીનને સોંપી દેવાયા પછી શહેરમાં પ્રથમ વખત વિશાળ સ્તરે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. ચીનમાં પ્રત્યાર્પણને મંજૂરી આપનારી સરકારની યોજનાઓ સામે અત્યારે હોંગકોંગમાં હાજારોની સંખ્યામાં લોકો સડક પર ઉતરી આવ્યા છે. તેમણે શહેરના બે મુખ્ય ધોરીમાર્ગ પર ચક્કાજામ લગાવીને બંધ કરી દીધા છે. કાળા કપડા પહેરીને આવેલા પ્રદર્શનકારીઓએ જાતે જ બેરિકેડ લગાવીને સરકારી કચેરી તરફ જતા બે રસ્તા બંધ કરી દીધા છે.
પોલીસે બુધવારે આ ખરડા પર ચર્ચા શરૂ થાય તેના કેટલાક કલાક પહેલા પ્રદર્શનકર્તાઓને વેરવિખેર કરવા માટે બળપ્રયોગ કર્યો હતો. પોલીસે પ્રદર્શનકારીઓ પર વોટર કેનન, પેપર સ્પ્રે અને ટીયર ગેસના સેલનો ઉપયોગ કર્યો હતો. હોંગકોંગમાં 100થી વધુ વ્યવસાયિકોએ જણાવ્યું કે, તેઓ પ્રદર્શનકર્તાઓને સમર્થન આપવા માટે બુધવારે પોતાની દુકાનો ખોલશે નહીં. શહેરના મોટા વિદ્યાર્થી સંઘોએ પણ જાહેરાત કરી છે કે તેઓ રેલીઓમાં સામેલ થવા માટે કોલેજ બન્ક કરશે.
VIDEO: Hong Kong protesters, angry with the city's plan to allow extraditions to China, create barricades near government offices as they prepare to potentially face off with riot police pic.twitter.com/sE85sCdPGb
— AFP news agency (@AFP) June 12, 2019
વિવાદિત યોજના
આ અગાઉ હોંગકોંગમાં બીજિંગ સમર્થક નેતાએ ચીનમાં પ્રત્યાર્પણ ની વિવાદિત યોજના પાછી ખેંચવાનો સોમવારે ઈનકાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, હોંગકોંગમાં ચીનના સમર્થક નેતાઓ આ ખરડા પર ભાર મુકી રહ્યા છે, જેમાં ગુનેગારો પર કેસ ચલાવવા માટે તેમને ચીનમાં પ્રત્યાર્પિત કરવાની જોગવાઈ કરાયેલી છે.
#BREAKING Clashes break out as Hong Kong protesters try to reach parliament
— AFP news agency (@AFP) June 12, 2019
હોંગકોંગમાં આ ખરડાની સામે રવિવારે પણ વિશાળ વિરોધ પ્રદર્શન થયું હતું. હોંગકોંગમાં આ 1997પછીનું અત્યાર સુધીનું સૌથી મોટું વિરોધ પ્રદર્શન હતું. જેમાં 10 લાખ કરતાં પણ વધુ લોકોએ ભાગ લીધો હતો. આ અગાઉ, 1997માં હોંગકોંગ ચીનને સોંપવાના સમયે પણ સૌથી મોટું વિરોધ પ્રદર્શન યોજાયું હતું.
અમેરિકાએ વ્યક્ત કરી ચિંતા
આ દરમિયાન અમેરિકાએ પણ ગુનેગારોને ચીનમાં પ્રત્યાર્પિત કરવાના આ વિવાદિત ખરડા અંગે ચિંતા વ્યક્ત કરી છે. અમેરિકાએ જણાવ્યું કે, આ પ્રગારનું પગલું વિસ્તારની સ્વાયત્તતાને નબળી પાડી શકે છે અને માનવાધિકારોના સંરક્ષણ માટે પણ આ નુકસાનકારક સાબિત થઈ શકે છે.
#UPDATE Hong Kong authorities have delayed the second reading of a controversial bill allowing extradition to mainland China as tens of thousands of protesters blockaded government headquartershttps://t.co/F5Jdowup8H pic.twitter.com/biGWPJpFzX
— AFP news agency (@AFP) June 12, 2019
શું છે નવો કાયદો?
હોંગકોંગ સરકારે એક નવો કાયદો બનાવ્યો છે અને તેના સંસદમાં મંજૂરી માટે રજૂ કરવામાં આવ્યો છે. આ કાયદા અનુસાર હોંગકોંગમાં કોઈ અપરાધ હેઠળ પકડાયેલા આરોપીને કેસ ચલાવવા માટે ચીનમાં પ્રત્યાર્પિત કરવામાં આવશે. ચીનમાં કેસ ચાલ્યા પછી જો તે દોષી સાબિત થાય છો તેના પર 7 વર્ષ કે તેનાથી વધુની જેલની સજાની જોગવાઈ છે. નવો ખરડો મુખ્ય કાર્યકારી તરીકે ઓળખાતા હોંગકોંગના નેતાઓને અદાલતોની સમીક્ષા પછી પ્રત્યાર્પણ અનુરોધ સ્વીકારવાની મંજૂરી આપી દેશે.
જૂઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે