Peshawar Bomb Blast: મસ્જિદમાં આત્મઘાતી હુમલો, 46ના મોત, 150 ઇજાગ્રસ્ત
Peshawar Suicede Bomb Blast: પેશાવર શહેરના પોલીસ અધિકારી મોહમ્મદ એજાઝનું કહેવું છે કે હજુ સુધી મૃતકોની ચોક્કસ સંખ્યા કહી શકાય તેમ નથી કારણ કે કેટલાક લોકો હજુ પણ કાટમાળ નીચે દટાયેલા છે. સ્થિતિની ગંભીરતાને જોતા પેશાવરના આરોગ્ય વિભાગે ઈમરજન્સી જાહેર કરી છે.
Trending Photos
Pakistan Explosion: પાકિસ્તાનના અશાંત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના પેશાવરના ઉચ્ચ સુરક્ષાવાળા વિસ્તારમાં એક ખચાખચ ભરેલી મસ્જિદમાં સોમવારે બપોરે નમાજ દરમિયાન એક શક્તિશાળી આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં 46 લોકો માર્યા ગયા અને 150 અન્ય ઘાયલ થયા. સુરક્ષા અને સ્વાસ્થ્ય અધિકારીઓએ આ માહિતી આપી. અધિકારીઓએ જણાવ્યું કે બપોરે લગભગ 1.40 વાગ્યે, પોલીસ લાઇન્સ વિસ્તારની નજીક નમાજી ઝુહર (બપોર)ની નમાજ અદા કરી રહ્યા હતા ત્યારે આગલી હરોળમાં બેઠેલા એક આત્મઘાતી બોમ્બરે વિસ્ફોટ કરી પોતાને ઉડાવી દીધો હતો. તેમના કહેવા પ્રમાણે, નમાજીઓમાં પોલીસ, સેના અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડના જવાનો પણ હતા.
લેડી રીડિંગ હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 46 લોકોએ જીવ ગુમાવ્યા છે. જો કે પેશાવર પોલીસે 38 મૃતકોની યાદી જાહેર કરી છે. ઘાયલોમાં મોટાભાગના પોલીસકર્મીઓ છે. મૃતક તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના કમાન્ડર ઉમર ખાલિદના ભાઈએ દાવો કર્યો હતો કે આત્મઘાતી હુમલો ગત ઓગસ્ટમાં અફઘાનિસ્તાનમાં તેના ભાઈના મૃત્યુનો બદલો હતો. પ્રતિબંધિત સંગઠને ભૂતકાળમાં સુરક્ષાકર્મીઓને નિશાન બનાવીને અનેક આત્મઘાતી હુમલા કર્યા છે. તેને પાકિસ્તાન તાલિબાન તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ પણ વાંચો: દેશમાં પરણિત મહિલાઓના ત્રણ ગણા વધ્યા લફરા, ટોપમાં છે ગુજરાતના આ શહેર
આ પણ વાંચો: આ તેલના બે ટીપા સેક્સ લાઈફ બનાવી દેશે રોમાંચક, પરિણીત પુરુષો આવી જશે પાવરમાં
આ પણ વાંચો: શું મહિલાઓના સ્વાસ્થ્ય માટે બ્રા પહેરવી છે જરૂરી? જાણો શું કહે છે એક્સપર્ટ
Trigger warning ⚠️
The screams and cries of burn victims and those trapped under the rubble of the Police Line mosque reverberated across Peshawar on Monday. #Peshawarblast pic.twitter.com/8cyLSgU4og
— The Express Tribune (@etribune) January 30, 2023
પેશાવર શહેરના પોલીસ અધિકારી મોહમ્મદ એજાઝનું કહેવું છે કે હજુ સુધી મૃતકોની ચોક્કસ સંખ્યા કહી શકાય તેમ નથી કારણ કે કેટલાક લોકો હજુ પણ કાટમાળ નીચે દટાયેલા છે. સ્થિતિની ગંભીરતાને જોતા પેશાવરના આરોગ્ય વિભાગે ઈમરજન્સી જાહેર કરી છે.
રાજધાની ઈસ્લામાબાદમાં હાઈ એલર્ટ
પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં આ આત્મઘાતી હુમલા બાદ હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ઈસ્લામાબાદ પોલીસના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી એક ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે ઈસ્લામાબાદના આઈજી ડૉ.અકબર નાસિર ખાને સુરક્ષા વધારવાનો આદેશ આપ્યો છે. ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે કડક દેખરેખ માટે શહેરના તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે.
Visuals from the near the site of the blast.#Peshawar#Pakistan pic.twitter.com/Z7yP5DANHP
— Yusra Askari (@YusraSAskari) January 30, 2023
આ પણ વાંચો: Rusk Making: ટોસ્ટ બનતા જોશો તો તમે પણ ખાવાનું કરી દેશો બંધ, આ છે બનાવવાની પ્રોસેસ
આ પણ વાંચો: ગેસ સિલિન્ડરની પણ હોય છે એક્સપાયરી ડેટ, આ રીતે કરો ચેક
આ પણ વાંચો: આ પાંચ દિવસે ના બનાવો ઘરમાં રોટલી, રિસાઇ જશે અન્નપૂર્ણાદેવી
'હું રસ્તા પર પડ્યો અને બેભાન થઈ ગયો'
ડૉન સાથે વાત કરતા, બ્લાસ્ટમાંથી બચી ગયેલા એક વ્યક્તિએ જણાવ્યું કે તે બપોરની નમાજ માટે મસ્જિદમાં ગયો હતો. અચાનક એક વિસ્ફોટ થયો અને તે કંઈ સમજે તે પહેલા જ જોરદાર વિસ્ફોટને કારણે તે મસ્જિદ પાસે રોડ પર પડી ગયો. તેણે કહ્યું, 'હું એટલો જોરથી પડ્યો કે મારા કાન બંધ થઈ ગયા અને હું બેહોશ થઈ ગયો.'
બીજા એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે વિસ્ફોટ એટલો જોરદાર હતો કે મસ્જિદની બાજુમાં આવેલી ઈમારતોની બારીઓ તૂટી ગઈ. ગત વર્ષે પણ પેશાવરમાં આવી જ મોટી ઘટના બની હતી. કોચા રિસાલદાર વિસ્તારમાં શિયા મસ્જિદની અંદર આત્મઘાતી વિસ્ફોટમાં 63 લોકો માર્યા ગયા હતા.
આ પણ વાંચો: Good News: ગુજરાતના લાખો બેરોજગારો માટે ખુશખબર, હવે સીધી મળશે કાયમી નોકરી
આ પણ વાંચો: ખુશખબર : ગુજરાત સરકાર કરાર આધારિત કરી રહી છે અહીં ભરતી, 60 હજાર રૂપિયા મળશે પગાર
આ પણ વાંચો: 'એન્ટીલિયા' છોડો, અનિલ અંબાણી 'મહેલ' જેવું મકાન જોશો તો જોતા રહી જશો!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે