અમેરિકા-યુરોપમાં રહેતા ભારતીયોને પરેશાન કરવાનો પાકિસ્તાનનો 'નવો પેંતરો' આવ્યો સામે

ભારત વિરુદ્ધ સતત ષડયંત્ર રચતા પાકિસ્તાનનું બેવડું ચરિત્ર ફરી એકવાર સામે આવ્યું છે. એક બાજુ પાકિસ્તાન સતત શાંતિ અને સહયોગની અપીલ ભારત પાસે કરી રહ્યું છે અને બીજી બાજુ  એવી કોશિશ કરે છે કે જેનાથી ભારતીયોને પરેશાન કરી શકાય. આ વખતે પાકિસ્તાને યુરોપ અને અમેરિકામાં રહેતા ભારતીયોને હેરાનગતિ કરવાની ચાલ ચલી છે. આ ચાલ એવી છે કે જેનાથી યુરોપ અને અમેરિકામાં રહેતા ભારતીયો અને બિઝનેસ માટે ભારત આવનારા વિદેશી વેપારીઓની અવરજવર રોકી શકાય. 

અમેરિકા-યુરોપમાં રહેતા ભારતીયોને પરેશાન કરવાનો પાકિસ્તાનનો 'નવો પેંતરો' આવ્યો સામે

નવી દિલ્હી: ભારત વિરુદ્ધ સતત ષડયંત્ર રચતા પાકિસ્તાનનું બેવડું ચરિત્ર ફરી એકવાર સામે આવ્યું છે. એક બાજુ પાકિસ્તાન સતત શાંતિ અને સહયોગની અપીલ ભારત પાસે કરી રહ્યું છે અને બીજી બાજુ  એવી કોશિશ કરે છે કે જેનાથી ભારતીયોને પરેશાન કરી શકાય. આ વખતે પાકિસ્તાને યુરોપ અને અમેરિકામાં રહેતા ભારતીયોને હેરાનગતિ કરવાની ચાલ ચલી છે. આ ચાલ એવી છે કે જેનાથી યુરોપ અને અમેરિકામાં રહેતા ભારતીયો અને બિઝનેસ માટે ભારત આવનારા વિદેશી વેપારીઓની અવરજવર રોકી શકાય. 

વાયુસેનાની એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાનની ચાલ
ભારતીય વિમાન ક્ષેત્ર સંલગ્ન એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યાં મુજબ પાકિસ્તાને પોતાની આ ચાલ પોતાના એરસ્પેસ દ્વારા ખેલી છે. ભારતીય વાયુસેનાના આતંકીઓ વિરુદ્ધ પાકિસ્તાનમાં કરાયેલી કાર્યવાહી બાદ પાકિસ્તાન ખુબ અકળાયેલું છે. 26 ફેબ્રુઆરી બાદથી પાકિસ્તાને એરસ્પેસ બંધ રાખી છે. 26 ફેબ્રુઆરીથી આજ સુધી કોઈ પણ બિન પાકિસ્તાની વિમાનને પાકિસ્તાનના એર સ્પેસમાંથી પસાર થવાની મંજૂરી અપાતી નથી. તેમણે જણાવ્યું કે એર સ્ટ્રાઈક બાદ ભારતે એક દિવસ પણ પોતાની એર સ્પેસ બંધ કરી નથી. જ્યારે પાકિસ્તાન દરરોજ પોતાના એર સ્પેસ ક્લોઝરના નોટમને વધારતું જાય છે. 

Air Space 1

યુરોપ અને યુએસથી ભારત આવતા વેપારીઓ પરેશાન
ભારતીય એરલાઈન્સ સંલગ્ન જોડાયેલા એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે પાકિસ્તાનના એર સ્પેસથી પસાર થતા વિમાન કોઈ નવી યોજના પર કામ ન કરી શકે તે માટે પાકિસ્તાન એવિએશન ઓથોરિટી રોજ નવા આદેશ બહાર પાડી રહી છે. રોજ સાંજે તેઓ બીજા દિવસના એર સ્પેસ ક્લોઝરનું નોટમ જારી કરી રહી છે. જેની અસર ભારતથી યુરોપ અને અમેરિકા જનારી ફ્લાઈટ પર પડે છે. તેમણે જણાવ્યું કે પાકિસ્તાનનો એરસ્પેસ બંધ થતા ભારતથી યુરોપ અને અમેરિકા જતી ફ્લાઈટ્સને લગભગ દોઢ કલાકથી વધુનું અંતર કાપવું પડે છે. 

ભારત અને યુરોપ તથા અમેરિકા વચ્ચેથી સીધી ઉડાણો બંધ થઈ રહી છે
તેમણે જણાવ્યું કે મુસાફરીનો સમય વધવાના કારણે ગંતવ્ય એરપોર્ટ પર વિમાનના લેન્ડ થવા અને ફરીથી ટેકઓફ થવાના સ્લોટ લેવામાં મુશ્કેલીઓ આવી રહી છે. આ ઉપરાંત વિમાનના એન્ગેજમેન્ટ અને ઈંધણની ખપત વધી રહી છે. તથા વિમાનમાં તહેનાત ક્રુના ડ્યૂટી અવર્સમાં ઘણો વધારો થયો છે. તેમણે જણાવ્યું કે અમેરિકા અને યુરોપ જનારી લગભગ બધી ડાઈરેક્ટ ફ્લાઈટ 13થી 16 કલાકનો સમય લે છે. આ મુસાફરીમાં બે કલાકનો વધારો થતા ફ્લાઈટ-ક્રુ માટે પણ સમસ્યા ઉભી થઈ રહી છે. આ મુશ્કેલીઓના પરિણામે એરલાઈન્સ દિલ્હીથી યુરોપ અને અમેરિકા વચ્ચે પોતાની ઉડાણ બંધ કરી રહી છે. 

Air Space 2

AIએ અસ્થાયી રીતે બંધ કરી 4 આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ
એર ઈન્ડિયાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં ચાર આંતરરાષ્ટ્રીય ઉડાણોને હંગામી રીતે બંધ કરાઈ છે. જેમાં દિલ્હીથી મેડ્રિડ(સ્પેન), દિલ્હીથી બર્મિંઘમ, અમૃતસરથી બર્મિંઘમ (વાયા દિલ્હી) અને મુંબઈથી ન્યૂયોર્ક જતી ફલાઈટ સામેલ છે. તેમણે જણાવ્યું કે મેડ્રિડ અને બર્મિંઘમની ફ્લાઈટનું ઓપરેશન 16 માર્ચથી અસ્થાયી રીતે બંધ કરાશે. મેડ્રિડ અને બર્મિંઘમ જનારી ફ્લાઈટ ફરી ક્યારે શરૂ થશે તેનો ખુલાસો અત્યારે કરાયો નથી. 

લેટેસ્ટ ગુજરાતી સમાચાર : જુઓ LIVE TV

મુસાફરોની સગવડ માટે AIએ લીધા આ પગલાં
આ બાજુ મુંબઈથી ન્યૂયોર્ક જતી ફ્લાઈટનું ઓપરેશન 16 માર્ચથી 31 મે સુધી બંધ કરાયું છે. ન્યૂયોર્ક જતી ફ્લાઈટના મુસાફરોની સગવડને ધ્યાનમાં રાખીને એર ઈન્ડિયાએ દિલ્હીથી નેવાર્ક અવરજવર  કરતી ફ્લાઈટને ન્યૂયોર્ક સુધી એક્સ્ટેન્ડ કરી છે. તેમણે જણાવ્યું કે 16 મેથી એર ઈન્ડિયાની મુંબઈ-ન્યૂયોર્ક-મુંબઈ ફ્લાઈટ એઆઈ-105/એઆઈ106ને મુંબઈ-નેવાર્ક-મુંબઈ ફ્લાઈટ, એઆઈ191/એઆઈ-141 સાથે મર્જ કરવામાં આવશે. આ ફ્લાઈટ મુંબઈથી રાત્રે 1.30 કલાકે અને નેવાર્કથી બપોરે 2.15 કલાકે ઉડાણ ભરશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news