પુલવામાના આરોપી મસૂદને બચાવવા પાકિસ્તાનના ધમપછાડા, વિદેશ મંત્રીએ જાહેરમાં કહ્યું- 'જૈશ જવાબદાર નથી'

પાકિસ્તાન શાંતિ માટેના પ્રયત્નો કરી રહ્યું છે એવા જે બણગા ફૂંકતું હતું તેની પોલ ફરી એકવાર ખુલી ગઈ છે. પાકિસ્તાને ફરીથી આતંકવાદનું સમર્થન કર્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ વિદેશી મીડિયાને કહ્યું કે 14 ફેબ્રુઆરીના રોજ જમ્મુ અને કાશ્મીરના પુલવામા આતંકી હુમલા માટે જૈશ એ મોહમ્મદ જવાબદાર નથી. તેમનું કહેવું છે કે આ હુમલાની જવાબદારી જૈશ એ મોહમ્મદે લીધી નથી. આ મામલે હજું કન્ફ્યુઝન છે. કુરેશીએ એમ પણ કહ્યું કે પાકિસ્તાનાં રહેલા કેટલાક લોકોએ આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના ટોચના આતંકીઓનો સંપર્ક કર્યો પરંતુ તેમણે આ મામલે જવાબદારી લેવાનો ઈન્કાર કરી દીધો છે. 
પુલવામાના આરોપી મસૂદને બચાવવા પાકિસ્તાનના ધમપછાડા, વિદેશ મંત્રીએ જાહેરમાં કહ્યું- 'જૈશ જવાબદાર નથી'

નવી દિલ્હી: પાકિસ્તાન શાંતિ માટેના પ્રયત્નો કરી રહ્યું છે એવા જે બણગા ફૂંકતું હતું તેની પોલ ફરી એકવાર ખુલી ગઈ છે. પાકિસ્તાને ફરીથી આતંકવાદનું સમર્થન કર્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ વિદેશી મીડિયાને કહ્યું કે 14 ફેબ્રુઆરીના રોજ જમ્મુ અને કાશ્મીરના પુલવામા આતંકી હુમલા માટે જૈશ એ મોહમ્મદ જવાબદાર નથી. તેમનું કહેવું છે કે આ હુમલાની જવાબદારી જૈશ એ મોહમ્મદે લીધી નથી. આ મામલે હજું કન્ફ્યુઝન છે. કુરેશીએ એમ પણ કહ્યું કે પાકિસ્તાનાં રહેલા કેટલાક લોકોએ આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના ટોચના આતંકીઓનો સંપર્ક કર્યો પરંતુ તેમણે આ મામલે જવાબદારી લેવાનો ઈન્કાર કરી દીધો છે. 

કુરેશીએ એ મામલે પણ કન્ફ્યુઝન વ્યક્ત કર્યું કે જૈશ એ મોહમ્મદે પુલવામા આતંકી હુમલાની જવાબદારી તરત જ લીધી હતી. તેણે આ મામલે કાયદેસર પ્રેસ રિલિઝ કરી હતી. અત્રે જણાવવાનું કે 14 ફેબ્રુઆરીએ પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકી હુમલામાં 40 જવાનો શહીદ થયા હતાં. આ હુમલાની જવાબદારી પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદે લીધી હતી. 

કુરેશીએ કહ્યું કે તેમણે જવાબદારી લીધી નથી. તેમાં એક ભ્રમની સ્થિતિ છે. ભ્રમ એ છે કે જૈશના નેતૃત્વએ આ મામલે કશું કહ્યું નથી. કુરેશીને પૂછવામાં આવ્યું હતું કે આ હુમલા બાદ જેશે પોતે જ જણાવ્યું હતું કે આ હુમલા માટે તે જવાબદાર છે. તો તેના જવાબમાં કુરેશીએ કહ્યું કે તેમણે કોઈ જવાબદારી લીધી નથી. તેમાં વિરોધાભાસની સ્થિતિ છે. 

आतंकी मसूद के बचाव में फिर उतरा पाकिस्‍तान, कहा- 'पुलवामा हमले के लिए जैश-ए-मोहम्‍मद जिम्‍मेदार नहीं'

ત્યારબાદ પાકિસ્તાને હુમલાને અંજામ આપનારા આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના બહાવલપુરમાં આવેલા હેડક્વાર્ટરને મદરેસા ગણાવી દીધી હતી. આ સાથે જ તેનું કહેવું હતું કે તેને આતંકવાદ સાથે કોઈ  લેવાદેવા નથી. પાકિસ્તાનના સૂચના મંત્રી ફવાદ ચૌધરીએ કહ્યું હતું કે તે જૈશનું હેડક્વાર્ટર નથી. પરંતુ મદરેસા છે. ભારત પોતાના પ્રોપાગેન્ડા હેઠળ તેને જૈશનું હેડક્વાર્ટર ગણાવી રહ્યું છે. 

અત્રે જણાવવાનું કે હાલમાં જ કુરેશીએ સીએનએનને આપેલા એક ઈન્ટરવ્યુમાં સ્વીકાર્યુ હતું કે જૈશનો ચીફ મૌલાના મસૂદ અઝહર પાકિસ્તાનમાં જ છે. તેમણે  કહ્યું હતું કે મસૂદ ખુબ જ બીમાર છે અને હાલાત એવી છે કે તે પોતાના ઘરમાંથી બહાર પણ નીકળી શકતો નથી. આમ પાકિસ્તાનના એક પછી એક જૂઠ્ઠાણા અને ખરાબ દાનત દુનિયા સમક્ષ ખુલ્લી પડતી જોવા મળી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news