નિરાશ ખેડૂતો માટે ગુજરાત બજેટ ફળ્યું, ગાયથી ખેતી કરનારા માટે કરાઈ મહત્વની જાહેરાત
ગુજરાત સરકારે આજે રાજ્યનું આગામી નાણાકીય વર્ષ 2020-21નું બજેટ (Gujarat Budget 2020) રજૂ કર્યું છે. ત્યારે આ બજેટમાં ખેડૂતો માટે શું રાહત અપાશે તેના પર સૌની નજર હતી. કારણ કે, ગત 2019નું આખુ વર્ષ ખેડૂતોના માથે ગ્રહણ જેવું બની રહ્યું હતું. પહેલા વરસાદી આફત, ત્યાર બાદ અનેક વાવાઝોડા અને બાદમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને આખુ વર્ષ નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. આવામાં ગુજરાત સરકારે ખેડૂતો માટે મોટી જાહેરાતો કરી છે. બજેટ 2020માં નાણામંત્રી નીતિન પટેલે (Nitin Patel) જણાવ્યું કે, કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ 27423 કરોડની જોગવાઈ કરાઈ છે. ખેડૂતો માટે કરાયેલી જાહેરાતોમાં સૌથી ખાસ ગાય દ્વારા કરાતી ખેતીને પ્રોત્સાહન આપવાની બાબત છે.
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાત સરકારે આજે રાજ્યનું આગામી નાણાકીય વર્ષ 2020-21નું બજેટ (Gujarat Budget 2020) રજૂ કર્યું છે. ત્યારે આ બજેટમાં ખેડૂતો માટે શું રાહત અપાશે તેના પર સૌની નજર હતી. કારણ કે, ગત 2019નું આખુ વર્ષ ખેડૂતોના માથે ગ્રહણ જેવું બની રહ્યું હતું. પહેલા વરસાદી આફત, ત્યાર બાદ અનેક વાવાઝોડા અને બાદમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને આખુ વર્ષ નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. આવામાં ગુજરાત સરકારે ખેડૂતો માટે મોટી જાહેરાતો કરી છે. બજેટ 2020માં નાણામંત્રી નીતિન પટેલે (Nitin Patel) જણાવ્યું કે, કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ 27423 કરોડની જોગવાઈ કરાઈ છે. ખેડૂતો માટે કરાયેલી જાહેરાતોમાં સૌથી ખાસ ગાય દ્વારા કરાતી ખેતીને પ્રોત્સાહન આપવાની બાબત છે.
લાખ પ્રયાસો છતાં આખરે ટ્રમ્પ-મોદીના રોડ શોમાં વચ્ચે આવી ગયું હતું કૂતરું... પછી તો....
શું શું જાહેરાતો કરાઈ...
- ગુજરાતના ખેડૂતોને ઝીરો ટકા વ્યાજ દરે એટલે કે વ્યાજ રહિત પાક ધિરાણ મળે છે, જે માટે 21000 કરોડની જોગવાઈ કરાઈ છે. ભારત સરકારે પાક વીમા યોજના ખેડૂતો માટે મરજિયાત બનાવવાની જાહેરાત કરી છે. પરંતુ જે ખેડૂતો પાક વીમો લેવા ઈચ્છતા હશે તેમને મદદ કરવા પાક વીમાનું પ્રીમિયમ ભરવા 61190 કરોડની જોગવાઈ કરાઈ. રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોના વિવિધ પ્રોજેકટ માટે 300 કરોડની જોગવાઇ.
- કમોસમી વરસાદ, વાવાઝોડું , અતિવૃષ્ટિ, જીવજંતુનો ઉપદ્રવ અને અન્ય પરિબળોથી પાક ઉત્પાદન બાદનું નુકસાન અટકાવવા માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજનાની જાહેરાત કરાઈ. આ યોજના અંતર્ગત ખેડૂતોને ખેતરમાં નાના ગોડાઉન અને ફાર્મ સ્ટોરેજ સ્ટ્રકચર બનાવવા માટે એકમ દીઠ 30,000ની સહાય આપવામાં આવશે. આવા સ્ટ્રકચરના બાંધકામ માટે એન.એ.ની મંજૂરીથી મુકિત આપવામાં આવશે. જેના માટે ૨૩૦૦ કરોડની જોગવાઈ.
- કૃષિ યાંત્રિકીકરણ અંતર્ગત 29,000 ખેડૂતોને ટ્રેક્ટર દીઠ 245,000 થી 260,000ની સહાય તેમજં આશરે 32,000 ખેડૂતોને વિવિધ ઓજારોની ખરીદીમાં સહાય આપવા ૨૨૩૫ કરોડની જોગવાઈ.
- વર્તમાન સમયમાં જંતુનાશક દવાઓ અને રસાયણિક ખાતરોના વધુ પડતા ઉપયોગથી થતાં નુકસાનને લીધે પ્રાકૃતિક ખેત ઉત્પાદનોની માંગ વધી છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને ડાંગ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાની યોજનાઓ અમલમાં મૂકી છે. હવે ગુજરાતના ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતને એક ગાય દીઠ નિભાવ ખર્ચ માસિક 2900 એટલે કે વાર્ષિક 10,800 રૂપિયાની સહાય આપવામાં આવશેૉ. પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતે ગાયનું છાણિયું ખાતર અને જીવામૃતનો ઉપયોગ કરવાનો રહેશે. જેના કારણે લાંબા ગાળે જમીનની ફળદ્રુપતા વધશે. લોકોને સ્વાથ્યપ્રદ ઓર્ગેનિક અનાજ અને શાકભાજી મળી રહેશે. તેમજ ગૌ સેવાનો લાભ પણ મળશે. આ યોજના અંતર્ગત અંદાજે 50 હજાર ખેડૂતોને આવરી લેવા માટે 450 કરોડની જોગવાઇ કરાઈ છે.
- ખેડૂતો પોતાના ઉત્પાદન રાજ્યના અન્ય શહેરોમાં અથવા દેશના અન્ય ભાગોમાં વેચાણ અર્થે લઇ જઇ શકે તે માટે પરિવહન સુવિધા ઉપલબ્ધ કરાવવી ખૂબ જરૂરી બને છે. આ માટે ભારત સરકારે કિસાન રેલ અને ઉડાન યોજના જાહેર કરી છે. જેને સુસંગત કિસાન પરિવહન યોજનાની જાહેરાત કરાઈ. આ યોજના દ્વારા ખેડૂતોને હળવા ભારવાહક વાહનની ખરીદી માટે 250 હજાર થી 275 હજારની સહાય આપવામાં આવશે . જેમાં પ્રથમ તબકકે અંદાજિત 5 હજાર ખેડૂતોને લાભ આપવા 230 કરોડની જોગવાઈ .
- ખેડૂતોને તેમના ખેત ઉત્પાદનો રેલવે સ્ટેશન કે એરપોર્ટ સુધી પહોંચાડવા માટે સહાય આપવામાં આવશે, જે માટે 10 કરોડની જોગવાઈ.
- રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન હેઠળ ઘઉં, ચોખા , કઠોળ , બરછટ અનાજ , કપાસ , શેરડી તથા તેલીબિયાં પાકોના ઉત્પાદનમાં વૃદ્ધિ માટે સહાય આપવા ૨૮૭ કરોડની જોગવાઇ.
- ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના હેઠળ ૨૭૨ કરોડની જોગવાઇ
- એગ્રો અને ફૂડ પ્રોસેસીંગ એકમોને સહાય આપવા ૨૩૪ કરોડની જોગવાઈ .
- દેશની પ્રથમ એવી ગુજરાત ઓર્ગેનિક એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે સ્થાપવા માટે 12 કરોડની જોગવાઈ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે