અઠાવલેની શરદ પવારને ઓફર- 'જો શિવસેના નહીં તો એનડીએમાં જોડાઈ એનસીપી'


ભાજપ અને શિવસેના સાથે ન આવે તેવી સ્થિતિમાં રામદાસ અઠાવલેએ શરદ પવારને ભાજપની સાથે આવવાનું આમંત્રણ આપી દીધું.

અઠાવલેની શરદ પવારને ઓફર- 'જો શિવસેના નહીં તો એનડીએમાં જોડાઈ એનસીપી'

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેના નેતા સંજય રાઉતની મુલાકાત બાદ મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. આ મુલાકાતના એક દિવસ બાદ રાષ્ટ્રવાદી કોંગ્રેસ  (NCP)ના પ્રમુખ શરદ પવાર  (Sharad Pawar) અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકર  (Uddhav Thackeray) સાથે મુલાકાત કરી હતી, ત્યારબાદ અનેક અટકળો શરૂ થઈ ગઈ છે. આ વચ્ચે કેન્દ્રીય રાજ્યમંત્રી અને ભાજપની સહયોગી પાર્ટી આરપીઆઈના અધ્યક્ષ રામદાસ અઠાવલે  (Ramdas Athawale)એ કહ્યુ કે, મહારાષ્ટ્રમાં શિવસેનાએ તો ભાજપની સાથે આવવુ જોઈએ અને જો તે ન આવે તો એનસીપી ચીફ શરદ પવારે એનડીએ સાથે જોડાવું જોઈએ. 

હકીકતમાં શનિવારે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેના સાંસદ સંજય રાઉત વચ્ચે મુલાકાત થઈ, ત્યારબાદ રાજકીય અટકળો શરૂ થઈ ગઈ છે. બાદમાં ખુદ સંજય રાઉત અને દેવેન્દ્ર ફડણવીસે મુલાકાતને લઈને સ્પષ્ટતા કરી હતી કે બેઠકમાં કોઈ રાજકીય વાતચીત થઈ નથી. તેના એક દિવસ બાદ રવિવારે એનસીપીના અધ્યક્ષ શરદ પવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી હતી. આ વચ્ચે કેન્દ્રીય રાજ્યમંત્રી અને ભાજપની સહયોગી પાર્ટી આરપીઆઈના અધ્યક્ષ રામદાસ અઠાવલેએ એક નવા સમીકરણ તરફ ઈશારો કર્યો છે. 

જો શિવસેના નહીં તો શરદ પવાર આવે સાથે
ભાજપ અને શિવસેના સાથે ન આવે તેવી સ્થિતિમાં રામદાસ અઠાવલેએ શરદ પવારને ભાજપની સાથે આવવાનું આમંત્રણ આપી દીધું. અઠાવલેએ ટ્વીટ કરીને કહ્યુ કે, જો શિવસેના સાથે આવે તો સરકાર બનશે. જો શિવસેના સાથે ન આવે તો શરદ પવાર જી એનડીએમાં આવવાનો વિચાર કરી શકે છે. જો તે એનડીએમાં આવે તો ત્યાં પર ભાજપની સાથે સરકારમાં રહેશે અને દિલ્હીમાં પણ તેમને સત્તામાં મોટુ પદ મળી શકે છે. અઠાવલેનું માનવુ છે કે શિવસેના ભાજપની સાથે છે અને શિવસેના ન આવે તો રાષ્ટ્રવાદી કોંગ્રેસે ભાજપની સાથે આવવું જોઈએ અને મહારાષ્ટ્રમાં સરકાર બનાવવી જોઈએ. 

સાથે આવવા પર મળી શકે છે મોટું પદ
કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ કહ્યુ કે, જો શિવસેના અમારી સાથે ન આવે તો મહારાષ્ટ્રના વિકાસ માટે એનસીપીએ એનડીએમાં સામેલ થવું જોઈએ, શિવસેનાની સાથે રહેવાથી તેને કોઈ ફાયદો મળવાનો નથી. એનડીએની સાથે આવવાથી તેને ઘણા મોટા પદ મળી શકે છે. હકીકતમાં અઠાવલેએ એનસીપીને સાથે આવવાની ઓફર તેવા સમયે આવી છે જ્યારે તેના સૌથી જૂના સાથે અકાલી દળે કૃષિ બિલના મુદ્દે એનડીએ સાથે છેડો ફાડી નાખ્યો છે. 

શરદ પવારે કરી હતી ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત
તો મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેના સાંસદ સંજય રાઉત વચ્ચે શનિવારે થયેલી મુલાકાતના બીજા દિવસે એનસીપીના અધ્યક્ષ શરદ પવારે રવિવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત શિવસેના સાંસદ અને પૂર્વ મુખ્યમંત્રી ફડણવીસની મુલાકાતના એક દિવસ બાદ થઈ હતી. ત્યારબાદ અનેક રાજકીય અટકળો શરૂ થઈ ગઈ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news