બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાનની હાલત કફોડી, કરોડોની કમાણી ગુમાવે છે 

. ફેબ્રુઆરીથી અત્યાર સુધી લગભગ 400 ફ્લાઈટ રોજ પાકિસ્તાનના એર સ્પેસનો ઉપયોગ કરતી નથી. જેનાથી 100 મિલિયન ડોલર (688 કરોડ)નું નુકસાન થાય છે. 

બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાનની હાલત કફોડી, કરોડોની કમાણી ગુમાવે છે 

નવી દિલ્હી: પાકિસ્તાની એરસ્પેસ બંધ હોવાના કારણે ભારતીય એરલાઈન્સને ખુબ મુશ્કેલી પડે છે. ભારતથી બીજા દેશોમાં જતી ફ્લાઈટ્સે પાકિસ્તાની એર સ્પેસ છોડીને વૈકલ્પિક રૂટોનો ઉપયોગ કરવો પડે છે. જેનાથી ઉડાણના સમય અને ભાવમાં વધારો થાય છે. બીજી બાજુ તેના પ્રભાવથી પાકિસ્તાનને પણ ખુબ મુશ્કેલી પડી રહી છે. ફેબ્રુઆરીથી અત્યાર સુધી લગભગ 400 ફ્લાઈટ રોજ પાકિસ્તાનના એર સ્પેસનો ઉપયોગ કરતી નથી. જેનાથી 100 મિલિયન ડોલર (688 કરોડ)નું નુકસાન થાય છે. પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકી હુમલા બાદ  ભારતે બાલાકોટમાં એર સ્ટ્રાઈક કરીને આતંકી ઠેકાણાઓને નષ્ટ  કર્યા હતા. ત્યારબાદથી પાકિસ્તાને પોતાના 11માંથી 9 એરસ્પેસ બંધ કર્યા હતાં. હાલ પાકિસ્તાનના ફક્ત બે એર સ્પેસ ચાલુ છે જે દક્ષિણ પાકિસ્તાનમાંથી પસાર થાય છે. જ્યારે ભારતીય વાયુસેનાએ તો 31મી મેના રોજ જાહેરાત કરી દીધી હતી કે બાલાકોટ સ્ટ્રાઈક બાદ ભારતીય એરસ્પેસ પર લગાવવામાં આવેલા તમામ હંગામી પ્રતિબંધો હટાવી દેવાયા છે. 

એર સ્પેસથી કઈ રીતે થાય છે કમાણી?

એરટોલ: એરલાઈન્સ જે દેશનો એરસ્પેસ યુઝ કરે છે તે દેશના સિવિલ એવિએશન પ્રશાસનને એક રકમ આપે છે. આ રકમ એરક્રાફ્ટના ટાઈપ, નિર્ધારીત અંતર, એરક્રાફ્ટના અંદાજીત વજન પર નિર્ભેર હોય છે. પાકિસ્તાનના મામલે બોઈંગ 737 જો એર સ્પેસ યુઝ કરે તો તેના બદલામાં 580 ડોલરની ફી ચૂકવવી  પડે છે જ્યારે એરબસ 380 કે બોઈંગ 747 માટે તેની રકમ વધી જાય છે. 

જુઓ LIVE TV

શું બધા એર સ્પેસ આટલા મોંઘા હોય છે?
ના જરાય નહીં. દાખલા તરીકે કેનેડા એરપ્લેનના વજન અને નિર્ધારીત અંતર પ્રમાણે ચાર્જ કરે છે. જ્યારે દક્ષિણનો પાડોશી દેશ (જેમ કે અમેરિકા) ફક્ત નિર્ધારીત અંતર ચાર્જ કરે છે. જો કે આટલી ઉદારતા એટલા માટે સહી શકે કારણ કે તેનો એર સ્પેસ ફક્ત જમીન વિસ્તાર સુધી સિમિત નથી પરંતુ ફિલિપાઈન્સ સુધી ફેલાયેલો છે. તેનો અર્થ એ થયો કે જાપાનથી ન્યૂઝીલેન્ડ જનારી ફ્લાઈટ જો મહાદ્વીપીય યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાંથી પસાર થાય તો અમેરિકા તે માટે 26.51 ડોલર પ્રતિ નોટિકલ માઈલ્સ (લગભગ 185.2 કિલોમીટર) ચાર્જ કરે છે. 

ભારતની શું સ્થિતિ છે?
ડીજીસીએએ ભારતમાં ઓવર ફ્લાઈટ અને લેન્ડિંગ ચાર્જ નક્કી કર્યા છે. જેમાં સ્થાનિક ફ્લાઈટ્સે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ કરતા વધુ ચૂકવણી કરવી પડે છે. ચાર્જ માટે નક્કી કરાયેલા રસ્તાની નોટિકલ માઈલ્સના આધારે ગણતરી થાય ચે અને ફ્લાઈટનું વજન પણ ધ્યાનમાં લેવાય છે. જો ફ્લાઈટ ભારતની જમીન પર લેન્ડ  કરે તો તેના માટે 5,330 રૂપિયા વધુ આપવા પડે છે. જો ફ્લાઈટ ભારતીય જમીનનો ઉપયોગ કર્યા વગર અહીંના એરસ્પેસમાંથી પસાર થાય તો એરસ્પેસ ફીસ, નિર્ધારીત અંતર અને વજનના ચાર્જ સાથે 5080 રૂપિયા વધુ આપવા પડે છે. 

પાકિસ્તાન એર સ્પેસ બંધ થવાના કારણે ભારતીય વિમાન કંપની એર ઈન્ડિયાને 2 જુલાઈ સુધીમાં 491 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ જાણકારી સિવિલ એવિએશન મિનિસ્ટર હરદીપ સિંહ પુરીએ રાજ્યસભામાં આપી. પ્રાઈવેટ એરલાઈન્સમાં સ્પાઈસજેટને 30.73 કરોડ રૂપિયા, ઈન્ડિગોને 25.1 કરોડ રૂપિયા, ગોએરને 2.1 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. 

ચાર્જમાં ફેરફાર કેમ?
1944માં અમેરિકાએ શિકાગોમાં ઈન્ટરનેશનલ સિવિલ એવિએશન કન્વેન્શનનું આયોજન કર્યું હતું. અમેરિકા ઈચ્છતું હતું કે દેશો વચ્ચે કમર્શિયલ વિમાનો માટે હવાઈ પ્રતિબંધ ખતમ કરી દેવામાં આવે. આ વાતચીત નિષ્ફળ ગઈ અને દેશોએ પોત પોતાની રીતે એર સ્પેસ માટે કિંમત વસૂલવાનું શરૂ કરી દીધુ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news