દિલ્હી હિંસા પર ઇમરાન ખાને ઝેર ઓક્યુ, ભારતમાં 20 કરોડ મુસલમાનોને બનાવવામાં આવી રહ્યાં છે નિશાન
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને દિલ્હી હિંસા પર ઝેર ઓક્યુ છે. તેમણે કહ્યું કે, ભાજપમાં 20 કરોડ મુસલમાનોને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે.
Trending Photos
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં હિંદુ અને ઈસાઈ યુવતીઓની સાથે બળજબરીથી લગ્ન અને બળાત્કારની ઘટનાઓ પર અત્યાર સુધી મૌન રહેનાર ઇમરાન ખાને દિલ્હીમાં સીએએ હિંસા દરમિયાન 22 લોકોના મોત પર ઝેર ઓક્યું છે. ઇમરાન ખાને કહ્યું કે, ભારતમાં 20 કરોડ મુસલમાનોને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. તેમણે કહ્યું કે, નાઝિઓથી પ્રેરિત આરએસએસના લોકોએ પરમાણુ હથિયારથી લેસ ભારત પર કબજો કરી લીધો છે અને વિશ્વ સમુદાયે હવે કાર્યવાહી કરવી જોઈએ.
પાક પીએમ ઇમરાન ખાને ટ્વીટ કરીને કહ્યું, 'મેં સંયુક્ત રાષ્ટ્રમાં પહેલા જ ભવિષ્યવાણી કરી હતી કે એકવાર જિન્ન બોટલથી બહાર આવી જશે તો લોહીલુહાણ ખૂબ ભીષણ થશે. કાશ્મીર એક શરૂઆત હતી. હવે ભારતના 20 કરોડ મુસલમાનોને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. વિશ્વ સમુદાયએ હવે જરૂરી રૂપથી કાર્યવાહી કરવી જોઈએ.'
Today in India we are seeing the Nazi-inspired RSS ideology take over a nuclear-armed state of over a billion people. Whenever a racist ideology based on hatred takes over, it leads to bloodshed.
— Imran Khan (@ImranKhanPTI) February 26, 2020
As I had predicted in my address to UN GA last yr, once the genie is out of the bottle the bloodshed will get worse. IOJK was the beginning. Now 200 million Muslims in India are being targeted. The world community must act now.
— Imran Khan (@ImranKhanPTI) February 26, 2020
નાઝિઓથી પ્રેરિત છે આરએસએસ
પાકિસ્તાની વડાપ્રધાને કહ્યું, 'આજે આપણે જોઈ રહ્યાં છીએ કે ભારતમાં નાઝિઓથી પ્રેરિત આરએસએસની વિચારધારાએ એક અબજની વસ્તી વાળા પરમાણુ હથિયારથી સંપન્ને રાષ્ટ્ર પર કબજો કરી લીધો છે. જ્યારે નફરત પર આધારિત જાતીય વિચારધારા કબજો કરી લે છે તો તે લોહીલુહાણ તરફ લઈ જાય છે. ઇમરાને તે પણ કહ્યું કે, જો કોઈ પાકિસ્તાનમાં બિન-મુસ્લિમ વિરુદ્ધ અન્યાય કરશે, તેની વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવશે.'
ઇમરાને કહ્યું, 'હું પાકિસ્તાનમાં આપણા લોકોને ચેતવણી આપુ છું કે બિન મુસ્લિમ નાગરિક કે તેના પૂજા ઘરોને નિશાન બનાવવામાં આવ્યા તો તેનો કડકાઈથી સામનો કરવામાં આવશે. આપણા અલ્પસંખ્યક આ દેશમાં સમાન નાગરિક છે.' આ પહેલા ઇમરાને સંયુક્ત રાષ્ટ્રમાં કહ્યું હતું કે, વડાપ્રધાન મોદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આજીવન સભ્ય છે. યૂએનમાં પોતાના ભાષણમાં આરએસએસનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે કોંગ્રેસની સરકારના ગૃહ પ્રધાને કહ્યું હતું કે આરએસએસના કેમ્પોમાં આતંકની ટ્રેનિંગ આપવામાં આવે છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે